'અનુપમા'ના સેટ પર પોલીસ દોડી આવી: શૂટિંગ વચ્ચે જ એક્ટર જતીન સૂરીની ગર્લફ્રેન્ડે હોબાળો મચાવ્યો; બ્લેક મેઇલિંગનો આરોપ લગાવ્યો

'અનુપમા'ના સેટ પર પોલીસ દોડી આવી:શૂટિંગ વચ્ચે જ એક્ટર જતીન સૂરીની ગર્લફ્રેન્ડે હોબાળો મચાવ્યો; બ્લેક મેઇલિંગનો આરોપ લગાવ્યો
Email :

તાજેતરમાં ટીવી શો 'અનુપમા'ના સેટ પર ભારે હોબાળો થયો હતો. શોમાં રાજાની ભૂમિકા ભજવતા એક્ટર જતીન સૂરીને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો. જતીન પર તેની ગર્લફ્રેન્ડ દ્વારા બ્લેકમેઇલિંગનો આરોપ લગાવવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે જતીનની ગર્લફ્રેન્ડ શૂટિંગ દરમિયાન અચાનક સેટ પર પહોંચી ગઈ. તેણે જતીન પર ત્યાં હાજર લોકોની સામે બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો. જ્યારે મામલો વધુ વણસ્યો ત્યારે પ્રેમિકાએ પોલીસને ફોન કર્યો. પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને બંનેને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા. શરૂઆતમાં જતીને આ આરોપોને સ્પષ્ટપણે નકારી કાઢ્યા, પરંતુ બાદમાં તેણે

આ અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો. તેણે ફક્ત એટલું જ કહ્યું કે તે આ બાબતે કોઈ ટિપ્પણી કરવા માગતા નથી. પોલીસ હાલમાં આ મામલાની તપાસ કરી રહી છે અત્યાર સુધી, આ સમગ્ર મામલે શોના પ્રોડક્શન હાઉસ કે ચેનલ તરફથી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી. પોલીસ હજુ પણ તપાસ કરી રહી છે અને હાલમાં કોઈ કાનૂની કાર્યવાહીની પુષ્ટિ થઈ નથી. જતીન સૂરીએ ઘણા શોમાં કામ કર્યું છે 'અનુપમા'માં જતીન સુરી રાજાની ભૂમિકા ભજવી રહ્યો છે. આ પાત્ર તેને દરેક ઘરમાં ઓળખ આપી રહ્યું છે. જતીન સુરી આ પહેલા પણ ઘણા ટીવી શોમાં જોવા મળી ચૂક્યો

છે. 'એક થા રાજા, એક થી રાની' અને 'સૌભાગ્યવતી ભવ'માં તેના અભિનયની ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી. આ ઉપરાંત, તેણે 'નિમકી મુખિયા' શોમાં ડાયમંડ સિંહનું પાત્ર ભજવ્યું છે, જેમાં તેણે એક ધારાસભ્યના પુત્રની ભૂમિકા ભજવી હતી. જતિને "દો ચુટકી સિંદૂર" શોમાં પણ ખલનાયકની ભૂમિકા ભજવી હતી. સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ સક્રિય જતીન સુરી સોશિયલ મીડિયા પર પણ ખૂબ જ એક્ટિવ છે. તે નિયમિતપણે ફોટા અને પોસ્ટ શેર કરતો રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 89.5k ફોલોઅર્સ છે. નોંધનીય છે કે, આ દિવસોમાં ટીવી શો 'અનુપમા' પણ તેના પ્લોટને કારણે ખૂબ ટ્રોલ થઈ રહી છે.

Leave a Reply

Related Post