'ઉન્હેં કશ્મીર ચાહિએ ઔર હમેં ઉન્કા સિર': આદિત્ય ધર અને વિવેક અગ્નિહોત્રીએ પોસ્ટ કરી ગુસ્સો ઠાલવ્યો, કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન થયું છે

'ઉન્હેં કશ્મીર ચાહિએ ઔર હમેં ઉન્કા સિર':આદિત્ય ધર અને વિવેક અગ્નિહોત્રીએ પોસ્ટ કરી ગુસ્સો ઠાલવ્યો, કહ્યું- ઇતિહાસનું પુનરાવર્તન થયું છે
Email :

22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકી હુમલા પર બોલિવૂડ સેલેબ્સ ગુસ્સે વ્યક્ત કર્યો હતો. આ દરમિયાન 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક'ના ડિરેક્ટરે કહ્યું છે કે- 'ઉન્હેં કશ્મીર ચાહિએ ઔર હમે ઉન્કા સિર.' સ્વાભાવિક છે કે અહીં પાકિસ્તાન વિશે વાત કરવામાં આવી રહી છે, કારણ કે આ હુમલામાં પાકિસ્તાની આતંકીઓ સામેલ હતા. 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર તેમની ફિલ્મોના ઉદાહરણો ટાંકીને એક નિવેદન પણ આપ્યું છે. વિવેક અગ્નિહોત્રીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લખ્યું છે કે- સાંપ્રદાયિક હિંસા મૃતદેહોની સાથે બીજી

પણ ઘણી બધી છાપ છોડી જાય છે. તે એક ખાલીપો પણ પેદા કરે છે. ઘરો રાખમાં ફેરવાઈ જાય છે, જીવન બરબાદ થઈ જાય છે, પરિવારો ફરી ક્યારેય મળી શકતા નથી. આ પીડા ફક્ત શારીરિક નથી, તે ધીમી પીડાદાયક વેદના છે. એક માતા પોતાના દીકરાને શોધી રહી છે. આ ધાર્મિક કટ્ટરવાદની માનવીય કિંમત છે, જ્યાં શ્રદ્ધા એક શસ્ત્ર બની જાય છે અને મતભેદો મૃત્યુદંડ બની જાય છે. વિવેક આગળ લખે છે, કટ્ટરવાદનું મારણ મૌન કે ઇનકાર નથી પરંતુ

જાગૃતિ છે. હું મારી આર્ટનો ઉપયોગ જાગૃતિ લાવવા માટે કરું છું. એવી કલા જે સત્યથી શરમાતી નથી. મારી ફિલ્મો ફક્ત વાર્તાઓ નથી, તે એવી જગ્યાઓ છે જ્યાં હાજરી કરતાં ગેરહાજરી મોટેથી શોર કરે છે. હું ફિલ્મો કોઈ આઘાત આપવા માટે નહીં, પણ યાદ અપાવવા માટે બનાવવું છું. મારી ફિલ્મો એક વિરોધ છે, તે શોક છે, તે સ્મૃતિ છે. કારણ કે જ્યારે આપણે અંધકારનો સામનો કરીએ છીએ ત્યારે જ આપણે તેની સામે લડવાનું શરૂ કરી શકીએ છીએ. પુલવામા હુમલા

પર આધારિત ફિલ્મ 'ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈક'ના ડિરેક્ટર આદિત્ય ધરે લખ્યું છે કે- 'ઉન્હેં કશ્મીર ચાહિએ ઔર હમે ઉન્કા સિર.' 'હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા હતા' ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના નિર્માતા અભિષેક અગ્રવાલે પણ આતંકી હુમલાની કડક નિંદા કરી છે અને કહ્યું છે કે- આ હુમલામાં હિન્દુઓને નિશાન બનાવવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે- પહેલગામમાં પ્રવાસીઓને નિર્દયતાથી મારી નાખવામાં આવ્યા હતા, તેમને બળજબરીથી તેમના પેન્ટની ઝિપ ખોલવા માટે કહેવામાં આવ્યું હતું કે તેઓ સુન્નત થયા છે કે નહીં. જો

તેઓ થયા હોય તો તેમને ગોળી મારી દેવામાં આવી. આ સ્પષ્ટપણે હિન્દુઓની લક્ષિત હત્યા છે, બીજું કંઈ નહીં. આમાં કંઈ નવું નથી. તેની શરૂઆત કાશ્મીરી પંડિતોના લક્ષિત હત્યાકાંડ અને હિજરતથી થઈ. જ્યારે અમે 'ધ કાશ્મીર ફાઇલ્સ' બનાવી, ત્યારે ત્રણ દાયકા પછી, અમારા કન્ટેન્ટની પ્રામાણિકતા પર પ્રશ્ન ઊઠાવવામાં આવ્યો, ભલે વાસ્તવિકતા ફિલ્મ કરતાં ઘણી વધુ ભયાનક હતી. પહેલગામમાં જે બન્યું તે ઇતિહાસનું પુનરાવર્તન છે. તમિલનાડુ, કર્ણાટક, ઓડિશા, ગુજરાત અને મહારાષ્ટ્રના પ્રવાસીઓને ફક્ત એટલા માટે નિશાન બનાવવામાં આવ્યા કારણ કે

તેઓ હિન્દુ હતા. તેમની જાતિ કે ભાષાને કારણે નહીં. મુર્શિદાબાદમાં પણ આપણે એ જ નફરત જોઈ, 400 હિન્દુ પરિવારોને સ્થળાંતર કરવું પડ્યું, હરગોવિંદ દાસ અને તેમના પુત્ર ચંદન દાસને ફક્ત મૂર્તિઓ બનાવવા બદલ મારી નાખવામાં આવ્યા. હવે અમે આ ખતરાના મૂળને ઉજાગર કરવા માટે 'ધ દિલ્હી ફાઇલ્સ - ધ બંગાળ ચેપ્ટર' લાવી રહ્યા છીએ. મુર્શિદાબાદ હોય કે કાશ્મીર, પેટર્ન એકસરખી જ છે. જ્યારે અમે સત્ય બતાવીએ છીએ, ત્યારે લોકો તેને જૂઠ કહે છે, ભલે સત્ય તેમની સામે હોય.

Leave a Reply

Related Post