AI Action Summit: પેરિસ પછી ફ્રાન્સમાં ભારતનું બીજું રાજદ્વારી મિશન

AI Action Summit: પેરિસ પછી ફ્રાન્સમાં ભારતનું બીજું રાજદ્વારી મિશન
Email :

પેરિસ પછી માર્સેલી ફ્રાન્સનું બીજું સૌથી મોટું શહેર છે. તે ભૂમધ્ય સમુદ્રના કેન્દ્રમાં આવેલું છે અને યુરોપને આફ્રિકા અને એશિયાને પશ્ચિમ એશિયા સાથે જોડતા સબમરીન કેબલનું કેન્દ્ર છે. આ કારણોસર તેને વ્યૂહાત્મક રીતે ટેલિકોમ્યુનિકેશનનું કેન્દ્ર કહેવામાં આવે છે કારણ કે ઇન્ટરનેટ અને ટેલિફોન દ્વારા વિશ્વના 99 ટકા ડેટા ટ્રાફિક આ કેબલમાંથી પસાર થાય છે. આ સબમરીન કેબલ વાસ્તવમાં સમુદ્રના તળ પર નાખવામાં આવે છે અને તેના દ્વારા ઇન્ટરનેટ, ટેલિફોન કોલ્સ અને તમામ પ્રકારના ટ્રાન્સમિશન શક્ય બને છે.

ફ્રાન્સમાં માર્સેલી કેમ ખાસ છે ?

વિશ્વના 99 ટકા ડેટા ટ્રાફિકનું કેન્દ્ર છે. ફ્રાન્સમાં માર્સેલી પ્રવાસે પીએમ મોદી જઈ રહ્યા છે. ત્યારે ફ્રાન્સના બે દિવસના પ્રવાસે પેરિસ પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે AI એક્શન સમિટમાં ભાગ લેશે. સમિટમાં ભાગ લીધા પછી, તેઓ રાષ્ટ્રપતિ મેક્રોન સાથે માર્સેલી શહેરની મુલાકાત પણ લેશે. માર્સેલી શહેરનો આ પ્રવાસ ઘણી રીતે ખાસ બનવાનો છે. પરંતુ પીએમ મોદી માટે ફ્રાન્સના આ શહેરની મુલાકાત આટલી મહત્વપૂર્ણ કેમ છે?. માર્સેલી બંદર ફ્રાન્સનું સૌથી મોટું બંદર છે. તે ભૂમધ્ય સમુદ્રના સૌથી મોટા બંદરોમાં ગણાય છે. તે ફ્રાન્સની આયાત અને નિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. માર્સેલીને યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વ અને એશિયા વચ્ચે માલની અવરજવર માટે પ્રવેશદ્વાર તરીકે જોવામાં આવે છે.

માર્સેલીમાં ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન

પીએમ મોદી માર્સેલીમાં ભારતીય કોન્સ્યુલેટનું ઉદ્ઘાટન કરશે. 2023માં જ્યારે પીએમ મોદી ફ્રાન્સ પહોંચ્યા ત્યારે તેમણે માર્સેલીમાં ભારતીય કોન્સ્યુલેટ ખોલવાની જાહેરાત કરી હતી. પેરિસ પછી ફ્રાન્સમાં આ ભારતનું બીજું રાજદ્વારી મિશન હશે. પીએમ મોદી અને રાષ્ટ્રપતિ મેક્રોન પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લેનારા લગભગ 900 ભારતીય સૈનિકોને શ્રદ્ધાંજલિ પણ આપશે. તમને જણાવી દઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, માર્સેલી શહેર ફ્રાન્સમાં ભારતીય સૈનિકોનું ઠેકાણું હતું. 1925માં અહીં શહીદ ભારતીય સૈનિકોના સન્માનમાં એક ભારતીય સ્મારકનું અનાવરણ કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીના ફ્રાન્સ પ્રવાસનો કાર્યક્રમ શું છે?

પીએમ મોદી સોમવારે રાત્રે ફ્રાન્સની રાજધાની પેરિસ પહોંચ્યા, જ્યાં એરપોર્ટ પર ભારતીય સમુદાયના લોકોએ તેમનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું. આ પછી, રાષ્ટ્રપતિ મેક્રોને એલિસી પેલેસમાં તેમનું લાલ જાજમ બિછાવીને સ્વાગત કર્યું. મેક્રોને પીએમ મોદીના સ્વાગત માટે રાત્રિભોજનનું પણ આયોજન કર્યું હતું. પીએમ મોદી આજે AI સમિટમાં ભાગ લેશે.

Related Post