પાકિસ્તાની મીડિયા ચેનલો હવામાં આવી ગઈ: 'સરદાર જી 3'ના રિલીઝ વિશે ભારતને પડકાર્યું

પાકિસ્તાની મીડિયા ચેનલો હવામાં આવી ગઈ:'સરદાર જી 3'ના રિલીઝ વિશે ભારતને પડકાર્યું: દિલજીતની પ્રશંસાના બહાને ઉશ્કેરતાં કહ્યું, શીખ બહુ બહાદુર હોય છે
Email :

દિલજીત દોસાંઝે પાકિસ્તાની એક્ટ્રેસ હાનિયા આમિર સાથે 'સરદાર જી 3'માં કામ કર્યું છે, જે 27 જૂને વિદેશમાં રિલીઝ થઈ રહી છે. ભારતમાં આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને દિલજીત પર રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. દરમિયાન પાકિસ્તાની મીડિયા ચેનલો આ મુદ્દા પર ભારતને વધુ ને વધુ ટોણા મારી રહી છે. તાજેતરમાં એક પાકિસ્તાની ચેનલે દિલજીતની પ્રશંસા કરીને ભારતને પડકાર ફેંક્યો છે. પાકિસ્તાની ટીવી પ્રેઝન્ટર નાદિયા ખાને રાઇઝ ઓફ 365 ન્યૂઝ ચેનલના મોર્નિંગ શોમાં દિલજીત દોસાંઝની પ્રશંસા કરતાં કહ્યું હતું કે શીખો કોઈથી ડરતા નથી. હાનિયા આમિર અને દિલજીત દોસાંઝની ફિલ્મ ઘણી અફવાઓ

અને વિવાદો વચ્ચે બનાવવામાં આવી હતી. ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે ફિલ્મનું ફરીથી શૂટિંગ કરવાનું કહેવામાં આવ્યું હતું, જેથી કોઈ પાકિસ્તાની એક્ટ્રેસ ફિલ્મમાં ન આવી શકે. એ પછી શાંતિ સ્થપાઈ ગઈ, પરંતુ હવે આ ફિલ્મ 27 જૂને પાકિસ્તાનની હાનિયા આમિર સાથે રિલીઝ થઈ રહી છે. તમે જે કરવા માગો છો એ કરો. વાહ, ભાઈ શીખ ભાઈ છે, બધા નિર્માતાઓ શીખ છે, કલાકારો શીખ છે. તેઓ કોઈથી ડરતા નથી.' દરમિયાન તેના સહ પ્રેઝન્ટેટર ઝોહેબ હસને કહ્યું, શીખ સમુદાય પહેલાંથી જ ત્યાં જાતિવાદનો સામનો કરી રહ્યો છે. તેમણે એક ફિલ્મ બનાવી છે, તો તમે કોણ છો? આગળ નાદિયા ખાને

કહ્યું, 'ફિલ્મ રિલીઝ થઈ રહી છે. હું કહું છું કે તેમની રણનીતિ અદ્ભુત હતી. તેઓ ચૂપ રહ્યા, કંઈ કહ્યું નહીં. એ પછી બધાને લાગ્યું કે હાનિયાને ફિલ્મમાંથી કાઢી મૂકવામાં આવી છે. દિલજીત ચૂપ રહ્યો, પરંતુ હવે જ્યારે 'સરદાર જી 3'નું ટ્રેલર આવ્યું છે, ત્યારે એમાં ઘણાં બધાં દૃશ્યોમાં હાનિયા આમિર છે, ફક્ત થોડા જ નહીં, ઘણા બધા છે, તેઓ દરેક જગ્યાએ છે અને ભારતમાં દિલજીત દોસાંઝનો બહિષ્કાર થઈ રહ્યો છે, જે તેમનો સૌથી મોટો સ્ટાર છે. તેઓ તેની પાછળ પડી ગયા છે. તેઓ કહી રહ્યા છે કે તે દેશદ્રોહી છે અને ખૂબ જ તીવ્ર પ્રતિક્રિયા આવી

રહી છે. તમે જે ઈચ્છો એ કરો, ફિલ્મ રિલીઝ થશે. હું ઈચ્છું છું કે એ પાકિસ્તાનમાં રિલીઝ થાય.' જણાવી દઈએ કે ફિલ્મ 'સરદાર જી 3'નું ટ્રેલર 23 જૂને રિલીઝ થયું હતું. ત્યારથી દિલજીત પર રાજદ્રોહનો આરોપ લગાવવામાં આવી રહ્યો છે. તાજેતરમાં FWICE (ફિલ્મ ફેડરેશન ઓફ વેસ્ટર્ન સિને એમ્પ્લોયીઝ)એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વિદેશમંત્રી એસ. જયશંકર અને માહિતી અને પ્રસારણમંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને દિલજીત અને ફિલ્મ સાથે સંકળાયેલા નિર્માતાઓની નાગરિકતા રદ કરવાની માગ કરી છે. બીજી તરફ, હાનિયા આમિરને પાકિસ્તાનમાં દિલજીત સાથે કામ કરવા બદલ ઘણી પ્રશંસા મળી રહી છે. વિવાદોથી બચવા માટે

નિર્માતાઓએ ફિલ્મને ભારતમાં નહીં, પણ વિદેશમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. આ અંગે દિલજીતનું નિવેદન પણ બહાર આવ્યું છે. બીબીસી એશિયન નેટવર્કને આપેલા એક ઇન્ટરવ્યૂમાં તેમણે કહ્યું, જેમાં તેમણે હાનિયા આમિર સાથે કામ કરવા અંગે પોતાની પહેલી પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું હતું કે જ્યારે આ ફિલ્મ બનાવવામાં આવી હતી ત્યારે પરિસ્થિતિ સારી હતી. જ્યારે અમે ફેબ્રુઆરીમાં શૂટિંગ કર્યું હતું ત્યારે પરિસ્થિતિ સારી હતી. ઘણી વસ્તુઓ અમારા હાથમાં નથી. નિર્માતાઓએ નક્કી કર્યું કે એ ભારતમાં રિલીઝ થશે નહીં, તેથી ચાલો એને વિદેશમાં રિલીઝ કરીએ. તેમના મનમાં હતું કે નુકસાન થશે, કારણ કે તમે કોઈ ક્ષેત્રને દૂર

કરી રહ્યા છો. દિલજીતે આગળ કહ્યું, જ્યારે મેં ફિલ્મ સાઇન કરી ત્યારે બધું બરાબર હતું. હવે પરિસ્થિતિ અમારા હાથમાં નથી. જો તેઓ એને બહાર રિલીઝ કરવા માગતા હોય તો હું તેમની સાથે છું. હાનિયા આમિર સાથે કામ કરવા અંગે દિલજીતે કહ્યું- તે ખૂબ જ પ્રોફેશનલ છે. જ્યારે અમે કામ કરતાં હતાં ત્યારે બહુ સમય નહોતો મળતો. હું તેના કામનો ખૂબ આદર કરું છું. હું હંમેશાં બધાની ગોપનીયતાનો આદર કરું છું. હું પોતે ખૂબ જ ખાનગી છું, તેથી હું બીજાઓને પણ સ્પેસ આપું છું. ખાસ કરીને છોકરીઓને. અમારી વચ્ચે ચોક્કસ મુદ્દા પૂરતી જ વાત થતી હતી.

Leave a Reply

Related Post