USમાં લેન્ડિંગ ગિયર ખરાબ થતાં જેટ રનવે પરથી ઉતરી ગયું: પાર્કિંગ એરિયામાં ઉભેલાં એક પ્લેન સાથે અથડાયું, 1નું મોત, 4 ઘાયલ; છેલ્લાં દોઢ મહિનામાં ચોથી દુર્ઘટના

USમાં લેન્ડિંગ ગિયર ખરાબ થતાં જેટ રનવે પરથી ઉતરી ગયું:પાર્કિંગ એરિયામાં ઉભેલાં એક પ્લેન સાથે અથડાયું, 1નું મોત, 4 ઘાયલ; છેલ્લાં દોઢ મહિનામાં ચોથી દુર્ઘટના
Email :

અમેરિકા (USA)માં એક અન્ય પ્લેન દુર્ઘટના થઈ છે. એરિઝોનાના સ્કોટ્સડેલ એરપોર્ટ પર એક પ્રાઇવેટ જેટ લેન્ડ થતી સમયે રનવે પર અન્ય એક જેટ સાથે અથડાયું. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનું મોત થઈ ગયું, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) અનુસાર વિમાન પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરવામાં આવ્યું હતું. અકસ્માત બાદ રનવે બંધ કરી દેવામાં આવ્યો હતો અને તપાસ શરૂ કરવામાં આવી છે. છેલ્લાં દોઢ મહિનામાં અમેરિકામાં આ ચોથી વિમાન દુર્ઘટના છે. વહીવટીતંત્ર આ મામલાની ગંભીરતાથી તપાસ કરી રહ્યું છે. મળતી

માહિતી મુજબ આ ઘટના સોમવારે બપોરે 2:45 વાગ્યે બની હતી, જ્યારે એક લિયરજેટ 35A વિમાન લેન્ડિંગ પછી રનવે પરથી ઘસી ગયું હતું અને રેમ્પ પર ઉભેલા ગલ્ફસ્ટ્રીમ 200 બિઝનેસ જેટ સાથે અથડાયું હતું. આ પછી એરપોર્ટ પર ફ્લાઇટ્સ અસ્થાયી રીતે બંધ કરવામાં આવી હતી. સ્કોટ્સડેલ એરપોર્ટના અધિકારી કેલી કુએસ્ટરે જણાવ્યું હતું કે જેટનું પ્રાઇમરી લેન્ડિંગ ગિયર ખરાબ થઈ ગયું હતું. જેના કારણે તે બીજા પાર્ક કરેલા જેટ સાથે અથડાયું હતું. હોસ્પિટલમાં ઘાયલોની સારવાર ચાલી રહી છે મીડિયા રિપોર્ટ્સ અનુસાર જે વિમાન અથડાયુ તે

વિમાનમાં ચાર લોકો સવાર હતા. પાર્ક કરેલા વિમાનમાં એક માણસ સવાર હતો. સ્કોટ્સડેલ ફાયર ડિપાર્ટમેન્ટના કેપ્ટન ડેવ ફોલિયોએ જણાવ્યું હતું કે, અથડામણમાં ઘાયલ થયેલા બે લોકોને ટ્રોમા સેન્ટરમાં લઈ જવામાં આવ્યા હતા. એકની હાલત સ્થિર છે. તેમણે કહ્યું કે તેઓએ અથડામણમાં માર્યા ગયેલા વ્યક્તિનો મૃતદેહ શોધી કાઢ્યો છે. આ પહેલા અમેરિકાના અલાસ્કાથી નોમ શહેર જઈ રહેલું એક વિમાન અચાનક ગુમ થઈ ગયું હતું. જે બાદ શોધ શરૂ કરવામાં આવી હતી અને હવે વિમાનનો કાટમાળ દરિયામાંથી મળી આવ્યો હતો. વિમાન દરિયામાં ક્રેશ થયું

હતું. વિમાનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા. અલાસ્કા વિમાન દુર્ઘટનામાં સવાર તમામ 10 લોકોનાં મોત અમેરિકાના અલાસ્કામાં 6 ફેબ્રુઆરીએ 10 લોકો સાથેનું એક ચાર્ટર્ડ વિમાન અચાનક ગુમ થઈ ગયું હતું. સમાચાર એજન્સી ANI મુજબ, વિમાનમાં સવાર તમામ 10 લોકોના મોત થયા છે. આ બેરિંગ એર પ્લેન અલાસ્કાના ઉનાલાકલીટ શહેરથી નોમ શહેર માટે ઉડાન ભરી હતી. શુક્રવારે નોમ એરપોર્ટથી લગભગ 54 કિમી દક્ષિણપૂર્વમાં વિમાનનો કાટમાળ મળી આવ્યો હતો. આ સમાચાર વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો... અમેરિકાના ફિલાડેલ્ફિયામાં પ્લેન ક્રેશ અમેરિકાના પેન્સિલવેનિયાના

ફિલાડેલ્ફિયામાં 1 ફેબ્રુઆરીએ સવારે એક નાનું મેડિકલ વિમાન ક્રેશ થયું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ફિલાડેલ્ફિયાથી મિઝોરી જઈ રહેલા વિમાનમાં સવાર તમામ 6 લોકોનાં મોતની આશંકા છે. આમાં બે ડોક્ટર, બે પાઇલટ, એક દર્દી અને એક ફેમિલી મેમ્બર સામેલ હતા. આ સમાચાર વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો... અમેરિકામાં પેસેન્જર પ્લેન અને હેલિકોપ્ટરની ટક્કર અમેરિકાની રાજધાની વોશિંગ્ટન ડીસીમાં 30 જાન્યુઆરીએ રાત્રે લગભગ 9 વાગ્યે એક પેસેન્જર વિમાન અને હેલિકોપ્ટર વચ્ચે ટક્કર થઈ હતી. જે બાદ, બંને પોટોમેક નદીમાં પડી ગયા. વિમાનમાં 64 લોકો

સવાર હતા, જેમાં 4 ક્રૂ મેમ્બરનો સમાવેશ થાય છે. હેલિકોપ્ટરમાં 3 લોકો હતા. એવી આશંકા છે કે આ બધાનાં મોત થયા હોય. આ સમાચાર વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો... અમેરિકામાં ટેક ઓફની 2 મિનિટમાં જ પ્લેન ક્રેશ, 2નાં મોત અમેરિકાના કેલિફોર્નિયામાં 2 જાન્યુઆરીએ (ભારતીય સમય મુજબ મોડી રાત્રે) એક નાનું પ્લેન બિલ્ડિંગની છત સાથે અથડાયું અને ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં 2 લોકોનાં મોત થયા હતા અને 18 લોકો ઘાયલ પણ થયા હતા. આ સમાચાર વધુ વાંચવા માટે અહીં ક્લિક કરો...

Related Post