પલક તિવારીએ 'ધ ભૂતની' ફિલ્મના શૂટિંગની યાદો વાગોળી: કહ્યું- હું સંજય દત્તના ગિવિંગ નેચર પર આફરીન છું; ફિલ્મના દરેક ડાયલોગ પર ખૂબ હસ્યા

પલક તિવારીએ 'ધ ભૂતની' ફિલ્મના શૂટિંગની યાદો વાગોળી:કહ્યું- હું સંજય દત્તના ગિવિંગ નેચર પર આફરીન છું; ફિલ્મના દરેક ડાયલોગ પર ખૂબ હસ્યા
Email :

પલક તિવારી ફિલ્મ ઇન્ડસ્ટ્રીની એક ઉભરતી એક્ટ્રેસ છે. મ્યુઝિક વીડિયોથી પોતાની કરિયરની શરૂઆત કરનાર પલકે અત્યાર સુધીમાં બે ફિલ્મો કરી છે. આ બંને ફિલ્મોમાં તેને બોલિવૂડના દિગ્ગજ એક્ટર્સ સલમાન ખાન અને સંજય દત્તનો સાથ મળ્યો હતો.ત્યારે હવે પલકની નવી ફિલ્મ 'રોમિયો' ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. એક્ટ્રેસે ન્યુ ગુજરાત સાથે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કરિયર અને પરિવાર વિશે વાત કરી અહીં વાંચો તે ઇન્ટરવ્યૂના રસપ્રદ અંશો ... પ્રશ્ન: પલક, તું 'બિજલી-બિજલી' ગીત પછી ફરી એકવાર 'ધ ભૂતની'માં એક સુપર નેચરલ પાત્રમાં જોવા મળી રહી છે. તને કેવું લાગે છે? 'હા, તમે મને અહેસાસ કરાવ્યો કે મેં બે સુપર નેચરલ પાત્રો ભજવ્યા છે. કદાચ કોઈ જોડાણ હશે. 'ધ ભૂતની'માં મૌની પાસે બધા જ સુપર પાવર્સ હોય છે. હું એક સામાન્ય છોકરી છું જે પરિસ્થિતિને કારણે સુપર નેચરલ પ્રવૃત્તિઓ કરે છે. જીવન ખૂબ જ કંટાળાજનક છે, આવી સ્થિતિમાં જ્યારે કંઈક જાદુઈ બને છે, ત્યારે મજા આવે છે. મને આવી ફિલ્મો કે

મ્યુઝિક વીડિયોનો ભાગ બનવાની ખરેખર મજા આવે છે.' પ્રશ્ન: પલક, આજકાલ દર્શકો હોરર કોમેડી શૈલીને ખૂબ પસંદ કરી રહ્યા છે. તને આ શૈલી કેટલી ગમે છે? 'મને હસવું ગમે છે. સાચું કહું તો, હું સરળતાથી રડી શકું છું. તાજેતરમાં હું બાળકોની ફિલ્મ 'નાર્નિયા' જોઈ રહી હતી. પહેલી દસ મિનિટમાં જ હું રડવા લાગી. કોઈને સમજાયું નહીં કે હું કેમ રડી રહી હતી. મને સહેલાઈથી રડવું આવી જાય છે છું તેથી જ મને એવી વસ્તુની જરૂર છે જે મને રડાવે નહીં. મને લાગે છે કે જો તમારે રડવું ન હોય તો હોરર કોમેડીથી સારું બીજું કંઈ નથી.' 'હસાવવાનું અને ડરાવવાનું મિશ્રણ અદ્ભુત છે. તમે ડરી જાઓ છો અને પછી હસો છો, તે લાગણીઓનો સારો રોલર કોસ્ટર છે. મારા મતે, આ શ્રેષ્ઠ સંયોજન છે, જેના કારણે દરેકને તે ગમે છે.' પ્રશ્ન: ફિલ્મમાં તમારા બધા વચ્ચેનું બોન્ડિંગ ખૂબ જ સારું લાગે છે. સેટ પર વાતાવરણ કેવું હતું? 'અમારી ફિલ્મમાં ખૂબ જ મસ્તી

છે, તેથી સેટ પરનું વાતાવરણ પણ એવું જ હતું. અમારી બધી લાઇન(ડાયલોગની પંક્તિઓ) એટલી રમૂજી હતી કે જો કોઈ ખરાબ મૂડમાં હોય તો પણ તે હસી પડતો. સેટ પર દરેક દિવસ આનંદદાયક હતો. અમારા દિગ્દર્શક સિદ્ધાંત સચદેવ સર પણ ખૂબ જ રમૂજી છે. તેમણે પણ ફિલ્મમાં કેટલાક સંવાદો લખ્યા છે.' 'અમારી ફિલ્મના ડાયલોગ રાઇટર્સ લાંબા સમય સુધી કોમેડી સર્કસમાં કામ કરી ચૂક્યા છે. તો તમે આના પરથી સમજી શકો છો કે ફિલ્મ કેટલી રમૂજી હશે. અમે બધાએ શૂટિંગના દરેક દિવસે ખૂબ મજા કરી. ફિલ્મના બધા કલાકારો વાસ્તવિક જીવનમાં પણ ખૂબ જ રમૂજી છે. પછી ભલે તે નિક હોય,આસિફ હોય કે સની. બધાને ખૂબ મજા આવી.' પ્રશ્ન- સની મજાક કરવા માટે પણ જાણીતો છે. શું તેમણે તમારી સાથે કોઈ મજાક કરી? મેં તેમને મને પરેશાન કરવાનો મોકો જ ન આપ્યો. ઊલટું, મેં તેમને પરેશાન કરી નાખ્યા. સનીને સંવાદ ન આપવામાં આવે ત્યાં સુધી તે ઓછું બોલે છે. હું ખૂબ

