પરેશ રાવલે વિધુ વિનોદ ચોપરાને ગણાવ્યા ઘમંડી: કહ્યું- મારા માટે પૈસાથી વધુ સમ્માન મહત્ત્વનું, ડિરેક્ટર સફળતા મળ્યા પછી મિત્રોને પણ નથી બોલાવતા

પરેશ રાવલે વિધુ વિનોદ ચોપરાને ગણાવ્યા ઘમંડી:કહ્યું- મારા માટે પૈસાથી વધુ સમ્માન મહત્ત્વનું, ડિરેક્ટર સફળતા મળ્યા પછી મિત્રોને પણ નથી બોલાવતા
Email :

બોલિવૂડના દિગ્ગજ એક્ટર પરેશ રાવલે તાજેતરમાં વિધુ વિનોદ ચોપરા સાથેના પોતાના અનુભવ વિશે વાત કરી. તેમણે જણાવ્યું કે વિધુ વિનોદ ચોપરાએ પોતાની કારકિર્દીની ટોચ પર પહોંચ્યા પછી તેના શરૂઆતના મિત્રોને અવગણવાનું શરૂ કરી દીધું. લલ્લાન્ટોપને આપેલા એક ઇન્ટરવ્યૂમાં પરેશ રાવલે કહ્યું, 'વિધુ વિનોદ ચોપરા એ વ્યક્તિ છે જેમણે પોતાની સફળતા પછી, જેમની સાથે તેમણે શરૂઆત કરી હતી તે લોકોને અવગણ્યા.' 'તેઓ એ સમયનો ઉલ્લેખ કરી રહ્યા હતા જ્યારે તેમને ' મુન્નાભાઈ MBBS' માં બોમન ઈરાનીની ભૂમિકા ઓફર કરવામાં આવી હતી. આ અંગે એક્ટરે કહ્યું કે, હું

'મુન્નાભાઈ MBBS' કરવાનો હતો. અમે ફી અંગે ચર્ચા કરી રહ્યા હતા અને મારા મનમાં હતું કે મને 15 લાખ રૂપિયાની જરૂર છે. વિધુએ પણ એ જ ઓફર કરી હતી, પણ તેણે જે રીતે કહ્યું- હું તને 15 લાખ આપીશ. તે મને યોગ્ય લાગ્યું નહીં. મેં 50 લાખ રૂપિયાની માંગણી કરી અને નક્કી કર્યું કે હું મારી ઓફરથી પાછળ હટીશ નહીં. આ પછી, પરેશ રાવલે આ જ ભૂમિકા 'શંકર દાદા MBBS'માં ભજવી હતી, જે 'મુન્નાભાઈ MBBS' નું તેલુગુ વર્ઝન હતું. આ ઉપરાંત, તેમણે વિધુ વિનોદ ચોપરા દ્વારા નિર્મિત

ફિલ્મ 'સંજુ' માં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. પરેશ રાવલે કહ્યું, આ માત્ર પૈસાની વાત નહોતી, પરંતુ શિષ્ટાચાર અને સમ્માનની વાત હતી. જો કોઈ મારા ખભા પર હાથ મૂકીને મારી સાથે સારી રીતે વાત કરે, તો હું એક રૂપિયામાં પણ ફિલ્મ કરીશ. પણ જો કોઈ ઘમંડ બતાવે તો મને કરોડો રૂપિયાની ઓફર મળે તો પણ હું ફિલ્મ ન કરું. તાજેતરમાં જ પરેશ રાવલે ફિલ્મ 'ધ સ્ટોરીટેલર'માં કામ કર્યું હતું. આવનારા સમયમાં તેઓ 'હાઉસફુલ 5', 'ભૂત બાંગ્લા', 'થમા' અને 'હેરા ફેરી 3' જેવી ફિલ્મોમાં જોવા મળશે .

Leave a Reply

Related Post