ઓલિમ્પિકની તૈયારી: SVPમાં આખા એક ફ્લોર પર સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર બનશે, સારવાર માટે ખેલાડીએ બીજા રાજ્યમાં જવું પડશે નહીં

ઓલિમ્પિકની તૈયારી:SVPમાં આખા એક ફ્લોર પર સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટર બનશે, સારવાર માટે ખેલાડીએ બીજા રાજ્યમાં જવું પડશે નહીં
Email :

જૈનુલ અન્સારી 2036માં યોજાનારી ઓલિમ્પિકની તૈયારીના ભાગરૂપે એસવીપી હોસ્પિટલમાં 9 કરોડના ખર્ચે રાજ્યના પ્રથમ સ્પોર્ટ્સ સાયન્સ સેન્ટરની દરખાસ્ત છે. કોઈ ખેલાડીને રમત દરમિયાન ઈજા થાય તો દિલ્હી, બેંગ્લુરુ કે ચેન્નઈ મોકલવામાં આવે છે. પરંતુ આ સેન્ટર બની ગયા પછી અહીં સારવાર થશે. આ સ્પોર્ટ્સ સેન્ટરમાં આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા મળી રહેશે. સૌથી મોટો લાભ એ હશે કે ખેલાડીને ફિઝિયોથેરાપીથી ઉપરના લેવલે સારવાર મળશે. આ સેન્ટરની દરખાસ્ત મ્યુનિ. કમિશનરે તાજેતરમાં રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં સમાવાઈ હતી. એસવીપી હોસ્પિટલમાં આખો એક માળ આ સેન્ટર માટે અનામત રખાશે. એક વર્ષમાં કામગીરી શરૂ થઈ જવાની શક્યતા છે.

7 આધુનિક મશીન : ક્રિકેટ, ફૂટબોલમાં અન્ય રમત કરતાં ઈજાનું પ્રમાણ 500% હોય છે શોલ્ડર પમ્પ : સ્નાયુ ફાટી જાય તો દૂરબિનથી ઓપરેશન વખતે સ્નાયુને પ્રેશર આપવું પડે છે. સર્જરી માટે આ મશીનનો ઉપયોગ થાય છે. ખભા કે હાથની પોઝિશન યોગ્ય રાખવા લિમ્બ પોઝિશનર ઉપયોગી છે. સૂચર રિટ્રાઈવર : ખભાનો સ્નાયુ ફાટે તો ટાંકા લેવા આ મશીનનો ઉપયોગ થાય છે. રેડિયો ફ્રીકવન્સી આરએફ : દૂરબિનથી ઓપરેશનમાં લોહી વહે છે પણ દેખાતું નથી. આ મશીન લોહી બંધ કરે છે. ઓર્થોસ્કોપિક વીડિયો રેકોર્ડર : આ સાધન સર્જરી રેકોર્ડ કરે છે. તે મેડિકલના વિદ્યાર્થીઓને બતાવવામાં ઉપયોગી

છે. આર્થોસ્કોપી સેટ : ખભા, ઘૂંટણ કે અન્ય સાંધાની આર્થોસ્કોપી કરવાનું મશીન. શોલ્ડર સેટ : દૂરબિનથી ખભા કે ઘૂંટણ, ઘૂંટી, કોણી, કાંડાનું ઓપરેશન કરવાનું હોય તો આ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે. દેશમાં સ્પોર્ટ્સ ઈન્જરીનો રેશિયો 40થી 60 ટકા છે મ્યુનિ. આરોગ્ય વિભાગના એક અધિકારીના જણાવ્યા અનુસાર, દેશમાં 65 ટકા કિશોર અને 40થી 60 ટકા પુખ્તવયના ખેલાડીને રમત દરમિયાન ઈજા થતી હોય છે. દેશમાં સ્પોર્ટ્સ ઈન્જરીનું પ્રમાણ સૌથી વધારે છે. ફૂટબોલ અને ક્રિકેટના ખેલાડીઓમાં ઘૂંટણ અને ઘૂંટીમાં ઈજાનો રેશિયો તો 500 ટકા સુધી પહોંચી જતો હોય છે. આ સંજોગોમાં સેન્ટર ખૂબ ઉપયોગી પૂરવાર થશે.

Related Post