પોલીસે જામનગરના શખસની અટકાયત કરી: રાજકોટમાં સમલૈંગિક કોલેજીયન યુવકને ડેટીંગ સાઇટમાંથી ફસાવી હોટલે બોલાવી લૂંટી લેવાયો, આરોપીએ બાથરૂમમાં યુવકનો ન્યૂડ વીડિયો ઉતારી લીધો હતો

પોલીસે જામનગરના શખસની અટકાયત કરી:રાજકોટમાં સમલૈંગિક કોલેજીયન યુવકને ડેટીંગ સાઇટમાંથી ફસાવી હોટલે બોલાવી લૂંટી લેવાયો, આરોપીએ બાથરૂમમાં યુવકનો ન્યૂડ વીડિયો ઉતારી લીધો હતો
Email :

રાજકોટમાં વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગ્રાઇન્‍ડર નામની એપ્‍લીકેશન મારફત રાજકોટના 19 વર્ષના કોલેજીયન યુવાને એક શખસનો સંપર્ક કરી વાતચીત કર્યા બાદ આ શખસે પોતે રાજકોટ નાના મવા રોડની હોટેલમાં આવ્‍યો છે તેમ કહી મળવા બોલાવી બાદમાં કપડા ઉતરાવી બાથરૂમમાં ન્‍હાવા લઇ જઇ એ પછી આ યુવાનની જાણ બહાર તેનો નગ્ન વીડિયો ઉતારી લઇ વાયરલ કરવાની સમાજમાં બદનામ કરવાની ધમકી દઇ રોકડા 65 હજાર પડાવી લઇ તેમજ

મોબાઇલ શો-રૂમમાં લઇ જઇ તેના ક્રેડિટ કાર્ડથી 36,800નો મોબાઇલ ખરીદી લઇ ધમકી આપી જવા દેતા યુવાને પોલીસને જાણ કરતાં તાલુકા પોલીસે જામનગરથી મારવાડી શખસને ઉઠાવી લઇ વધુ તપાસ હાથ ધરી છે. કપડા વગરનો વીડિયો ઉતારી લઇ મારી નાખવાની ધમકી આપી રાજકોટ તાલુકા પોલીસે અવધ રોડ વિસ્‍તારમાં રહેતાં 19 વર્ષના યુવાનની ફરિયાદ પરથી જામનગરના શૈલેન્‍દ્રસિંહ ઉર્ફ પ્રકાશ સુરેન્‍દ્રસિંહ નિરબાન વિરૂધ્‍ધ BNSની કલમ 308(3), 351(1), 318 મુજબ ભોગ બનનાર યુવાનનો કપડા વગરનો વીડિયો

ઉતારી લઇ તે વાયરલ કરી સમાજમાં બદનામ કરવાની ધમકી આપી મારી નાખવાની ધમકી આપી બળજબરીથી રોકડા રૂપિયા પડાવી લઇ તેમજ લોન પર મોબાઇલ ખરીદ કરાવી પડાવી લેવાનો ગુનો નોંધી આરોપીને સકંજામાં લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તું સાંજે પાંચ વાગ્‍યે મને હોટલે મળવા આવજે ભોગ બનનાર યુવાન મજુરીકામ કરવાની સાથે સાથે કોલેજના છઠ્ઠા સેમેસ્‍ટરમાં અભ્‍યાસ કરે છે. તેણે પોતાની સાથે જે બન્‍યું તેની વિગત પોલીસને જણાવતાં કહ્યું હતું

કે, બે દિવસ પહેલા મારે ગ્રાઇન્‍ડર એપ્‍લિકેશન મારફત એક વ્‍યક્‍તિ સાથે વીડિયો કોલમાં વાત થઇ હતી. ત્‍યારબાદ અમે સામ સામે ગ્રાઇન્‍ડર ડેટીંગ એપ્‍લિકેશન મારફત વાતચીત શરૂ કરી હતી. એ પછી તા.04.02.2025ના રોજ મને એ વ્‍યક્‍તિએ કહેલુ કે, હું રાજકોટ ખાતે આવ્‍યો છું અને હોટેલ નોવાબ્‍લીસ નાના મવા રોડ જડ્ડુસ પાછળ રોકાયો છું, તું સાંજે પાંચ વાગ્‍યે મને હોટલે મળવા આવજે. જેથી મેં તેને હા પાડી હતી અને હું સાંજે પાંચેક

