મોરબીના લક્ઝરીયસ સ્પામાં પોલીસ રેડ: 8 યુવતીઓ સાથે સ્પા સંચાલક સહિત બે શખ્સની ધરપકડ, 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત

મોરબીના લક્ઝરીયસ સ્પામાં પોલીસ રેડ:8 યુવતીઓ સાથે સ્પા સંચાલક સહિત બે શખ્સની ધરપકડ, 1.35 લાખનો મુદ્દામાલ જપ્ત
Email :

મોરબી શહેરના સનાળા રોડ પર આવેલા ધર્મેન્દ્ર પ્લાઝાના પાંચમા માળે ચાલતા નેક્સેસ લક્ઝરીયસ સ્પામાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની બાતમીના આધારે એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન સ્પામાંથી વિવિધ રાજ્યોમાંથી આવેલી આઠ યુવતીઓ મળી આવી હતી, જેઓ મસાજના નામે અનૈતિક પ્રવૃત્તિઓમાં સંકળાયેલી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે સ્થળ પરથી ₹20,500ની

રોકડ રકમ, ₹1.05 લાખની કિંમતના પાંચ મોબાઇલ ફોન સહિત કુલ ₹1,35,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ કેસમાં સ્પાના સંચાલક જયદીપ હમીરભાઈ મકવાણા (ઉંમર 21, રહે. ઉમા ટાઉનશીપ, મૂળ અમરેલી જિલ્લાના મોણપુર ગામના) અને નિશ્ચલ મહેશભાઈ ભીમાણી (ઉંમર 38, રહે. સનાળા રોડ, મોરબી)ની ધરપકડ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આ

સ્પામાં આવતા ગ્રાહકોને અનૈતિક પ્રવૃત્તિઓ માટેની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. મોરબી શહેરમાં આવા અનેક સ્પા સેન્ટર્સમાં અનૈતિક પ્રવૃત્તિઓ ચાલતી હોવાની ફરિયાદો વારંવાર સામે આવતી રહી છે, જેના પગલે પોલીસ દ્વારા સતત નિગરાની રાખવામાં આવી રહી છે.

Related Post