Numerology: આ જાતકો હોય ખુબજ પાવરફૂલ, પોતાના દમથી મેળવે સફળતા

Numerology: આ જાતકો હોય ખુબજ પાવરફૂલ, પોતાના દમથી મેળવે સફળતા
Email :

તમારી અંદર પ્રતિભા રહેલી હોય તો તેને કોઇ દબાવી કે છુપાવી ન શકે. આપણે ત્યાં કહેવત છે કે સુરજને છાબડે ઢાંકી ન શકાય. એ રીતે તમે પ્રતિભાશાળી લોકોને જોઇ શકો છો. જેમની કલા તમને આશ્ચર્યચકિત કરી દેશે. જ્યારે કેટલાક લોકોને તેમની પ્રતિભા દર્શાવવા માટે સરળતાથી એક ઉત્તમ પ્લેટફોર્મ મળી જાય છે, ત્યારે અન્ય લોકો તેમના જીવનભર એક મહાન તકની રાહ જોતા બેસી રહે છે.

કેટલાક લોકો તેમના સંપર્કોના આધારે આગળ વધે છે

તેઓ જીવનભર પ્રયાસ કરતા રહે છે, પરંતુ તેમ છતાં તેઓ પોતાની કારકિર્દીમાં ઊંચાઈ પ્રાપ્ત કરી શકતા નથી. આ સિવાય, કેટલાક લોકો તેમના સંપર્કોના આધારે આગળ વધે છે. જોકે, એવા લોકોની કોઈ કમી નથી જે સખત મહેનત કરવાથી શરમાતા નથી અને કોઈ પણ ગોડફાધર વિના જીવનમાં સારી ઊંચાઈ પ્રાપ્ત કરે છે. કેટલાક જોતકો ગોડફાધર વિના પોતાના દમ પર સફળતા મેળવે છે. આ ઉપરાંત, આ લોકોને તેમના માતાપિતાનો આર્થિક અને ભાવનાત્મક રીતે ટેકો મળતો નથી.

આ લોકોને કોઈ ગોડફાધર નથી હોતો!

અંકશાસ્ત્ર અનુસાર, કોઈપણ મહિનાની 3, 4, 7, 8, 17, 19, 22, 26 અને 30 તારીખે જન્મેલા લોકો જીવનમાં ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. જોકે આ લોકોનો કોઈ ગોડફાધર નથી. આ ઉપરાંત, આ લોકોને તેમના માતાપિતા તરફથી આર્થિક અને ભાવનાત્મક ટેકો મળતો નથી. પરંતુ આમ છતાં, આ લોકો પોતાની મહેનતથી પોતાની કારકિર્દીમાં ખૂબ આગળ વધે છે.

અંકશાસ્ત્ર અનુસાર આ જાતકો જીવનને પોતાની શરતોથી જીવવુ પસંદ કરે

અંકશાસ્ત્ર અનુસાર આ જાતકો જીવનને પોતાની શરતોથી જીવવુ પસંદ કરે છે. તેઓ ખુબજ સરળતાથી ઉંચાઇ પર પહોચી જાય છે. તેઓને ક્યારેય કોઇના સહારાની જરૂર નથી પડતી. આ જાતકો ખુબજ મજબૂત હોય છે. તેઓ ગમે તેટલા દુ:ખ કે મુશ્કેલીમાં હસતા રહીને પોતાનો રસ્તો કરી લેતા હોય છે.

Leave a Reply

Related Post