વાગ્‍યે હોટેલ ખાતે મારુ બાઇક લઇને મળવા ગયો હતો. મારી જાણ બહાર જ મારો વીડિયો ઉતારી લીધો હતો ત્‍યાં હું પહોંચ્‍યો તેની જાણ કરતાં તે નીચે મને મળવા આવ્‍યો હતો અને વાતચીત બાદ હોટેલના રૂમમાં લઇ ગયો હતો. ત્‍યારબાદ અમે વાતચીત કરી હતી. એ શખ્‍સે પોતાનું નામ શૈલેન્‍દ્રસિંહ ઉર્ફ પ્રકાશ સુરેન્‍દ્રસિંહ નીરબાન જણાવ્‍યું હતું તેમજ પોતે જામનગરનો હોવાની વાત કરી હતી. ત્‍યારબાદ તેણે મારી સાથે વધુ વાતચીત કરી ફસાવી અને પછી

અમે બંનેએ કપડા કાઢી નાખ્‍યા હતાં અને બાથરૂમની અંદર ન્‍હાવા ગયા હતાં. બહાર આવ્‍યો ત્‍યારે પણ હું કપડા પહેર્યા વગરનો હતો. ન્‍હાતો હતો ત્‍યારે દરવાજો ખુલ્લો હોઇ મારી જાણ બહાર શૈલેન્‍દ્રસિંહે મારો નગ્ન વિડીયો ઉતારી લીધો હતો. વીડિયો બતાવીને મારી પાસેથી પૈસા પડાવ્યા બહાર આવ્‍યો ત્‍યારે શૈલેન્‍દ્રસિંહે વિડીયો બતાવ્‍યો હતો અને વાયરલ કરવાની ધમકી આપી હતી. તેમજ તારા બેંક એકાઉન્‍ટમાં કેટલા પૈસા છે તેમ પુછતાં હું ગભરાઇ ગયો હતો.

મારા બે બેંકના એકાઉન્‍ટ બતાવ્‍યા હતાં. જેમાં એકમાં 44 હજાર હતા અને બીજામાં 26 હજાર હતાં. આ પછી તેણે એક ખાતામાંથી 40 હજાર અને બીજા ખાતામાંથી 25 હજાર સ્‍કેન કરીને લઇ લીધા હતાં. ત્‍યારપછી મારુ પર્સ કાઢી તેમાંથી મારુ ક્રેડીટ કાર્ડ કાઢી લીધુ હતું. તેણે મારુ આધારકાર્ડ અને ફોન પણ પોતાની પાસે રાખી લઇ ધમકી આપી હતી. કોઇને જાણ કરીશ તો સમાજમાં બદનામ કરી નાખીશ આ પછી તે મને ધમકાવી મારા

જ બાઇકમાં બેસાડી એસ્‍ટ્રોન ચોક પૂજારા ટેલિકોમ ખાતે લઇ ગયો હતો. જ્‍યાં તેણે ઓપો કંપનીનો રેનો-13 મોબાઇલ ફોન રૂ.36,800નો મારા ક્રેડીટ કાર્ડ પર ખરીદી લીધો હતો. અહિ બીલમાં તેણે પોતાનું નામ પ્રકાશ લખાવ્‍યું હતું. ત્‍યારબાદ અમે હોટેલે પાછા આવ્‍યા હતાં. અહિ તેણે મારા ફોનમાંથી ગ્રાઇન્‍ડર એપ્‍લીકેશન હતી તે ડીલીટ કરી નાખી હતી અને મને મારુ આધારકાર્ડ તથા ફોન પાછા આપી હવે તું કોઇને જાણ કરીશ તો તારો વીડિયો વાયરલ કરી

નાખીશ અને સમાજમાં બદનામ કરી નાખીશ તો તું જીવવા જેવો નહિ રહે તેવી ધમકી આપી હતી. આ કારણે હું ખુબ ગભરાઇ ગયો હતો અને ત્‍યાંથી નીકળી ગયો હતો. બનાવ અંગે ફરિયાદ આધારે રાજકોટ તાલુકા પોલીસે ગુનો નોંધી આરોપી શૈલેન્‍દ્રસિંહ ઉર્ફ પ્રકાશ મારવાડીને સકંજામાં લઇ વિશેષ પુછતાછ શરૂ કરી છે. આ શખ્‍સે બીજા કોઇને પણ આ રીતે શિકાર બનાવ્‍યા છે કે કેમ? તે સહિતની તપાસ શરૂ કરવામાં આવી છે.

Related Post