ભાજપના બળવાખોર કાર્યકરોને પાર્ટીની નોટિસ: વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકામાં પક્ષ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર 15 કાર્યકરોને કારણદર્શક નોટિસ અપાઇ

ભાજપના બળવાખોર કાર્યકરોને પાર્ટીની નોટિસ:વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકામાં પક્ષ વિરુદ્ધ ઉમેદવારી નોંધાવનાર 15 કાર્યકરોને કારણદર્શક નોટિસ અપાઇ
Email :

વલસાડ જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં ભાજપને મોટો આંચકો લાગ્યો છે. વલસાડ, ધરમપુર અને પારડી નગરપાલિકામાં પક્ષના મેન્ડેટની વિરુદ્ધમાં જઈને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવનાર 15 ભાજપના કાર્યકરોને જિલ્લા ભાજપ પ્રમુખે કારણદર્શક નોટિસ પાઠવી છે. વલસાડ નગરપાલિકાની 44, પારડીની 28 અને ધરમપુરની 24 મળીને કુલ

96 બેઠકો માટે ભાજપે ઉમેદવારોને ટિકિટ ફાળવી હતી. આ માટે વલસાડમાં 207, ધરમપુરમાં 136 અને પારડીમાં 120 કાર્યકરોએ દાવેદારી નોંધાવી હતી. ટિકિટ ન મળતાં નારાજ થયેલા કેટલાક કાર્યકરોએ પક્ષની વિરુદ્ધમાં જઈને અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવી હતી. પ્રદેશ ભાજપની સૂચના બાદ જિલ્લા પ્રમુખે વલસાડ શહેરના

10, ધરમપુર શહેરના 2 અને પારડી શહેરના 3 કાર્યકરોને નોટિસ પાઠવી છે. આ ઉપરાંત, ધરમપુર નગરપાલિકાના પૂર્વ કાઉન્સિલર શકુંતલાબેન મહેન્દ્રભાઈ પટેલે ભાજપ છોડીને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવતા તેમને પણ કારણદર્શક નોટિસ પાઠવવામાં આવી છે. આ કાર્યવાહીને કારણે પક્ષ વિરોધી પ્રવૃત્તિઓમાં સામેલ કાર્યકરોમાં ફફડાટ ફેલાયો છે.

Related Post