Numerology: આ 4 તારીખે જન્મેલ વ્યક્તિ દરેક કામમાં હોય પાવરધા

Numerology: આ 4 તારીખે જન્મેલ વ્યક્તિ દરેક કામમાં હોય પાવરધા
Email :

જો તમે ક્યારેય કોઈ એવી વ્યક્તિને મળ્યા છો જે હંમેશા હકારાત્મક વલણ ધરાવે છે, કોઈની નીચે કામ કરવાનું પસંદ નથી કરતા અને હંમેશા પોતાના ધ્યેય પ્રત્યે મક્કમ હોય છે, તો તે વ્યક્તિ મૂળાંક 1 હેઠળ આવે છે. જે લોકોનો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19 કે 28 તારીખે થયો હોય, તેમનો સ્વામી સૂર્ય હોય છે.

સૂર્યને ઉર્જા અને ભાગ્યનો કારક માનવામાં આવે છે અને તેથી જ આ લોકો હંમેશા ઉર્જાથી ભરપૂર હોય છે અને પોતાની મહેનતથી સફળતાના શિખરો સુધી પહોંચે છે. મૂળાંક નંબર 1ની આ ચાર તારીખે જન્મેલા લોકોના ગુણ અને વિશેષતાઓ શું છે?

સ્વતંત્રતા અને નેતૃત્ત્વ ક્ષમતા ધરાવે

મૂળાંક 1ના લોકો સ્વતંત્ર રહેવામાં માને છે. તેઓનો સ્વભાવ એવો હોય છે કે તેઓ કોઇની નીચે કામ નથી કરી શકતા. તેમની અંદર નેતૃત્વની ક્ષમતા ગજબની રહેલી હોય છે. તેઓ સ્વભાવથી જ બીજા કરતા અલગ પડે અને તેઓને જી હજુરી કરવી પસંદ નથી રહેતી. તેઓ નીડર અને સાહસથી ભરેલા હોય છે. તેઓ ગમે તેટલી મુશ્કેલ સ્થિતિમાં રસ્તો કાઢી લેવામાં પારવધા હોય છે. એક વખત જે પણ કામ હાથમાં લે તેને પૂર્ણ કરીને જ જંપે છે.

ભીડમાં પણ પોતાની અલગ ઓળખ ઉભી કરે

મૂળાંક 1ના લોકો પોતાનો રસ્તો ખુદ કાઢી લેતા હોય છે. આ લોકોને કોઇની નીચે કામ કરવુ પસંદ નથી આવતુ. તેઓ જે પણ કામ કરે ખુબજ ઇમાનદારી સાથે કરે છે. તેમની કામ પ્રત્યેની સમર્પણની ભાવના અને રચનાત્મક કાર્ય કરવાની ક્ષમતા તેમને ખાસ બનાવે છે. તેઓ જ પણ કાર્ય કરે છે તેમાં પોતાનો એક અલગ જ એંગલ આપી સૌથી અલગ અને સારી રીતે કામને પાર પાડે છે.

દૃઢ નિશ્ચયથી કામ કરે

જે પણ કામ કરે તેને આત્મવિશ્વાસ સાથે પાર પાડે છે. દરેક સ્થિતિમાં પોતાની જાતને ઢાળે છે. તેમની અંદર ગજબનો આત્મવિશ્વાસ હોય છે. મૂળાંક 1ના લોકો વ્યવસાય, રાજકારણ, વહીવટ અને સર્જનાત્મક ક્ષેત્રોમાં શ્રેષ્ઠતા ધરાવે છે. તેઓ સાહસિકતાના ક્ષેત્રમાં સફળ થાય છે કારણ કે તેમનામાં જોખમ લેવાની અને નવા વિચારો અપનાવવાની ક્ષમતા હોય છે. તેઓ કોઈના પર નિર્ભર રહેવાને બદલે પોતાના દમ પર આગળ વધવામાં માને છે. આ જ કારણ છે કે આ લોકો પોતાની કારકિર્દીમાં આત્મનિર્ભરતા તરફ આગળ વધે છે.

Leave a Reply

Related Post