Low blood pressureના દર્દી બ્લડ પ્રેશર ડાઉન થતા તાત્કાલિક કરો ઘરેલુ ઉપચાર:

Low blood pressureના દર્દી બ્લડ પ્રેશર ડાઉન થતા તાત્કાલિક કરો ઘરેલુ ઉપચાર
Email :

આપણે હંમેશા બ્લડ પ્રેશરની સમસ્યાને ગંભીરપણે લેતા નથી. પરંતુ હાઈ બ્લડ પ્રેશર હોય કે લો બ્લડ પ્રેશર તેને નજરઅંદાજ કરવું સ્વાસ્થ્ય માટે મોટું જોખમ બની શકે છે. તબીબના જણાવ્યા મુજબ બ્લડ પ્રેશરની સમસ્યાને અવગણવાના કારણે દર્દીઓ કોમામાં જવું અથવા લકવા જેવી ગંભીર સમસ્યાના શિકાર થયા છે. આથી કયારે પણ બ્લડ પ્રેશરની સમસ્યાને અવગણવાના બદલે શક્ય બને ત્યાં સુધી જલદી ઉપચાર કરવો જોઈએ. લો બ્લડ પ્રેશર જ્યારે ડાઉન થાય ત્યારે તમે ડોક્ટરની મુલાકાત લો ત્યાં સુધી ઘરેલુ ઉપચાર કરી તાત્કાલિક રાહત મેળવી શકો છો.

વ્યસ્ત જીવનશૈલી બીમારને આપ્યું આમંત્રણ

આજકાલની વ્યસ્ત જીવનશૈલી, ખરાબ જીવનશૈલીએ અનેક બીમારીઓને આમંત્રણ આપ્યું છે. આ ઉપરાંત જંકફૂડ ખાવાની ફેશન અને સ્વાદના ચટાકાએ પણ શરીરમાં પોષણનો અભાવ પેદા કરે છે. જેના કારણે લો બ્લડ પ્રેશરની સમસ્યા ઉદભવે છે. જોકે લો બ્લડ પ્રેશર કોઈ ગંભીર બીમારી નથી, પરંતુ યોગ્ય સમયે સારવાર ન લેવાથી આ સમસ્યા થઈ શકે છે. સામાન્ય રીતે આ લક્ષણો ત્યારે અનુભવાય છે જ્યારે બ્લડ પ્રેશર 90/60 કે તેથી નીચે જાય છે. તો આ ઉપાયો અપનાવો.

શરીરના આ સંકેત બ્લડ પ્રેશર ઓછું થવાની સમસ્યાના લક્ષણ

થાક અનુભવવો

સુસ્તી અનુભવવી અથવા વધુ પડતી ઊંઘ આવવી

ભૂખ ન લાગવી

ઉબકા અને ઉલટી

પુષ્કળ પરસેવો

સામાન્ય તાપમાને પણ ઠંડી લાગવી

ઝડપી ધબકારા

બ્લડ પ્રેશર ડાઉન થાય તો તમે ઘરે તેનો ઉપચાર કરી શકો છો. હા, એ જરૂરી છે કે તમે ભલે ઘરે ઉપચાર કરો અને બ્લડ પ્રેશર સામાન્ય થઈ જાય છતાં ડોક્ટર પાસે ચેક અપ કરાવવા જરૂર જવું જોઈએ. તમારું બ્લડ પ્રેશર ઓછું થઈ જાય, તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાયો

જો લો બ્લડ પ્રેશરની સમસ્યા વારંવાર થતી હોય તો પાણી પીતા રહો. પાણી શરીરમાં લોહીના પ્રવાહને સુવ્યવસ્થિત રાખવામાં મદદ કરશે. જેના કારણે લો બ્લડ પ્રેશરની શક્યતા ઓછી થશે.

જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ રહ્યું હોય તો ખાંડ, મીઠું અને પાણીનું દ્રાવણ બનાવીને દર્દીને પીવા આપો. આમ કરવાથી, વ્યક્તિ ફરીથી ચેતના મેળવવાનું શરૂ કરે છે.

જો તમને લો બ્લડ પ્રેશરની ફરિયાદ હોય તો પૂરતી ઊંઘ અને આરામ કરો.

જો તમારું બ્લડ પ્રેશર ઓછું હોય, તો બેદરકાર ન બનો અને તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો.

કોફીની મદદથી લો બ્લડ પ્રેશરની સમસ્યા પણ દૂર થઈ શકે છે. તેને બ્લેક કોફી પીવા આપો, તે બ્લડ પ્રેશરને સામાન્ય બનાવે છે.

આ સાથે, જે લોકોને બ્લડ પ્રેશર ઓછું હોય છે તેમણે તેમના આહારનું ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. તમારા આહારમાં પૂરતા પ્રમાણમાં સોડિયમ તેમજ સોડિયમયુક્ત ખોરાકનો સમાવેશ કરો.

કસરત અને યોગ પર ભાર . તે ફક્ત હાઈ બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે જ નહીં, પણ લો બ્લડ પ્રેશર ધરાવતા લોકો માટે પણ ફાયદાકારક છે.

Leave a Reply

Related Post