ખબરદાર જમાદાર: લ્યો બોલો… એક PI પોતે જ સર્વેસર્વા હોય એમ DCPને ગાંઠતા નથી, PIને બદલી કરી ગામ ફેરવ્યું ને પછી જ્યાં હતા ત્યાં જ મુકી દીધા

ખબરદાર જમાદાર:લ્યો બોલો… એક PI પોતે જ સર્વેસર્વા હોય એમ DCPને ગાંઠતા નથી, PIને બદલી કરી ગામ ફેરવ્યું ને પછી જ્યાં હતા ત્યાં જ મુકી દીધા
Email :

ન્યુ ગુજરાત તેના વાચકમિત્રો માટે દર ગુરુવારે એક નવી પ્રસ્તુતિ રજૂ કરી રહ્યું છે, જેનું નામ છે 'ખબરદાર જમાદાર!'. આ વિભાગમાં સમગ્ર રાજ્યના પોલીસબેડામાં જે ગપસપ ચાલી રહી છે એને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવશે. ક્યારેક કોઈ પોલીસ સ્ટેશન તો ક્યારેક કોઈ અમલદારની ઓફિસમાં કોઈ કાનાફૂસી થઈ હશે એને હળવી શૈલીમાં પ્રસ્તુત કરવાનો આ એક પ્રયાસ છે. લ્યો બોલો... એક PI પોતે જ સર્વેસર્વા હોય એમ DCPને ગાંઠતા નથી અમદાવાદના એક પીઆઇ ડીસીપીને પણ ગાંઠતા નથી. જોકે, આ વાત તો ડીસીપીએ પણ કબુલી છે. પીઆઇ સામાન્ય લોકોને તો ગણતા જ નથી સાથે ઉચ્ચ અધિકારીઓને પણ ગણતા નથી.

પીઆઇ પોતાને જ ઉચ્ચ અધિકારી સમજીને લોકોને જવાબ તે રીતે આપે છે. થોડા સમય અગાઉ એક રાજકીય આગેવાનની ધરપકડ મામલે વિવાદમાં આવ્યા હતા. પીઆઇ લોકોના ફોન ઉપાડવાનું ટાળે છે. ઉચ્ચ અધિકારી પણ કોઈ સૂચના આપે તો પોતાના મન મરજી મુજબ જવાબ આપે છે. અમદાવાદના PIને બદલી કરી આખું ગામ ફેરવ્યું ને પછી જ્યાં હતા ત્યાં જ મુકી દીધા અમદાવાદમાં એક પીઆઇની થોડા સમય અગાઉ વિવાદના કારણે અને ઉચ્ચ અધિકારીની ફરિયાદ થઈ હોવાથી બદલી કરવામાં આવી હતી. જોકે, આ પીઆઇને ફેરવીને થોડા સમયમાં જ તેમની જે જગ્યાએથી બદલી કરવામાં આવી હતી તે જગ્યાએ પરત મુકવામાં આવ્યા છે.

જોકે, પીઆઇએ તેમના ACPના નજીકના હોવાની પણ ચર્ચા છે. પીઆઇ તેમની કમાણીમાંથી ACPને સારો એવા ભાગ આપતા હોવાથી તેમની ફરીથી તેમની અગાઉની જગ્યાએ બદલી કરવામાં આવી હોવાની ચર્ચા ચાલી છે. શિફ્ટ પુરી થયા બાદ ફરિયાદ ન નોંધવાની આડોડાઈ પોલીસકર્મીઓને ભારે પડી અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારીઓ ફરિયાદીની વાત જ સાંભળતા ન હતા. પોતાની શિફ્ટ પુી થઈ ગઈ છે એમ કહીને ફરિયાદીને કાઢી મુકતા હતા. પરંતુ આ વખથે ફરિયાદી પણ હોશિયાર નીકળ્યો અને તેણે સમગ્ર વાત ડીસીપીને કહી દીધી. પછી શું ડીસીપીએ જાતે પોલીસ સ્ટેશન જઈને ખરાઈ કરી તો આ બધુ સાંચુ નીકળ્યું અને આખરે ડીસીપીએ જવાબદાર

તમામ પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દીધા છે. અમદાવાદ શહેરમાં આ રીતે ડીસીપી દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી છે. જે આગામી સમયમાં અન્ય પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ સામે ડીસીપી જાતે જઈને સરપ્રાઇઝ વિઝિટ કરે તો નવાઈ નહીં અને આખી વાત હાલ અમદાવાદ શહેરમાં ટોક ઓફ ધી ટાઉન બની છે. પશ્ચિમના એક પોલીસ કર્મચારીને પૂર્વના પોલીસ સ્ટેશનમાં વધુ રસ છે અમદાવાદના એક એવા પોલીસ સ્ટેશનમાં જેના કારણે અમદાવાદ શહેર પોલીસની આંખને ડાઘ લાગ્યો હતો ત્યાં એક પોલીસ કર્મચારી રોજ આવે છે. આ પોલીસ કર્મચારી આમ તો શહેરના પોશ વિસ્તારમાં નોકરી કરે છે પણ તેનું મન ત્યાં લાગતું નથી.

પશ્ચિમ વિસ્તારમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી રોજ પૂર્વના એક પોલીસ સ્ટેશનમાં આવે છે અને તેના ફરજના પોલીસ સ્ટેશન કરતા પૂર્વના પોલીસ સ્ટેશન પર સૌથી વધારે નજર રાખે છે. સતત આ પોલીસ કરમચારી આ વિસ્તારના અનેક લોકોના સંપર્કમાં હોય છે. જે હાલ સ્થાનિક પોલીસ સ્ટેશનના કર્મચારીઓ અને વિસ્તારના પોલીસ કર્મચારીઓની નજરે ચડ્યા છે. કારણ કે, આ વિસ્તારમાં તે ભલે નોકરી કરતો નથી પણ મોટાભાગે બધી વ્યવસ્થા તેના હાથમાં જ છે અને આ પોલીસ સ્ટેશનનો વિસ્તાર પણ એટલો વિવાદિત રહ્યો છે કે અહીંયાના ગુનેગારો પોલીસ સાથેના વિવાદમાં સતત રહ્યા કરે છે. પશ્ચિમના પોલીસ સ્ટેશનનું મોડલ હવે લોકોની નજરે

ચડેલા પોલીસ સ્ટેશનમાં અપનાવાયું અમદાવાદ શહેરમાં એક પોલીસ કર્મચારી કાયમ પશ્ચિમ વિસ્તારમાં પોતાનો કારોબાર ચલાવતા હતા. તાજેતરમાં તેમને એક પૂર્વના મોટા પોલીસ સ્ટેશનની જવાબદારી વ્યવસ્થા માટે મળી છે, પરંતુ પશ્ચિમની સ્ટાઈલ તેમને જરા પણ છોડી નથી અને આખી વ્યવસ્થા તેમણે પશ્ચિમના મોડલ પર પૂર્વમાં શરૂ કરી છે. હાલ અમદાવાદ શહેરના બીજા જાદુગર પણ આ નવા મોડલને જોઈને ચર્ચા કરી રહ્યા છે કે ગમે ત્યારે આ વ્યવસ્થા મોટી તકલીફ ઊભી કરશે અને જેના કારણે આગામી સમયમાં કોઈ બૂમ પડે તો નવાઈ નહીં તેવી પણ ચર્ચા થઈ રહી છે. કારણ કે આ પોલીસ સ્ટેશનનો વિસ્તાર સતત સંવેદનશીલ રહ્યો છે.

Leave a Reply

Related Post