જ વાચાળ છું. તમને અત્યાર સુધીમાં તે વિશે ખબર પડી ગઈ હશે. હું સતત સનીના કાનમાં કંઈક ને કંઈક બબડાટ કરતી રહેતી હતી. તેના કારણે, તેમનું દિમાગ કામ કરી શકતું ન હતું કે તે મારી સાથે મજાક કરી શકે. પહેલી વાર તે તેમને મારા જેવી માથાની મળી હતી' પ્રશ્ન: પલક, શું તું અમને સેટ વિશે કોઈ સુંદર કે યાદગાર વાત કહીશ? 'સેટ પર વાતાવરણ એટલું સારું હતું કે અમે દરરોજ યાદો સર્જતા હતા. પણ હું તમને છેલ્લા દિવસની વાત કહેવા માગું છું. તે દિવસે હું ખૂબ રડી. સેટ પર બધાને આશ્ચર્ય થયું કે હું આટલી બધી રડી રહી છું. હું તેમને કહી રહી હતી કે મને બધાની ખૂબ યાદ આવશે.' 'આ સિવાય, મારો નિક અને આસિફ સાથે એક સીન હતો જેમાં મારે રડવું પડ્યું અને તેઓએ મને પકડીને ક્યાંક લઈ જવી પડી. આ આખા દૃશ્ય માટે મને એક કલાકનો સમય લાગ્યો. દૃશ્ય શરૂ થતાંની સાથે જ, આસિફ અને નિકની

પંક્તિઓ સાંભળીને હું હસવા લાગતી. તે દૃશ્યમાં મારો ચહેરો પણ દેખાતો ન હતો, મારી પીઠ તેમની તરફ હતી. મેં આસિફને તે એક દૃશ્ય માટે એટલો બધો હેરાન કર્યો કે તે પછીથી ગુસ્સે થઈ ગયો. હું હજુ પણ આસિફની માફી માગી રહી છું.' પ્રશ્ન- સંજય દત્ત સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો? શું તને તેની સાથે સ્ક્રીન શેર કરવાની તક મળી? 'હું ખૂબ જ ભાગ્યશાળી છું કે મને સંજય સર સાથે કામ કરવાની તક મળી. અમે બધા 'સંજુ' નામ સાંભળીને મોટા થયા છીએ. સર એટલા પ્રખ્યાત અને મોટા સ્ટાર છે કે, શરૂઆતમાં મને તેમનાથી થોડો ડર લાગતો હતો. જ્યારે હું સેટ પર ગઈ, ત્યારે મને તેમના તરફથી ખૂબ જ પોઝિટિવ ઓરા (વાઇબ) મળી અને તે ખૂબ જ પ્રેમાળ છે. જો તમે તેનાથી નાના છો તો તે તમારી સાથે ખૂબ જ સારી રીતે વાત કરે છે. તેમને જોઈને એવું નથી લાગતું પણ તે ખૂબ જ ક્યૂટ છે. તેમનું સ્માઇલ ખૂબ જ

મીઠું છે. તે હસે છે ત્યારે ખૂબ જ સુંદર લાગે છે.' 'તે ખૂબ જ ગિવિંગ (આપતા રહેતા) એક્ટર છે.જો કોઈ એક્ટર શૂટિંગ દરમિયાન સ્ક્રીન પર ન હોય, તો તેની લાઈનો આસિસ્ટન્ટ ડિરેક્ટર અથવા બોડી ડબલ દ્વારા રજૂ કરવામાં આવે છે. પણ સંજુ સર સાથે આવું નહોતું. તે હંમેશા અમને પોતે જ લાઈનો આપતા જેથી અમે બધા વધુ સારું કરી શકીએ. તે એક મોટા સ્ટાર છે અને ફિલ્મના નિર્માતા પણ છે, તેમને આવું કરવાની કોઈ જરૂર નહોતી. આટલી નાની ઉંમરે આટલા મોટા સ્ટાર તરફથી આટલું સન્માન મેળવવું એ ખૂબ જ પ્રેરણાદાયક ક્ષણ હતી. તે ખૂબ જ સારી વ્યક્તિ છે. હું તેમની પાસેથી ઘણું શીખી.' પ્રશ્ન- શું તમે સંજય દત્ત પાસેથી કોઈ ટિપ્સ લીધી? મને ટિપ્સ લેવાની જરૂર નહોતી. સેટ પર તે જે રીતે વર્તતા હતા, તેમનું વર્તન જોઈને મારા મનમાં એક લાગણી થઈ કે હું પણ તેમના જેવી બનવા માગું. કોઈ દિવસ હું મોટો સ્ટાર બનીશ અને પછી બધા

