વિદ્યાસહાયક ભરતીમાં અનામત કેટેગરીના ઉમેદવારોનો વિરોધ: ગાંધીનગરમાં SEBC-SC ઉમેદવારોનું ધરણા પ્રદર્શન, 27% અને 7% અનામતની માગ

વિદ્યાસહાયક ભરતીમાં અનામત કેટેગરીના ઉમેદવારોનો વિરોધ:ગાંધીનગરમાં SEBC-SC ઉમેદવારોનું ધરણા પ્રદર્શન, 27% અને 7% અનામતની માગ
Email :

ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે ટેટ-1 અને ટેટ-2ના SEBC અને SC કેટેગરીના ઉમેદવારોએ ધરણા પ્રદર્શન કર્યું છે. વિદ્યાસહાયકની 5000 જગ્યાઓ માટે રોસ્ટર પ્રથા નાબૂદ કરવાની માગ કરવામાં આવી છે. સરકારે 17મીએ જાહેર કરેલા ફાઇનલ મેરિટ લિસ્ટમાં જિલ્લા પ્રમાણે કેટેગરી મુજબ જગ્યા ફાળવણીનું લિસ્ટ બહાર

પાડ્યું છે. SEBC અને SC કેટેગરીમાં બંધારણીય જોગવાઈ કરતાં ઓછી જગ્યાઓ ફાળવવામાં આવી છે. ઉમેદવારોનું કહેવું છે કે, આ ભરતી વર્ષો પછી થઈ રહી છે. ઘણા ઉમેદવારોની ઉંમર વધી ગઈ છે. જનરલ કેટેગરીમાં ફાળવેલી જગ્યાઓ માટે પૂરતા ઉમેદવારો મળવા મુશ્કેલ છે. બીજી તરફ

અનામત કેટેગરીમાં ઓછી જગ્યાઓ ફાળવવામાં આવી છે, જ્યારે ઉમેદવારોની સંખ્યા વધારે છે. પ્રદર્શનકારીઓની માગ છે કે, બંધારણીય જોગવાઈ મુજબ SEBC માટે 27% અને SC માટે 7% જગ્યાઓ ફાળવવામાં આવે. આ રીતે દરેક કેટેગરીના ઉમેદવારોને ન્યાય મળશે અને પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકોની ઘટ પણ પૂરી થશે.

Leave a Reply

Related Post