PM Modi Speech: કોંગ્રેસે મજબૂરીમાં "જયભીમ" બોલવુ પડે છે, બોલ્યા PM

PM Modi Speech: કોંગ્રેસે મજબૂરીમાં "જયભીમ" બોલવુ પડે છે, બોલ્યા PM
Email :

રાજ્યસભામાં પીએમ મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પરની ચર્ચાનો જવાબ આપ્યો હતો. ધન્યવાદ પ્રસ્તાવ પર મોદીનો જવાબનો અંદાજ કઇંક અલગ જ હતો. તેઓએ સંબોધનમાં જણાવ્યુ હતુ કે, રાષ્ટ્રપતિનું અભિભાષણ આપણા માટે પ્રેરણારૂપ છે. તો સાથે કહ્યુ હતુ કે, સાંસદોના વિચારોના કારણે આ ચર્ચા સમૃદ્ધ થઇ હતી. તો રાષ્ટ્રપતિએ "વિકસિત ભારત" મુદ્દે ચર્ચા કરી હોવાનું પણ પીએમે રાજ્યસભામાં કહ્યુ હતુ. તો આ તરફ "સબકા સાથ, સબકા વિકાસ"માં કોઇ અડચણ નહીં હોવાની વાત પીએમ મોદીએ કરી હતી.

કૉંગ્રેસ પર પીએમ મોદીના પ્રહાર

રાજ્યસભામાં પીએમ મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યા હતા. પીએમે જણાવ્યુ હતુ કે, કૉંગ્રેસે રાજનીતિ અને સ્વાર્થનું કૌભાંડ કરે છે. તો સાથે જ કહ્યુ હતુ કે, કૉગ્રેસે માત્ર વોટ બેંકની જ રાજનીતિ કરીને અને જુઠાણું ફેલાવીને ચૂંટણી લડતી હતી. આ ઉપરાંત તેઓએ કહ્યુ હતુ કે, કોંગ્રેસે મજબૂરીમાં "જયભીમ" બોલવુ પડે છે, "જયભીમ" બોલવામાં કૉંગ્રેસને મુશ્કેલી લાગે છે. વિપક્ષ રંગ બદલવામાં માસ્ટર હોવાનો પણ ટોણો માર્યો હતો. કૉંગ્રેસ પાસે હવે જનતાને કોઇ અપેક્ષા નથી તેમ પણ પીએમ મોદીએ રાજ્ય સભામાં જવાબ આપતા કહ્યુ હતુ. અમારુ મોડેલ છે "નેશન ફર્સ્ટ" છે. 2014 બાદ દેશને વિકાસનું મોડેલ જોવા મળ્યું છે તેમ પીએમ મોદીએ કહ્યુ હતુ.

આંબેડકર મામલે કૉંગ્રેસના મનમાં રોષ છે. વિપક્ષે કોઇપણ દિવસ આંબેડકરને ભારત રત્ન પુરસ્કારને યોગ્ય ગણ્યુ નથી. ગરીબો અને નિઃસહાય લોકોને માત્ર મોદી જ પૂછે છે આ ઉપરાંત રાજ્યસભામાં સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યુ હતુ કે, અમારી સરકારી યોજનાઓથી ગરીબો અને મધ્યમ વર્ગને રાહત તથા ફાયદો મળ્યો છે. 

Related Post