PM મોદી 2 દિવસ ગુજરાત આવશે: NSUIના 5 હોદ્દેદારો ખંડણી માગતાં રંગેહાથ ઝડપાયા, આખલાઓએ મહિલાઓને અડફેટે લીધી VIDEO

PM મોદી 2 દિવસ ગુજરાત આવશે:NSUIના 5 હોદ્દેદારો ખંડણી માગતાં રંગેહાથ ઝડપાયા, આખલાઓએ મહિલાઓને અડફેટે લીધી VIDEO
Email :

ફેબ્રુઆરીના અંતમાં હવામાનમાં ભારે ફેરફારની શક્યતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું કે, ફેબ્રુઆરીના અંતમાં અને માર્ચ મહિનાની શરૂઆતમાં હવામાન ક્ષેત્રે ભારે ફેરફાર થવાની શક્યતા રહેશે. ગુજરાતના મહત્તમ ભાગોમાં 27 ફેબ્રુઆરી આસપાસથી વાદળો આવવાની શક્યતાઓ રહેશે. મહેસાણાના ભાગો, પંચમહાલના ભાગો, રાજકોટના ભાગો, કચ્છના ભાગોમાં હવામાનમાં ફેરફાર આવશે. PM મોદી બે દિવસ દક્ષિણ ગુજરાતની મુલાકાતે લોકસભા,દિલ્હી વિધાનસભા તેમજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત બાદ PM નરેન્દ્ર મોદી પહેલીવાર સુરતની મુલાકાતે આવી રહ્યા છે. PM 7 માર્ચના રોજ સુરત અને 8 માર્ચના રોજ નવસારીમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.

7 માર્ચ એટલે કે શુક્રવારે સાંજે નીલગીરી ગ્રાઉન્ડ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાવાનો છે. જેમાં 2 લાખથી વધુ લોકો હાજર રહેવાની શક્યતાને ધ્યાનમાં રાખીને ડોમની તૈયારીઓ શરૂ કરાઈ છે. આ પછી PM મોદી સુરતના સર્કિટ હાઉસમાં રાત્રિ રોકાણ કરી શકે છે. આ દરમિયાન સ્થાનિક અગ્રણીઓ અને પાર્ટી નેતાઓ સાથે બેઠક કરે તેવી અટકળો ચાલી રહી છે. 8 માર્ચે PM મોદી નવસારીમાં યોજાનાર વિશ્વ મહિલા દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે. આમ, હાલમાં તો તંત્ર તાબડતોબ કામે લાગ્યું છે. ગુજરાતમાં બે IAS અધિકારીની બદલી તો 20ને પ્રમોશન 1

ફેબ્રુઆરી 2025ના રોજ રાજ્યમાં એક સાથે 59 IAS અધિકારીઓની બદલી કરવામાં આવી હતી. જ્યારે 5 અધિકારીઓને વધારાનો ચાર્જ સોંપાયો હતો. ત્યારે આજે 21 ફેબ્રુઆરીના રોજ ફરી રાજ્યમાં વધુ બે IAS અધિકારી મોના કે. ખંધાર અને મનીષા ચંદ્રાની બદલી કરવામાં આવી છે. જ્યારે એચ.જે. પ્રજાપતિ, સી.સી. કોટક સહિતના 20 અધિકારીઓને પ્રમોશન આપવામાં આવ્યું છે. NSUIના 5 હોદ્દેદાર ખંડણી માગતાં ઝડપાયા એક મહિના પહેલા (16/01/2025) સુરતમાં આવેલી રેડ એન્ડ વ્હાઈટ યુનિ. બોગસ હોવાના આક્ષેપ સાથે NSUIના કાર્યકર્તાઓ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. ત્યાર બાદ 21/02/2025એ NSUIના

નેતાઓ ઇન્સ્ટિટ્યૂટ પાસેથી ખંડણી માગતા હોવાનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં NSUIના કાર્યકર્તા ઇન્સ્ટિટ્યૂટને બદનામ નહીં કરવા માટે ખંડણી સ્વીકરતા દેખાય છે. આ ઘટનાનું સ્ટિંગ ઇન્સ્ટિટ્યૂટના જ દ્વારા કરવામાં આવ્યું હતું. પોલીસે વીડિયો અને ફરિયાદ આધારે પાંચ આરોપીને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ઇન્ટરનેશનલ માસ્ટર લીગની ટિકિટનું ઓનલાઈન વેચાણ શરૂ 28 ફેબ્રુઆરીથી વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમમાં ઇન્ટરનેશનલ માસ્ટર્સ લીગ (IML)ની મેચોમાં સચિન તેંડુલકર સહિતના લિજેન્ડ ક્રિકેટરો રમવા માટે આવનાર છે, જેના માટે BOOKMYSHOW પર ટિકિટોનું ઓનલાઈન વેચાણ શરૂ થઈ ગયું છે. સચિન તેંડુલકરને

જોવા માટે તમારે 500થી લઈને 7 હજાર રૂપિયા સુધીની ટિકિટ ખરીદવી પડશે. જેમાં લક્ઝરી બોક્સ અને કોર્પોરેટ બોક્સ જેવી પ્રીમિયમ સુવિધાઓ પણ ઉપલબ્ધ છે. જોકે, અન્ય દેશોની મેચ માટેના ટિકિટના દર જુદા-જુદા રહેશે. આદિપુરમાં આખલાની રેસમાં મહિલાઓ અડફેટે ચડી આદિપુર શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે દિવસે વધી રહ્યો છે. ગઈકાલે સવારે રહેણાંક વિસ્તારમાં એક ગંભીર ઘટના બની. લારી પાસેથી શાકભાજી ખરીદી રહેલી ત્રણ મહિલાઓ પૈકી એકને આખલાએ અડફેટે લીધી. આ હુમલામાં એક મહિલાને ઈજા થઈ, જ્યારે અન્ય બે મહિલાઓનો આબાદ બચાવ થયો. બે આખલાની રેસમાં

મહિલાઓ અડફેટે ચડી હતી. કિશોરીનો ઘઉંમાં નાખવાની દવા પી આપઘાત સુરતના કાપોદ્રા વિસ્તારમાં એક 17 વર્ષની કિશોરીએ ઘઉંમાં નાખવાની દવા પીને આપઘાત કરી લીધો હતો. દવા પી લીધા બાદ બેભાન થઈને ઢળી પડતા કિશોરીને પરિવાર હોસ્પિટલ લઈને પહોંચ્યો હતો. જ્યાં તેણે મરતા પહેલાં જે જણાવ્યું તે જાણીને પરિવાર પણ ચોંકી ગયો હતો. કિશોરીએ જણાવ્યું હતું કે, નિલેશે કીધું હતું કે મરીજા. કિશોરીએ નિલેશને પોતાનો ઘરવાળો હોવાનું જણાવ્યું હતું. કિશોરીને મરવા મજબૂર કરનાર આરોપી સામે પરિવારે આપઘાતની દુષ્પ્રેરણાનો ગુનો નોંધાવતા કાપોદ્રા પોલીસે તેની ધરપકડ કરી હતી.

Related Post