PM મોદીનો ગાંધીનગરમાં રોડ શો શરૂ: ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું, હાથમાં તિરંગો લઇને લોકો ઉમટ્યા

PM મોદીનો ગાંધીનગરમાં રોડ શો શરૂ:ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું, હાથમાં તિરંગો લઇને લોકો ઉમટ્યા
Email :

ઓપરેશન સિંદૂર બાદ પીએમ મોદી પ્રથમવાર ગુજરાતની મુલાકાતે આવ્યા છે. ગઈકાલે અમદાવાદ, વડોદરા, દાહોદ અને ભૂજની મુલાકાત બાદ આજે વડાપ્રધાન પાટનગરમાં મહાત્મા મંદિર ખાતે વિશેષ કાર્યક્રમમાં હાજરી આપશે. તેઓ વિવિધ વિભાગોના ₹5,536 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર

પટેલ પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. PM મોદીના રોડ શોમાં એક લાખ જેટલા લોકો જોડાય તેવી શક્યતા છે. ગાંધીનગરમાં યોજાશે PMનો ભવ્ય રોડ શો ઓપરેશન સિંદૂરની સફળતામાં સૈનિકોના સન્માનમાં ગાંધીનગર જિલ્લા પંચાયતથી મહાત્મા મંદિર સુધી રોડ શો યોજ્યા બાદ વડાપ્રધાન મોદી રૂ.5,536

કરોડના વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કરશે. તેમની સુરક્ષા માટે રાજભવનથી મહાત્મા મંદિર સુધી ત્રણ હજારથી વધુ પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રોડ શોમાં એક લાખ જેટલા લોકો જોડાય તેવી શક્યતા છે. પોલીસે રાજભવનથી મહાત્મા મંદિર સુધી ચાર કેટેગરીમાં બંદોબસ્ત ગોઠવ્યો છે.

Leave a Reply

Related Post