WhatsApp એકાઉન્ટ એક પણ ડિવાઈસ ચાર? વોટ્સએપનું આવ્યું નવું ફીચર!:

WhatsApp એકાઉન્ટ એક પણ ડિવાઈસ ચાર? વોટ્સએપનું આવ્યું નવું ફીચર!
Email :

જો તમે પણ ઈચ્છો છો કે એક જ WhatsApp એકાઉન્ટને બે અલગ-અલગ સ્માર્ટફોનમાં એકસાથે વાપરી શકો તો હવે તે પણ થઈ શકશે, પહેલા આવું કરવું મુશ્કેલ હતું કારણ કે WhatsApp ફક્ત એક જ ફોન પર ચલાવવાની મંજૂરી આપતું હતું. પરંતુ હવે કંપનીએ એક નવું ફીચર લોન્ચ કર્યું છે જેમાં તમારું કામ ખૂબ જ સરળ થઈ જશે.

WhatsAppમાં Multi-Device ફીચર એક જ એકાઉન્ટ અને તે એકાઉન્ટને ચાર અલગ ડિવાઈસમાં વાપરી શકશો તેવી સુવિધા આપશે, અને તેમાં બીજા સ્માર્ટફોન પણ સામેલ છે. એટલે કે હવે તમારું કામ વધુ સરળ બનશે.

બે ફોન પર એક WhatsApp એકાઉન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો?

આ ફીચરને અપનાવવા માટે તમારે કોઈ હેક કે થર્ડ પાર્ટી એપની જરૂર નથી. ફક્ત કેટલાક સરળ સ્ટેપ્સ ફોલો કરો:

બીજા ફોન પર WhatsApp Install કરો - તેમજ યાદ રાખો, તેને ઇન્સ્ટોલ કરતી વખતે તમારો નંબર એન્ટર કરશો નહીં.
Link to Existing Account પર જાઓ હવે તમને એપ્લિકેશનની વેલકમ સ્ક્રીન પર આ ઓપ્શન મળશે, તેના પર કિલ્ક કરો.
QR કોડ સ્કેન કરો - હવે તે ફોનની સ્ક્રીન પર એક QR કોડ દેખાશે.
તમારા મેન ફોનમાંથી સ્કેન કરો - તે ફોન પર જાઓ જેમાં WhatsApp પહેલાથી જ ચાલી રહ્યું છે.

સેટિંગ્સ પર જાઓ

લિંક્ડ ડિવાઇસીસ વિકલ્પ પર ક્લિક કરો

હમણાં જ QR કોડ સ્કેન કરો

બસ! આ કર્યા પછી, તમારું WhatsApp બંને ફોન પર એક્ટિવ થઈ જશે. તમારી બધી ચેટ્સ, મેસેજ અને મીડિયા બંને ફોન પર સિન્ક રહેશે.

જો QR કોડ વિકલ્પ દેખાતો ન હોય તો શું?

તમે WhatsApp વેબનો ઓપ્શન પણ ટ્રાય કરી શકો છો. તેનાથી બીજા ફોનમાં બ્રાઉઝરથી WhatsAppનો ઉપયોગ પણ કરી શકો છો.

શું ડેટા સુરક્ષિત રહેશે?

WhatsApp ની આ મલ્ટી-ડિવાઇસ સુવિધા End To End એન્ક્રિપ્શન સાથે આવે છે, જેનો મતલબ છે કે તમારી પર્સનલ ચેટ્સ અને કોલ્સ સંપૂર્ણપણે સિક્યોર રહેશે. તમે એક ડિવાઇસ પર હોવ કે ચાર ડિવાઇસ પર, તમારી પ્રાઈવેસી સાથે કોઈ છેડા કરવામાં આવશે નહીં.

Leave a Reply

Related Post