પાકિસ્તાનમાં 17 વર્ષની TikTok સ્ટારની બર્થ ડે પર જ હત્યા: મહેમાન બનીને આવેલાં હુમલાખોરે ઘરમાં ઘૂસીને અંધાધૂધ ફાયરિંગ કર્યું, મૃતદેહને લઈ જવાતો વીડિયો વાઇરલ થયો

પાકિસ્તાનમાં 17 વર્ષની TikTok સ્ટારની બર્થ ડે પર જ હત્યા:મહેમાન બનીને આવેલાં હુમલાખોરે ઘરમાં ઘૂસીને અંધાધૂધ ફાયરિંગ કર્યું, મૃતદેહને લઈ જવાતો વીડિયો વાઇરલ થયો
Email :

પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સના યુસુફની તેના જ ઘરમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ હત્યા ઇસ્લામાબાદના G-13 વિસ્તારમાં થઈ હતી. ગોળીબાર કર્યા પછી હુમલાખોર ભાગી ગયો હતો. 17 વર્ષની સના યુસુફ મૂળ ચિત્રાલની રહેવાસી હતી. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ લોકપ્રિય હતી. સના ખાસ કરીને ચિત્રાલની સંસ્કૃતિ, મહિલા અધિકારો, શિક્ષણ જાગૃતિ અને કોમેડીથી ભરેલી રીલ્સ માટે જાણીતી હતી. સનાના ટિકટોક પર 7.25 લાખ ફોલોઅર્સ છે અને ઇન્સ્ટાગ્રામ પર લગભગ 5 લાખ

ફોલોઅર્સ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, સનાના જન્મદિવસ પર એક વ્યક્તિ સંબંધી તરીકે તેના ઘરમાં ઘૂસી ગઈ હતી. પોલીસનું કહેવું છે કે આરોપીએ પહેલા ઘરની બહાર સના સાથે થોડીવાર વાત કરી અને પછી ઘરની અંદર આવીને ગોળીબાર કર્યો. સનાને ખૂબ નજીકથી બે ગોળી વાગી હતી, જેના પછી તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. સના એક સામાજિક કાર્યકર્તાની પુત્રી હતી અને હાલમાં મેડિકલનો અભ્યાસ કરી રહી હતી. તેનો આકર્ષક અંદાજ અને દેખાવને કારણે લોકોએ તેની તુલના પ્રખ્યાત અભિનેત્રી

હાનિયા આમિર સાથે પણ કરી. આ ઘટના બની ત્યારે સનાનાં માતાપિતા ઘરે નહોતાં. જ્યારે તેઓ પહોંચ્યાં ત્યારે સનાને તાત્કાલિક PIMS હોસ્પિટલમાં લઈ જવામાં આવી, પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી. પોસ્ટમોર્ટમ પછી સનાના અંતિમસંસ્કાર ઇસ્લામાબાદના H-8 કબ્રસ્તાનમાં કરવામાં આવ્યા. પોલીસ ઓનર કિલિંગની પણ તપાસ કરી રહી છે પોલીસે એફઆઇઆર નોંધીને કેસની તપાસ શરૂ કરી છે. તેણે ગુનાના સ્થળેથી પુરાવા એકત્રિત કર્યા છે અને વિસ્તારના સીસીટીવી ફૂટેજ સ્કેન કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ

ધરપકડ કરવામાં આવી નથી. હત્યા પાછળનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી. હાલમાં શંકાસ્પદ વ્યક્તિને ઓળખવા અને ધરપકડ કરવા માટે અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે તેઓ ઓનર કિલિંગની શક્યતા સહિત તમામ સંભવિત હેતુઓને ધ્યાનમાં લઈ રહ્યા છે. જોકે શરૂઆતની તપાસમાં એ સ્પષ્ટ નથી થયું કે તેની હત્યા પાછળનું સાચું કારણ શું હતું. પોલીસ આ કેસની દરેક દૃષ્ટિકોણથી તપાસ કરી રહી છે, જે પરસ્પર દુશ્મનાવટ, વ્યક્તિગત વિવાદ કે અન્ય કોઈ કારણ હોઈ શકે

છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઇરલ થઈ રહ્યો છે, જેમાં સનાનો પરિવાર તેના મૃતદેહને લઈ જઈ રહ્યો છે. સનાની હત્યાના સમાચાર ફેલાતાં જ સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ. પાકિસ્તાનમાં ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે માત્ર દુઃખ જ વ્યક્ત કર્યું નથી, પરંતુ પાકિસ્તાનમાં મહિલાઓની સુરક્ષા અંગે પણ ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ઘણા લોકો સના યુસુફ માટે ન્યાયની માગ કરી રહ્યા છે. એ જ સમયે સનાની હત્યા બાદ કેટલાક કટ્ટરપંથીઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે. પિતાએ હીરા

અનવરની ગોળી મારીને હત્યા કરી હતી આ કેસની સરખામણી જાન્યુઆરીમાં ક્વેટામાં થયેલા બીજા કેસ સાથે કરવામાં આવી રહી છે, જ્યાં એક છોકરીની સોશિયલ મીડિયા પોસ્ટ માટે હત્યા કરવામાં આવી હતી. હીરા અનવર (15 વર્ષ)ને તેના જ પરિવાર દ્વારા ટિકટોક વીડિયો બનાવવા બદલ મારી નાખવામાં આવી હતી. આ ઓનર કિલિંગ છોકરીના પિતા અનવરુલ-હક અને છોકરીના મામા તૈયબ અલી દ્વારા કરવામાં આવ્યું હતું. હીરાના પિતા સોશિયલ મીડિયા પર તેની હાજરીથી નારાજ હતા અને તેમને ટિકટોક પર વીડિયોઝ

અપલોડ કરવાની તેની આદત પસંદ નહોતી. તેમણે તેને આવા વીડિયોઝ બનાવવાની મનાઈ ફરમાવી હતી, પરંતુ હીરાએ તેના પિતાની વાત સાંભળવાનો ઇનકાર કર્યો હતો. અનવરુલ-હક ઘણાં વર્ષોથી તેના પરિવાર સાથે અમેરિકામાં રહેતો હતો. તે 15 જાન્યુઆરીએ હીરા સાથે પાકિસ્તાન પાછો ફર્યો, જ્યારે તેની પત્ની અને બે પુત્રી અમેરિકામાં જ રહી. ત્યાર બાદ અનવરુલ-હક અને તૈયબ અલીએ 28 જાન્યુઆરીએ ક્વેટાની એક શેરીમાં હીરા પર ગોળીબાર કર્યો. 9 વર્ષ પહેલા કંદીલ બલોચની હત્યા થઈ હતી પાકિસ્તાનમાં પહેલા પણ ઘણા

સોશિયલ મીડિયા સ્ટાર્સની હત્યા થઈ ચૂકી છે. 9 વર્ષ પહેલાં કંદીલ બલોચ નામની સોશિયલ મીડિયા સ્ટારની તેના જ ઘરમાં હત્યા કરવામાં આવી હતી. કંદીલ બલોચને પાકિસ્તાનની પહેલી સોશિયલ મીડિયા સેલિબ્રિટી માનવામાં આવતી હતી. તેણે તેના બોલ્ડ અને વિવાદાસ્પદ વીડિયો અને પોસ્ટ્સ દ્વારા હેડલાઇન્સ બનાવી હતી, જેમાં તેણે તેના રોજિંદા જીવન અને મહિલા અધિકારો વિશે વાત કરી હતી. 17 વર્ષની ઉંમરે તેણે 2008માં તેની માતાના પિતરાઈ ભાઈ આશિક હુસૈન સાથે લગ્ન કર્યાં, પરંતુ શારીરિક અને માનસિક ત્રાસને

કારણે તેણે તેના પતિને છોડી દીધો અને 2010માં કરાચી રહેવા ગઈ. તેણે તેના એક પુત્રની કસ્ટડી પણ છોડવી પડી. કંદીલની તેના બોલ્ડ ફોટા અને વીડિયો માટે પાકિસ્તાનમાં ટીકા થઈ હતી. 15 જુલાઈ 2016ના રોજ બલોચના મુલતાનમાં તેનાં માતા-પિતાના ઘરે સૂતી હતી ત્યારે ગળું દબાવીને હત્યા કરવામાં આવી હતી. તેના ભાઈ વસીમે હત્યાની કબૂલાત કરતાં કહ્યું કે તે પરિવારના સન્માનને કલંકિત કરી રહી હતી. કંદીલ સની લિયોન, રાખી સાવંત અને પૂનમ પાંડેને તેના પ્રેરણાસ્ત્રોત માનતી હતી.

Leave a Reply

Related Post