ફુલેરા ગામમાં નવા સરપંચ કોણ બનશે?: 'પંચાયત' સિઝન 4નું ટ્રેલર રિલીઝ; મંજુદેવી અને ક્રાંતિદેવી વચ્ચે મતદારોને આકર્ષવા માટે જંગ

ફુલેરા ગામમાં નવા સરપંચ કોણ બનશે?:'પંચાયત' સિઝન 4નું ટ્રેલર રિલીઝ; મંજુદેવી અને ક્રાંતિદેવી વચ્ચે મતદારોને આકર્ષવા માટે જંગ
Email :

મોસ્ટ અવેટેડ સિરીઝ 'પંચાયત' સિઝન 4 ટૂંક સમયમાં OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઇમ પર રિલીઝ થવા જઈ રહી છે.પ્રોડ્યુસર્સે સીઝન 4 નું ટ્રેલર રિલીઝ કર્યું છે, જેનાથી ચાહકોની ઉત્સુકતા ફરી એકવાર વધી ગઈ છે. આ 2:38 સેકન્ડના ટ્રેલરમાં દરેક જૂનું પાત્ર જોવા મળે છે. ફક્ત તેમના પડકારો નવા બન્યા છે. નવી સિઝનના ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે ફુલેરા ગામમાં નવા પ્રધાન(સરપંચ) માટે મંજુ દેવી (નીના ગુપ્તા) અને ક્રાંતિ દેવી (સુનિતા રાજવાર) વચ્ચે ચૂંટણી જંગ કેવી રીતે ચાલી રહ્યો છે. બંને પોતાના મતદારોને આકર્ષવા માટે બધી યુક્તિઓ અપનાવતા જોવા મળે છે. આ સાથે, જૂના ચહેરાઓનો પરસ્પર ઝઘડો

પણ જોવા મળે છે. 'પંચાયત' ના ટ્રેલરને દર્શકો તરફથી ખૂબ પ્રેમ મળી રહ્યો છે. યુટ્યુબ પર લોકો તેના પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે. કેટલાક લોકોને રિંકીના હાવભાવ ગમે છે, તો કેટલાક સચિવજીની પ્રેમકથા માટે વોટ માંગી રહ્યા છે. એક યુઝરે આ સિરીઝ અને પોતાના વિશે એક રમૂજી વાક્ય શેર કર્યું છે. રીચકોડિંગ નામના આ યુઝરે લખ્યું છે- 'મેં સિઝન 1 અને સીઝન 2,3 બેરોજગાર વ્યક્તિ તરીકે જોઈ હતી. પરંતુ હવે મને ઉત્તર પ્રદેશમાં પંચાયત સચિવ(તલાટી) તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. હું સિઝન 4 પંચાયત સચિવ તરીકે જોઈશ. હું ખૂબ ખુશ છું.' નોંધનીય છે કે,

પંચાયત એક કોમેડી ડ્રામા શ્રેણી છે, જેનું નિર્દેશન 'ધ વાયરલ ફીવર' ફેમ દીપક કુમાર મિશ્રા દ્વારા કરવામાં આવ્યું છે. ચંદન કુમારે આ શો લખ્યો છે. આ શોની પહેલી સિઝન કોવિડ દરમિયાન 2020 માં રિલીઝ થઈ હતી. આ શોને દર્શકોનો એટલો પ્રેમ મળ્યો કે અત્યાર સુધી તેની ત્રણ સિઝન રિલીઝ થઈ ચૂકી છે. દરેક સિઝન દર્શકોનું સમાન રીતે મનોરંજન કરે છે. પંચાયત સીઝન-4 પહેલા 2 જુલાઈના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે નિર્ધારિત સમય કરતાં એક અઠવાડિયા પહેલા રિલીઝ થઈ રહી છે. આ શો 24 જૂનથી ભારત અને વિશ્વના 240 થી વધુ દેશોમાં સ્ટ્રીમ થશે.

Leave a Reply

Related Post