કવાંટમાં નવા રસ્તાનું નબળું કામ: ઉચેડા-ભાખા માર્ગમાં માત્ર એક ઇંચ ડામર હાથથી ઉખડે છે; કારોબારી ચેરમેને કરી તપાસ

કવાંટમાં નવા રસ્તાનું નબળું કામ:ઉચેડા-ભાખા માર્ગમાં માત્ર એક ઇંચ ડામર હાથથી ઉખડે છે; કારોબારી ચેરમેને કરી તપાસ
Email :

છોટા ઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં ઉચેડાથી ભાખા સુધીના નવનિર્મિત રસ્તામાં ગેરરીતિ સામે આવી છે. માત્ર પંદર દિવસ પહેલા બનાવવામાં આવેલા આ રસ્તામાં એક ઇંચ જેટલો જ ડામરનો થર નાખવામાં આવ્યો છે. સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે પાતળી સળીથી પણ ડામરનું પડ ઊંચકાઈ જાય

છે. બાઈકનું સાઈડ સ્ટેન્ડ મૂકતાં જ ડામરમાં ખૂપી જાય છે. હાથથી પણ ડામરના પોપડા સહેલાઈથી નીકળી જાય છે. પ્રથમ વખત બનેલા આ રસ્તાની ગુણવત્તા અંગે ગ્રામજનોમાં ચિંતા છે. તેમને ચોમાસામાં રસ્તો તૂટી જવાની બીક છે. સ્થાનિક લોકોની રજૂઆતથી કવાંટ તાલુકા પંચાયતના કારોબારી ચેરમેન

પીન્ટુ રાઠવાએ સ્થળ મુલાકાત લીધી. તેમણે જાતે તપાસ કરી જોયું કે, ડામરનું પડ હાથથી સહેલાઈથી ઊંચકાઈ જાય છે. સ્થાનિક લોકોએ રસ્તાના કામમાં પૂરતું મટીરિયલ વાપરવામાં ન આવ્યું હોવાનો આરોપ મૂક્યો છે. તેઓ રસ્તાનું ફરીથી નિર્માણ કરવા અને વિજિલન્સ તપાસની માગ કરી રહ્યા છે.

Leave a Reply

Related Post