મન્ડે મેગા સ્ટોરી: ટેક્નિકલ ખામી અને ટ્રાફિક પોલીસની ભૂલથી રોજ જનરેટ થતાં 4 હજાર ઈ-મેમોમાંથી 200 ખોટા હોય છે

મન્ડે મેગા સ્ટોરી:ટેક્નિકલ ખામી અને ટ્રાફિક પોલીસની ભૂલથી રોજ જનરેટ થતાં 4 હજાર ઈ-મેમોમાંથી 200 ખોટા હોય છે
Email :

ટેકનિકલ તેમજ માનવીય ભૂલને કારણે રોજ સરેરાશ 200 અમદાવાદીને ટ્રાફિકના નિયમના ભંગ બદલ ખોટી રીતે ઈ-મેમો ફટકારાય છે. રોજ જનરેટ થતાં સરેરાશ 4 હજાર મેમોમાંથી 5 ટકા ખોટા હોય છે. રોજ સરેરાશ 80 વાહનચાલક ખોટી રીતે અપાયેલા ઈ-મેમો રદ કરાવવા ટ્રાફિક પોલીસને ઈ-મેઈલ કરી રહ્યા છે. ચાર રસ્તા પરના સીસીટીવી કેમેરા

તેમજ ટ્રાફિક કર્મચારીઓને આપેલી એપમાંથી મેમો જનરેટ થાય છે. જેને ઈ-મેમો ફટકારાયો હોય છે તેના વાહનની જગ્યાએ ફોટામાં બીજું વાહન હોય છે પણ નંબર સાચો હોય છે. ટેકનિકલ ખામીની વાત કરીએ તો કેટલાક વાહનની નંબર પ્લેટ ઘસાઈ ગયેલી હોવાથી નંબર સરખો દેખાતો નથી. આ ઉપરાંત સીસીટીવીથી જે ફોટો પાડવામાં આવતો

હોય તે સ્પષ્ટ ન દેખાતો હોવાથી ભળતા નંબર પર ચલણ જનરેટ થાય છે. પોલીસ એપથી ફોટો પાડે પછી વાહનની માહિતી ભરતી વખતે નંબર પ્લેટના આંકડા કે સિરીઝ આઘાપાછા થઈ જતા ખોટો મેમો આવે છે. કિસ્સો-1: નિયમ ભંગ રિક્ષાએ કર્યો અને મેમો ટુવ્હીલરના માલિકને ફટકારાયો 1 ઓક્ટોબરે ઈશ્યૂ થયેલા ઈ-મેમોમાં પાર્કિંગના નિયમના ભંગ

બદલ રૂ.500 દંડ ફટકારાયો હતો. આ વાહનમાલિક પાસે ટુવ્હીલર છે અને તેઓ ત્યાં ગયા પણ ન હતા, ઈ-ચલણમાં ફોટો રિક્ષાનો હતો પણ નંબર ટુવ્હીલરનો હતો. કિસ્સો-2: હિંમતનગરના ટુવ્હીલરને અંધજન મંડળના CCTV પરથી મેમો મળ્યો એક વાહનમાલિકને 13 નવેમ્બરે અંધજન મંડળ પાસેથી સિગ્નલ ભંગનું ઈ-ચલણ મળ્યું હતું. માલિકનું કહેવું છે કે, આ

તારીખે તેઓ હિંમતનગર ખાતે હતા. ઈ-ચલણમાં ફોટો પણ દર્શાવાયો ન હતો. કિસ્સો-3: સિગ્નલ જમ્પ કરનારા વાહનને નહીં, ઈ-વ્હીકલને ચલણ અપાયું 22 જાન્યુઆરીએ અંકુર ચારરસ્તા પાસે એક ટુવ્હીલરે સિગ્નલ જમ્પ કર્યું હતું. પરંતુ ટેનિકલ ખામીને લીધે ઈ-મેમો ઈલેક્ટ્રિક ટુવ્હીલર ચાલકને મળ્યો. ફોટામાં એક્ટિવા હતું પરંતુ આ ચાલક પાસે આવું હતું જ નહીં. ઈ-ચલણ

ખોટું હોય તો રદ કરી આપવામાં આવે છે કોઈપણ વાહનચાલકને ખોટો ઈ-મેમો મળ્યો હોય તો તેઓ ટ્રાફિક પોલીસના ઈ-મેઈલ આઈડી csitms-ahd@gujarat.gov.in પર મેલ કરી શકો છો. કમિશનર કચેરી જઈને પણ મેમો રદ કરાવી શકો છો. ખોટા ઈ-મેમો રદ કરાવવા રોજ સરેરાશ 80 ઈ-મેઈલ આવતા હોય છે. - બળદેવ વાઘેલા, ડીસીપી ટ્રાફિક એડમિન

Related Post