કચ્છના આકાશમાં ડ્રોન મંડરાઈ રહ્યાં છે: કંડલા પોર્ટ બંધ કરાયું, ભુજ-માધાપરમાં સતત સાયરન ચાલુ; 1971ની સ્થિતિનું પુનરાવર્તન

કચ્છના આકાશમાં ડ્રોન મંડરાઈ રહ્યાં છે:કંડલા પોર્ટ બંધ કરાયું, ભુજ-માધાપરમાં સતત સાયરન ચાલુ; 1971ની સ્થિતિનું પુનરાવર્તન
Email :

કચ્છના આકાશમાં ડ્રોન મંડરાઈ રહ્યાં છે. વહેલી સવારે કચ્છીઓએ ખાટલામાં આંખ ખૂલતાં જ ડ્રોન ઊડતાં જોયાં હતાં. ત્યાર બાદ આદિપુરમાં SOG ઓફિસ અને નાની ધ્રુફી ગામ નજીક ડ્રોન તૂટ્યું હતું. તો ભુજના લોરિયામાં પણ ડ્રોન દેખાયું હતું. ભારત-પાકિસ્તાન યુદ્ધને લઇને કચ્છ સરહદ પર જબરદસ્ત હલચલ જોવા મળી રહી છે. માહોલ એવો છે જાણે કે 1971ની સ્થિતિનું પુનરાવર્તન થઈ રહ્યું હોય એમ લાગી રહ્યું છે.

​​​​​​ તેમજ ​કંડલા પોર્ટ બંધ કરવામાં આવ્યું છે. કચ્છમાં 8 મેની સવારથી જ ડ્રોન જોવા મળી રહ્યાં છે કચ્છના કુરનમાં 8 મેની સવારે પાકિસ્તાની ડ્રોન તોડી પાડ્યાં બાદ રાત્રે સિરક્રીક પાસે વધુ ત્રણ ડ્રોન જોવા મળ્યાં હતાં. એવામાં બીજા દિવસે શુક્રવારે રાત્રે સમગ્ર કચ્છમાં બ્લેકઆઉટ થયા બાદ ફરી પાકિસ્તાની ડ્રોન સરહદ પર નજરે પડ્યાં હતાં. એમાં સૌપ્રથમ રાત્રે લખપતના દરિયાકિનારે ત્રણ ડ્રોન ભારતીય જમીન તરફ આવતાં

નજરે પડ્યાં હતાં. અહીં હાજર સુરક્ષા એજન્સીઓએ આ ડ્રોન જોયાં હતાં. અહીંના વીડિયો પણ ફરતા થયા છે, જોકે ત્યાર બાદ આ ડ્રોન ગાયબ થઇ ગયાં હતાં. અહીં લક્કી નાળા પાસે પણ ડ્રોન દેખાયાં હતાં. તો રાત્રે 11 વાગ્યાના અરસામાં કચ્છની ઉત્તરીય સરહદ પર કુંવર બેટ પાસે પણ ડ્રોન નજરે ચડ્યાં હતાં. આ એ જ જગ્યા છે, જ્યાં ગુરુવારે સવારે એક ડ્રોન તોડી પાડવામાં આવ્યું હતું.

Leave a Reply

Related Post