સાથે સંજય સરની જેમ વર્તીશ.' 'હું કોઈને એવું નહીં અનુભવવા દઉં કે, સામેની વ્યક્તિ મારાથી હલકી ગુણવત્તાવાળી છે અથવા તેનો સીન મારાથી ઉતરતો છે. તે ખૂબ જ સારા વ્યક્તિ છે. તે સેટ પર બધાના ખબરઅંતર પૂછતા રહેતા હતા. સેટ પરથી નીકળતી વખતે તે બધાને અલવિદા કહેતા હતા.' પ્રશ્ન- આ ફિલ્મ માટે તમને મળેલો સૌથી સુંદર પ્રતિસાદ કે પ્રશંસા કયાં છે? 'મારી માતા અને પરિવાર મારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. હું જે પણ કામ કરું છું, મારા મનમાં એ રહે છે કે તેમને એ ગમવું જોઈએ. મારી માતા પાસેથી માન્યતા મેળવવી મારા માટે ખૂબ જ મહત્ત્વનું છે. તેમને મારી ફિલ્મ ખૂબ ગમી. હું મારી જાતને મારો સૌથી મોટી ક્રિટિક્સ માનું છું, ત્યારબાદ મારી માતાનો નંબર આવે છે. તેને મારું કામ ગમ્યું, આ મારા માટે ખૂબ મોટી વાત છે.' પ્રશ્ન- પલક, તમે તમારી પહેલી ફિલ્મ સુપરસ્ટાર સલમાન ખાન સાથે કરી હતી અને બીજી ફિલ્મ સંજય દત્ત સાથે. શું તમે આ

વાત સંજય દત્તને કહી હતી? 'ના, હું સંજુ સર સાથે વધારે વાત કરી શકી નથી, કારણ કે મારી સાથે તેમનાં વધારે દૃશ્યો નહોતાં. જ્યારે હું 'કિસી કા ભાઈ કિસી કી જાન'નું શૂટિંગ કરી રહી હતી ત્યારે મને આ ફિલ્મ મળી હતી. મેં આ ફિલ્મ વિશે સૌપ્રથમ સલમાન સરને કહ્યું. હું તેમની પાસે ગઈ અને તેમને કહ્યું કે મારી આગામી ફિલ્મ સંજય સર સાથે છે. તે મારા માટે ખૂબ ખુશ હતા. તેમણે મને કહ્યું કે 'તને સંજય સાથે કામ કરવાની મજા આવશે.' પ્રશ્નઃ તને 'કિસી કા ભાઈ કિસી કી જાન' કેવી રીતે મળી? શુટિંગ પછી સલમાન ખાન તરફથી કોઈ પ્રતિક્રિયા મળી? 'સલમાન ખાન ખૂબ જ દયાળુ છે. તે બધા સાથે નમ્રતાથી વર્તે છે. તે હંમેશા કહે છે કે તમે બધા ખૂબ સારું કામ કરી રહ્યા છો. તમારું કામ જોઈને મને ગર્વ થાય છે. મને તે ફિલ્મ 'બિગ બોસ'ના કારણે મળી હતી. હું 'બિજલી બિજલી' ગીતના પ્રમોશન માટે 'બિગ બોસ'ના સેટ

પર ગઈ હતી.પછી હું સલમાન સરને મળી અને મને જોયા પછી તેમને કંઈક લાગ્યું હશે.' 'તેમણે મને પૂછ્યું કે શું તારે 'કિસી કા ભાઈ કિસી કી જાન' કરવી છે? મારી પ્રતિક્રિયા એ હતી કે હું સલમાન સરની આસપાસ ચાર મહિના રહી શકું છું અને તેના માટે મને પૈસા મળશે. મેં તરત જ હા પાડી દીધી. હું સલમાન સરનો ખૂબ મોટો ચાહક છું. હું તેની આસપાસ રહેવા માટે કંઈ પણ કરીશ. પ્રશ્ન: પલક તને આ ઉદ્યોગમાં શું સારું અને શું ખરાબ લાગે છે? તું શું બદલવા માંગે છે? 'આ ઉદ્યોગની સૌથી સારી વાત એ છે કે, તમે ગમે ત્યાંથી હો, જો તમે તમારું કામ સારી રીતે કરશો, તો ઉદ્યોગ તમને સ્વીકારશે. તમને દર્શકોનો પ્રેમ પણ મળશે. આ ઉદ્યોગની ખરાબ વાત એ છે કે કલાકારો તરીકે આપણે બિનજરૂરી વસ્તુઓને વધુ મહત્ત્વ આપીએ છીએ. ભૌતિક વસ્તુઓને વધારે મહત્ત્વ આપીએ છીએ. જે ન થવું જોઈએ. આપણે આના વિશે વિચાર કરવાની જરૂર છે.'

Leave a Reply

Related Post