'પલક મારી સારી દોસ્ત અને ખૂબ જ સ્વીટ છે': ઇબ્રાહિમ અલીએ મૌન તોડતાં કહ્યું- મારો પહેલો ક્રશ દીપિકા પાદુકોણ હતી; તેના માટે હું દીવાનો હતો

'પલક મારી સારી દોસ્ત અને ખૂબ જ સ્વીટ છે':ઇબ્રાહિમ અલીએ મૌન તોડતાં કહ્યું- મારો પહેલો ક્રશ દીપિકા પાદુકોણ હતી; તેના માટે હું દીવાનો હતો
Email :

ઇબ્રાહિમ અલી ખાન પોતાના અંગત જીવનને કારણે સમાચારમાં રહે છે. તેનું નામ ઘણીવાર એક્ટ્રેસ પલક તિવારી સાથે જોડાય છે. હવે તાજેતરમાં જ ઈબ્રાહિમે પલકને ડેટ કરવાના સમાચાર પર પોતાનું મૌન તોડ્યું છે. તેણે કહ્યું કે અમે ખૂબ સારા મિત્રો છીએ. ફિલ્મફેર મેગેઝિનને આપેલા ઇન્ટરવ્યૂ દરમિયાન, જ્યારે ઇબ્રાહિમ અલી ખાનને તેના અને પલક તિવારીના સંબંધો વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું, 'પલક મારી ખૂબ જ સારી મિત્ર છે. તે ખૂબ જ સ્વીટ છે, હું ફક્ત એટલું જ કહી શકું છું.' ઇબ્રાહિમને દીપિકા પાદુકોણ પર ક્રશ હતો ઇબ્રાહિમે વધુમાં ખુલાસો કર્યો કે

જ્યારે તે મોટો થઈ રહ્યો હતો ત્યારે તેને દીપિકા પાદુકોણ પર ક્રશ હતો. તેણે કહ્યું, 'મને યાદ છે કે હું સાત કે આઠ વર્ષનો હતો. મારા પિતા યુકેમાં ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'લવ આજ કલ'નું શૂટિંગ કરી રહ્યા હતા. અને હું વિચારી રહ્યો હતો, વાહ... દીપિકા પાદુકોણ. તે સમયે મને મારો પહેલો ક્રશ થયો હતો. હું ખૂબ જ નાનો હતો અને દીપિકા માટે દીવાનો હતો. હું ફક્ત એક વાર દીપિકાને જોવા માગતો હતો. અને પછી મને ખ્યાલ આવ્યો કે મારા પિતા કેટલા મોટા એક્ટર છે કે દીપિકા પાદુકોણ તેમની સાથે ફિલ્મ કરી

રહી હતી. ઈબ્રાહિમ અને પલક વચ્ચે ઘણા સમયથી અફેરની ચર્ચા ચાલી રહી છે. ઈબ્રાહિમ અને પલક ઘણી વખત સાથે જોવા મળ્યા છે. મોડી રાતની પાર્ટી હોય કે સાથે ફિલ્મ જોવા જવાનું હોય, બંને ઘણીવાર સાથે જોવા મળે છે. ઇબ્રાહિમ અલી ખાન ઘણી વખત પલકને લોકોથી બચાવતો જોવા મળ્યો હતો. ઇબ્રાહિમે 'નાદાનિયાં' થી ડેબ્યૂ કર્યું હતું. અમૃતા સિંહ અને સૈફ અલી ખાનના પુત્ર ઇબ્રાહિમ અલી ખાને ફિલ્મ 'નાદાનિયાં' થી એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. તેમની પહેલી ફિલ્મ OTT પ્લેટફોર્મ Netflix પર રિલીઝ થઈ હતી, જેમાં તેણે ખુશી કપૂર સાથે કામ કર્યું હતું.

Leave a Reply

Related Post