પરફ્યૂમ કંપનીની આડમાં ચાલતા પોર્ન સબસ્ક્રિપ્શન મામલે નવા ખુલાસા: 1000 ગ્રાહકોને પોર્ન વીડિયોના પેકેજ વેચ્યા હતા, ગ્રાહકોને ફોન પર આકર્ષવા 40 યુવતીઓને કામ સોંપાયું હતું

પરફ્યૂમ કંપનીની આડમાં ચાલતા પોર્ન સબસ્ક્રિપ્શન મામલે નવા ખુલાસા:1000 ગ્રાહકોને પોર્ન વીડિયોના પેકેજ વેચ્યા હતા, ગ્રાહકોને ફોન પર આકર્ષવા 40 યુવતીઓને કામ સોંપાયું હતું
Email :

સુરત શહેરમાં એક પરફ્યૂમ કંપનીની આડમાં આંતરરાષ્ટ્રીય પોર્ન સબ્સ્ક્રિપ્શન માટે ચાલતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો છે. સુરત પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG) દ્વારા ગુપ્ત માહિતીના આધારે કાર્યવાહી કરતાં “ટી.એમ. પરફ્યૂમ” નામે ચાલતી પોર્ન સબ્સ્ક્રિપ્શનના રેકેટનો ખુલાસો થયો છે. તપાસમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે. અલગ-અલગ પેકેજના નામે પોર્ન વીડિયો વેચવામાં આવતા હતા. 150થી વધુ સ્ટાફ અને ખાસ મહિલા કોલર્સનો ઉપયોગ પેકેજ વેચવા માટે કરવામાં આવતો હોવાોન ખુલાસો થયો છે. આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર અને કંપનીનો માલિક જૈમીન હોવાનું સામે આવ્યું છે, જેને પોતાની ગળા ઉપર “યોદ્ધા” ટેટૂ લખાવેલું છે. પોલીસે જૈમીન

સહિત કુલ 8 આરોપીઓને ધરપકડ કરી છે અને તમામને હાલમાં 4 દિવસના પોલીસ રિમાન્ડ પર રાખવામાં આવ્યા છે. 40 યુવતીઓ ફોન કરી ગ્રાફકોને પોર્ન વીડિયોના પેકેજ ઓફર કરતી જૈમીને “ટી.એમ. પર્ફ્યુમ” નામે જે કંપની ઉભી કરી હતી તેમાં માત્ર પર્ફ્યુમનું વેચાણ નહીં પરંતુ પોર્ન વીડિયોનું સબ્સ્ક્રિપ્શન પેકેજ આપવાની વ્યવસ્થા છૂપાઈને ચલાવવામાં આવતી હતી. કુલ 150થી પણ વધુ કર્મચારીઓ આ કોલ સેન્ટરમાં કામ કરતાં હતાં જેમાં મોટાભાગે મહિલાઓનો સમાવેશ હતો. આમાંથી 40થી વધુ મહિલા કર્મચારીઓ એવા હતાં, જે લોકોના મોબાઇલ નંબર પર સીધા કોલ કરીને પેકેજ ઓફર કરતી હતી. આ પેકેજ પોર્ન

વીડિયો માટે આપવામાં આવતું હતું. એકવાર પેકેજ લઇ લીધા પછી, ફરીથી 10-15 દિવસ પછી ગ્રાહકોને કોલ કરીને નવા પેકેજ અને નવા વીડિયોની વાત કરવામાં આવતી હતી જેથી ગ્રાહકો વારંવાર સબ્સ્ક્રાઇબ કરે. જેઓને ગ્રાહકો સાથે પેકેજ અંગે વાતચીત કરવા માટે ખાસ તાલીમ અપાઈ હતી. આંતરરાષ્ટ્રીય પોર્ન વીડિયો ડાઉનલોડ કરીને વેચાતા આ કોલ સેન્ટરમાંથી આંતરરાષ્ટ્રીય પોર્ન વીડિયો ડાઉનલોડ કરીને તેના પેકેજ બનાવવામાં આવતા અને ત્યારબાદ ગ્રાહકો સુધી પહોંચાડવામાં આવતા. મુખ્યત્વે મોબાઇલ અથવા OTT પ્લેટફોર્મમાંથી જો કોઈ વ્યક્તિ આ પ્રકારના કન્ટેન્ટ શોધે તો તેમના ડેટાના આધારે કોલ સેન્ટર તરફથી સીધા ફોન કરવામાં આવતા. 1000થી

