પાટણમાં ભૂગર્ભ ગટર લીકેજ: ટાંકવાડા વિસ્તારમાં ખુલ્લો ખાડો અકસ્માતનું જોખમ, દુર્ગંધથી સ્થાનિકો પરેશાન, લોકોની મુશ્કેલીમાં વધારો

પાટણમાં ભૂગર્ભ ગટર લીકેજ:ટાંકવાડા વિસ્તારમાં ખુલ્લો ખાડો અકસ્માતનું જોખમ, દુર્ગંધથી સ્થાનિકો પરેશાન, લોકોની મુશ્કેલીમાં વધારો
Email :

પાટણ શહેરના ટાંકવાડા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની સમસ્યા ગંભીર બની છે. નગરપાલિકાની ભૂગર્ભ શાખા દ્વારા મુખ્ય જાહેર રસ્તા પર ખોદવામાં આવેલો ખાડો અનેક દિવસોથી ખુલ્લો છોડી દેવામાં આવ્યો છે, જે સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકો માટે મોટું જોખમ બની ગયો છે. આ વિસ્તારમાં પીવાનું પાણી છોડવામાં આવે ત્યારે

ભૂગર્ભ ગટરના ખાડામાંથી દુર્ગંધયુક્ત દૂષિત પાણી રસ્તા પર વહે છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, નગરપાલિકાના કર્મચારીઓ કામગીરી માટે આવે છે પરંતુ તેને અધૂરી છોડીને જતા રહે છે. આ સમસ્યા વારંવાર બને છે, જેના કારણે લોકોને ભારે અગવડતાનો સામનો કરવો પડે છે. વિશેષ ચિંતાનો વિષય એ છે કે

આ માર્ગ પરથી મોટી સંખ્યામાં વાહનોની અવરજવર થાય છે અને ખુલ્લા ખાડામાં કોઈ વાહન ખાબકે તો મોટી દુર્ઘટના સર્જાવાની શક્યતા છે. સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓએ નગરપાલિકા પાસે ઝડપથી સમારકામ પૂરું કરવાની માંગ કરી છે. આ સમસ્યાનું તાત્કાલિક નિરાકરણ લાવવું જરૂરી છે જેથી લોકોની સુરક્ષા અને સ્વચ્છતા જળવાઈ રહે.

Related Post