પ્રીટિ ઝિન્ટાનો રડમસ ચહેરો જોઈ ફેન્સ દુઃખી: 'પંજાબ કિંગ્સ'ની હાર બાદ 18 વર્ષના અધૂરાં સપના સાથે એક્ટ્રેસે ટીમને હૈયાધારણા આપી

પ્રીટિ ઝિન્ટાનો રડમસ ચહેરો જોઈ ફેન્સ દુઃખી:'પંજાબ કિંગ્સ'ની હાર બાદ 18 વર્ષના અધૂરાં સપના સાથે એક્ટ્રેસે ટીમને હૈયાધારણા આપી
Email :

'રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર'એ IPL 2025નો ખિતાબ જીત્યો હતો પરંતુ આ જીત પછી 'પંજાબ કિંગ્સ'ની સહ-માલિક અને બોલિવૂડ એક્ટ્રેસ પ્રીટિ ઝિન્ટા નિરાશ દેખાઈ રહી હતી. ગઈકાલે પ્રીટિ સફેદ કુર્તા, લાલ દુપટ્ટા અને સલવારમાં જોવા મળી હતી અને મેચ પછી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી તસવીરોમાં, મેદાન પર પ્રીટિના ચહેરા પર ઊંડી ઉદાસી સ્પષ્ટપણે જોઈ શકાતી હતી. મેચ

પૂરી થયા પછી, પ્રીટિ ઝિન્ટાએ ખેલાડીઓ પાસે પહોંચીને તેમને હૈયાધારણા આપી. તેણે શ્રેયસ ઐયર સહિત ઘણા ખેલાડીઓને સાંત્વના આપી. મેદાન પર તેની હાજરી અને ટેકો હંમેશની જેમ મજબૂત દેખાતો હતો. સોશિયલ મીડિયા પર ચાહકો ભાવુક થયા પ્રીટિ ઝિન્ટા વિશે સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી. એક ચાહકે લખ્યું, 'તે પણ 18 વર્ષથી

રાહ જોઈ રહી છે.' બીજા ચાહકે લખ્યું, 'પ્રીટિ ઝિન્ટા રડી રહી છે, અપેક્ષા મુજબ. ફરી એકવાર દિલ તૂટી ગયું. 2014માં પણ કંઈક આવું જ થયું હતું.' યૂઝર્સે કહ્યું- 'પ્રીટિ દિલથી ચીયર કરે છે.' ઘણા યૂઝર્સે પ્રીટિની પ્રશંસા કરી અને લખ્યું કે, 'તે શરૂઆતથી જ ટીમ સાથે ઉભી છે.' એક યૂઝરે લખ્યું, 'પ્રીટિ ઝિન્ટા, તમે ચોક્કસ જીતશો. તમે

ક્યારેય હાર સ્વીકારી નથી. તમે હંમેશા ટીમ માટે તાળીઓ પાડી, ઉત્સાહ દર્શાવ્યો. આટલા વર્ષો સુધી ટેકો આપવા બદલ આભાર.' જ્યારે બીજા એક યૂઝરે લખ્યું, 'હું RCBની જીતથી ખુશ છું, પણ મારું હૃદય પ્રીટિ ઝિન્ટા માટે દુઃખી છે. તે હંમેશા પંજાબ માટે દિલથી ચીયર કરે છે. આગલી વખતે કપ ચોક્કસ આવશે.' નોંધનીય છે કે, 'પંજાબ કિંગ્સ'

2014 પછી પહેલી વાર ફાઇનલમાં પહોંચ્યું હતું પરંતુ ટાઇટલ ફરી એકવાર હાથમાંથી સરકી ગયું. જ્યારે, RCBએ 18 વર્ષમાં પહેલી વાર ટ્રોફી જીતી. બેંગ્લોરે જીત નોંધાવીને 18 વર્ષના દુષ્કાળનો અંત લાવ્યો. આ જીત પર માત્ર ચાહકો જ નહીં, પરંતુ બોલિવૂડ અને અન્ય સ્ટાર્સે પણ RCB ને હૃદયપૂર્વક અભિનંદન પાઠવ્યા. , આમિર-રણવીર-અજય-રશ્મિકાની RCB પર પ્રેમવૃષ્ટિ; ભાવુક પળોના તાલે

ફિલ્મ ઇન્ડસ્ટ્રી ઝૂમી ​​​​​​​IPL 2025ની ફાઇનલ મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને પંજાબ કિંગ્સ (PBKS) વચ્ચે રમાઈ હતી. બેંગ્લોરે આ મેચ જીતીને 18 વર્ષના દુકાળનો અંત આણ્યો. પ્રથમ વખત RCB એ IPL ટ્રોફી જીતી. આ જીત પર માત્ર ચાહકો જ નહીં, પરંતુ બોલિવૂડ અને અન્ય સ્ટાર્સે પણ વિરાટ કોહલીને હૃદયપૂર્વક અભિનંદન આપ્યા.​​​​​​​ સંપૂર્ણ સમાચાર વાંચો...

Leave a Reply

Related Post