વધુ ગ્રાહકો, ₹15 લાખના ટ્રાન્ઝેક્શન, પાર્ટી એકાઉન્ટ ખુલાસો પોલીસે અત્યાર સુધીની તપાસમાં આશરે 1000થી વધુ લોકો પેકેજ સબ્સ્ક્રાઇબ કરતા હોવાનું ખુલ્યું છે. ઉપરાંત, 7 બેંકના એકાઉન્ટમાં અંદાજે ₹15 લાખ જેટલા પોર્ન પેકેજના ટ્રાન્ઝેક્શન થયા હોવાનું પણ સામે આવ્યું છે. 30,000થી વધુ પેકેજ સબ્સ્ક્રાઇબ કરનારાઓનો ડેટા મળ્યો પોલીસે આરોપીઓ પાસેથી “ટી.એમ. પરફ્યૂમ”ના નામે ડેટામાં 30,000થી પણ વધુ સબ્સ્ક્રાઇબ કરનારાઓના રેકોર્ડ મેળવ્યા છે, જે પરથી અંદાજ લગાવી શકાય કે, સમગ્ર માળખું ખૂબ વ્યાપક સ્તરે કાર્યરત હતું. આરોપીઓમાં જૈમીન ઉપરાંત મિલન અને હર્ષ નામના અન્ય ભાગીદારો પણ હતા, જેમણે પર્ફ્યુમ કંપનીના આધારે આ કૌભાંડ શરૂ

કર્યું હતું. OTT પ્લેટફોર્મ બનાવી ભારતીય ગ્રાહકોને પેકેજ વેચવામાં આવતા હતાં આ ટોળકી દ્વારા ‘Just Visionary Entertainment’ અને ‘Four Pirates Ventures Pvt. Ltd.’ નામના બે OTT પ્લેટફોર્મ પણ તૈયાર કરવામાં આવ્યા હતા. અહીં તેઓ વિદેશી પોર્ન સાઇટ્સમાંથી ડાઉનલોડ કરેલી સામગ્રી મૂકતા અને તેના પેકેજ બનાવતા હતા. સમગ્ર કન્ટેન્ટને પોતાના નામથી પુનઃશીર્ષક આપી ગ્રાહકોને એક મહિનાથી લઈને એક વર્ષની સબ્સ્ક્રિપ્શન યોજના આપવામાં આવતી હતી. જૈમીન ડોબરીયા મુખ્ય સૂત્રધાર આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર જૈમીન સુરેશ ડોબરીયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. અડાજણ સ્થિત પરમ રો-હાઉસમાં રહેતો જૈમીન મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના

જેજાદ ગામનો રહીશો છે. તેણે પોતાના ભાઈ શ્વેતુલ ડોબરીયા અને અન્ય બે ભાગીદારો હર્ષ ઉર્ફે કાનો રમેશ પટેલ (રહે. એસટોન હોમ્સ, પાલ) તથા મિલન ચતુર ગોંડલીયા (રહે. સત્તાધાર સોસાયટી, A.K. રોડ, મૂળ રહે. ખંભાળિયા) સાથે મળીને “ટી.એમ. પર્ફ્યુમ” નામે દુકાન શરૂ કરી હતી, પરંતુ તેની આડમાં વિશ્વભરના પોર્ન સાઇટ્સમાંથી સામગ્રી ડાઉનલોડ કરીને તેનું વેચાણ કરતા હતાં. સોમવાર સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા આઠ આરોપીઓને ગુરુવારે કોર્ટમાં આરોપીઓને રજુ કરવામાં આવ્યા હતા. ઈરફાન અંસારી, વિનેશકુમાર પટેલ, પુજન પટેલ, મયુર પરમાર, જૈમીન સુરેશ ડોબરિયા, શ્વેતુલ સુરેશ ડોબરિયા, હર્ષ પટેલ અને મિલન ગોંડલિયાને સુરત

