મધ્યપ્રદેશમાં પોલીસ કર્મચારી ગુમ થયા: રેવા ગામ નજીક પેટ્રોલ પંપ પરથી ગાયબ થયેલા જામનગરના પોલીસ કર્મચારી હેમખેમ મળ્યા

મધ્યપ્રદેશમાં પોલીસ કર્મચારી ગુમ થયા:રેવા ગામ નજીક પેટ્રોલ પંપ પરથી ગાયબ થયેલા જામનગરના પોલીસ કર્મચારી હેમખેમ મળ્યા
Email :

જામનગર પોલીસ દળમાં ફરજ બજાવતા કિશોરસિંહ કે. ગોહિલ નામના પોલીસ ડ્રાઈવર મધ્યપ્રદેશના રેવા ગામ નજીક પેટ્રોલ પંપ પરથી અચાનક ગાયબ થઈ જતાં ચકચાર મચી હતી. આ ઘટના ત્યારે બની જ્યારે જામનગરની જેલમાંથી એક આરોપીને ઉત્તર પ્રદેશ લઈ જવા ગયેલી પોલીસ ટીમ પરત ફરી રહી હતી. સીટી એ. ડિવિઝનના એક પીએસઆઈની આગેવાની હેઠળની પાંચ સભ્યોની પોલીસ ટીમ પેટ્રોલ

પંપ પર આરામ કરી રહી હતી ત્યારે કિશોરસિંહ ગોહિલ અચાનક ગાયબ થઈ ગયા હતા. તેમનું પાકીટ પોલીસ વાહનમાં મળી આવ્યું હતું, પરંતુ મોબાઈલ સાથે લઈ ગયા હતા જે સ્વિચ ઓફ હાલતમાં હતો. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જામનગર એલસીબીની એક ટીમ તાત્કાલિક મધ્યપ્રદેશ રવાના કરવામાં આવી હતી. સ્થાનિક પોલીસ મથકે ગુમ થવા અંગેની નોંધ પણ

કરવામાં આવી હતી. થોડા સમય બાદ કિશોરસિંહ ગોહિલનો પત્તો લાગ્યો હતો અને તેમને હેમખેમ જામનગર લાવવા માટે ટીમ રવાના થઈ છે. આ ઘટનાથી જામનગર પોલીસ બેડામાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું, પરંતુ કિશોરસિંહની સહી-સલામત વાપસીના સમાચારથી પોલીસ તંત્ર અને તેમના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો છે. કિશોરસિંહ જામનગર પરત ફર્યા બાદ જ તેમના ગુમ થવા પાછળના કારણો સ્પષ્ટ થશે.

Related Post