દાહોદથી PM મોદી થોડીવારમાં ભુજ પહોંચશે: સભા સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ કેસરી સાડીમાં સજ્જ, રાજ્યભરના 53,414 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે

દાહોદથી PM મોદી થોડીવારમાં ભુજ પહોંચશે:સભા સ્થળે મોટી સંખ્યામાં મહિલાઓ કેસરી સાડીમાં સજ્જ, રાજ્યભરના 53,414 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે
Email :

ઓપરેશન સિંદૂર બાદ પ્રથમવાર PM મોદી ગુજરાત મુલાકાતે છે. સેનાના શૌર્યને બિરદાવવા વડોદરામાં મોદીએ સવારે 10 વાગ્યે કેસરી કોટીમાં રોડ શો કર્યો હતો. ત્યાર બાદ PM મોદી દાહોદ જવા નીકળ્યા હતા. જ્યાં તેમણે 11.30 વાગ્યે રેલવે મેન્યૂફેક્ચરિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. તેમજ સાબરમતીથી વેરાવળની વંદેભારત ટ્રેનને લીલી ઝંડી આપી

હતી. ત્યારબાદ PM મોદી ભુજ જવા નીકળ્યા હતા. પીએમ મોદી ભુજ એરપોર્ટથી સભાસ્થળ સુધીના માર્ગ પર દોઢ કિલોમીટરનો રોડ શો યોજશે, જેમાં 10 હજાર જેટલી મહિલાઓ કેસરી સાડી અને માથે સિંદૂર લગાવીને પીએમ મોદીને આવકારશે. રોડ શો કર્યા બાદ રાજ્યભરના 53,414 કરોડના ખર્ચના વિવિધ 33 વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત

કરશે. આ પણ વાંચો: દાહોદમાં મોદી બોલ્યા- પહેલગામ હુમલાની તસવીરો જોઇ લોહી ઉકળે છે આ પણ વાંચો: PM મોદીએ દાહોદમાં જે રેલવે પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું એ પ્લાન્ટનો અંદરનો નજારો આ પણ વાંચો: વડોદરામાં PMને મળેલા કર્નલ સોફિયાના પરિવાર સાથે ન્યુ ગુજરાતની વાત, પિતાએ કહ્યું-યે બહોત પહલે હોના ચાહિયે થા

Leave a Reply

Related Post