પોલીસે મજબૂત દલીલ સાથે રજૂ કરતાં તેમના સોમવાર સુધીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આરોપીઓએ પેઈડ પોર્ન એપ બનાવી હતી આરોપીઓએ પેઇડ પોર્ન એપ “NOM-31” વિકસાવી હતી, જેનો ડેમો તેઓ ગ્રાહકોના વોટ્સએપ નંબર પર મોકલતા હતા. વધુમાં, સોશિયલ મીડિયા પર મોડલોના ફોટોનો ઉપયોગ કરી વીડિયો-એપ્લિકેશન માટે આકર્ષક જાહેરાતો બનાવવામાં આવતી હતી. સરકાર પક્ષે દલીલ કરી કે આરોપીઓ કઈ રીતે મોડલના ફોટા મેળવતા હતા અને એ મોડલો વાસ્તવમાં સંકળાયેલી છે કે કેમ તે તપાસવી જરૂરી છે. આરોપીઓ એ બાબતમાં સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. પોલીસે રિમાન્ડ માટે રજૂ કરેલા

મુદ્દાઓ 1. દિવસે રૂ.25,000થી 30,000 સુધીની આવક અલગ-અલગ પેકેજ આપીને ગ્રાહકો પાસેથી પૈસા વસૂલાતા હતા. આ રકમ QR કોડ અને વિવિધ બેન્ક એકાઉન્ટ્સમાં જમા થતી હતી. 2. ફાઇનાન્સિયલ ફ્રોડ આરોપીઓએ તેમના કર્મચારીઓના નામે ખાતાં ખોલાવી પોર્ન એપથી કમાયેલું ડોલર અને રૂપિયું ટ્રાન્સફર કરાવ્યું. 3. સબ્ઝીડિયરી પેઢીઓ મુખ્ય આરોપીઓમાંથી જૈમીન, શ્વેતુલ, હર્ષ અને મિલન ગોંડલિયા કંપનીના માલિક છે, જ્યારે પુંજન પટેલ પોર્ન સાઇટ્સ પરથી ગ્રાહકોની ડિમાન્ડ મુજબ વીડિયો ડાઉનલોડ કરી મોકલતો હતો. 4. ટેકનિકલ મદદ અને સબ્સક્રિપ્શન વિનેશ પટેલ યુઝર ID અને પાસવર્ડ બનાવી આપતો તથા એપ્લીકેશન ચલાવવા માટે ડેમો આપતો હતો. ઇરફાન અંસારી સેલ્સ મેનેજર

તરીકે કામ કરતો હતો. 5. 2020થી શરૂ થયેલ બિઝનેસ આરોપીઓએ 2020થી આ ગેરકાયદેસર બિઝનેસ શરૂ કર્યો હોવાને પગલે તેમની કુલ સંપત્તિ અને રોકાણોની તપાસ જરૂરી બની છે. નવાં ઓફિસ ખરીદવાની અને મિલકત મેળવવાની દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. 6. ડિજિટલ ગુનાઓની સંડોવણીની શકયતા આરોપીઓ પોર્ન વિડિયો વેચાણ ઉપરાંત ડિજિટલ અરેસ્ટ, બ્લેકમેઈલિંગ, મોર્ફિંગ જેવા ગંભીર સાયબર ગુનાઓમાં પણ સંડોવાયેલા છે કે કેમ તે તપાસવી બાકી છે. 7. નાનાં બાળકો સુધી પહોંચી શકે છે પોર્ન એપ પોલીસના જણાવ્યા અનુસાર 18 વર્ષથી નાનાં બાળકો દ્વારા પણ આ એપ્લિકેશન સબ્સક્રાઇબ કરવાની શક્યતા નકારી શકાય તેમ નથી.

Leave a Reply

Related Post