Kutchમાં હોળી-ધૂળેટી પર્વને લઈ બજારમાં ભારે ભીડ, ધાણી-દાળિયા-ખજૂર-હારડા સહિતની ધૂમ ખરીદી:

Kutchમાં હોળી-ધૂળેટી પર્વને લઈ બજારમાં ભારે ભીડ, ધાણી-દાળિયા-ખજૂર-હારડા સહિતની ધૂમ ખરીદી
Email :

કચ્છભરમાં ગુરુવારે ઠેર ઠેર હોલિકા દહન ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવશે. સાંજનાં સમયે વિવિધ વિસ્તારો, સોસાયટીઓનાં ચોકમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે હોળીને પ્રગટાવવામાં આવશે. લોકો હોળીની પૂજા,અર્ચના કરવાની સાથે જળ અર્પણ કરીને પ્રદક્ષિણા કરવાનો ધાર્મિક લાભ લેશે. અમુક શ્રાદ્ધાળુઓ ધાણી, દાળિયા, ખજૂર, શ્રાીફળ સહિતની સામગ્રી હોળીમાં હોમીને પૂજન, અર્ચન કરવાનું ચૂકશે નહીં. વિવિધ વિસ્તારોમાં શુક્રવારે સવારથી જ છાણા સહિતની ગોઠવણી માટે કાર્યકર્તાઓ કામે લાગી જશે. તો બહેનો હોળી ફરતે રંગોળી કરવાનું પણ ચૂક્શે

નહીં. વિવિધ વિસ્તારોમાં સાંજના સમયે લોકો હોળી દર્શન કરીને ધન્યતા અનુભવશે.

હોળી પર્વને લઇ બજારમાં તેજીનો માહોલ
હોળીનાં તહેવારને હવે ગણતરીનાં કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે ભુજની બજારમાં ધાણી, દાળિયા, ખજૂર, હારડા, પતાસા સહિતની વસ્તુઓનું વેચાણ વધ્યું છે. પરિણામે સવારે અને સાંજનાં સમયે બજારમાં લોકોની ભીડ જોવા મળી હતી. હોળીની ખરીદીને લઇને બજારમાં હાલે તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. લોકો પૂજા માટે દાળિયા, ધાણી, ખજૂરની ખરીદી કરી રહ્યા છે. હોળીનાં

પ્રાગટય સમયે પ્રદક્ષિણા કરવાની સાથે ખજૂર સહિતની વસ્તુઓ તથા નાળિયેર મૂકવામાં આવશે.

આમ, તો હોલેસેલમાં તો છેલ્લા ચાર-પાંચ દિવસથી હોળી-ધુળેટી નિમિત્તે વિવિધ વસ્તુઓઓની ખરીદીમાં ઉછાળો જોવા મળ્યો હતો. હવે જ્યારે તહેવારને ગણતરીનાં કલાકો જ બાકી રહ્યા છે ત્યારે રિટેલરો પાસે પણ ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. ભુજની બજારમાં સવારે તેમજ સાંજના સમયે લોકો ધાણી, દાળિયા, ખજૂર, હારડા, પતાસા સહિતની વસ્તુઓ ખરીદવા માટે ઉમટી પડયા હોઈ બજારમાં તેજીનો માહોલ જોવા મળી

રહ્યો છે. જોકે, હાલે લોકો પૂજા માટે ઉપયોગી હોય તેટલા પ્રમાણમાં જ ખજૂર સહિતની ખરીદી કરી રહ્યા છે.

પૂજા માટે જરૂરી તમામ વસ્તુઓનાં નાના પડીકા તૈયાર કરાયા
હોળી પર્વ નિમિત્તે જીણી ધાણી તથા ત્રણ પ્રકારની ખજૂરના વેચાણમાં ઉછાળો આવ્યો છે. તેટલા પ્રમાણમાં પતાસાનું પણ વેચાણ થઇ રહ્યું છે. હાલે માર્કેટમાં ખજૂરનાં ભાવ રૂ. ૧૨૦થી ૧૩૫ જોવા મળી રહ્યા છે. જ્યારે દાળિયા રૂ. ૨૦૦ તથા જીણીની ધાણીનાં ભાવ રૂ. ૧૨૦ જોવા મળી રહ્યા

છે. તો ગ્રાહકોને સરળતા ખાતર રિટેલર વેપારીઓ દ્વારા તમામ ૨૦૦ ગ્રામનાં પડીકા તૈયાર રાખવામાં આવ્યા છે. જેને કારણે હોલી દહન સમયે પૂજા માટે લઇ જતાં ગ્રાહકોને સરળતા રહેવા પામે.

સૂકા મેવા અને ચોકલેટનાં હારડાનું સૌથી વધુ વેચાણ
વેપારીઓ દ્વારા હાલે બજારમાં પતાસાનાં હારડાની સાથે સાથે સૂકા મેવાનાં પણ હરાડા તૈયાર કરીને વેચાણમાં મૂકવામાં આવ્ય છે. જેનો સૌથી વધુ ઉપાડ જોવા મળી રહ્યો છે. કારણ કે, આ હારડામાં સૂકા મેવાની સાથે ટોપરું, વિવધ

પ્રકારની ચોકલેટો સહિતની વસ્તુઓ દ્વારા કલાત્મક બનાવવામાં આવ્યા હોય તેને પહેર્યા બાદ બાળક આરોગે તો પણ સ્વાસ્થ્ય વર્ધક સાબિત થાય. હાલે માર્કેટમાં રૂ. ૫૦થી લઇને રૂ. ૫૦૦ સુધીનાં હારડા ઉપલબ્ધ છે. લોકો તેને ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે.

બાળકોને નવા કપડાં પહેરાવી પહેલી હોળી દર્શન કરાવાશે
નવા જન્મેલા બાળકો કે જેનાં પહેલી હોળી દર્શન હશે તેવા બાળકોને રંગબેરંગી કપડાં પહેરાવીને ગળામાં હારડા પહેરાવીને હોળીની પાંચ કે સાત પ્રદક્ષિણા ફેરવવામાં આવતી હોય

છે. આજે પણ શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં આ પ્રથા અકબંધ જોવા મળી રહી છે. ખાસ કરીને હોળી પર્વનાં દિવસે જે તે બાળકના મામા બાળક માટે સુંદર કપડાં અને હારડો લઇને આવે છે અને પોતાના ખભા ઉપર બેસાડીને બાળકને પહેલી હોળીનાં દર્શન કરાવે છે. હોળીની પ્રદક્ષિણા કરીને બાળક તંદુરસ્ત રહે તેવી પ્રાર્થન કરતાં હોય છે.

ભુજ ખાતે સૌ પ્રથમ આશાપુરા મંદિરે હોળી પ્રગટાવાશે
ભુજ ખાતે સૌ પ્રથમ આશાપુરા મંદિરે હોળી પ્રગટાવવામાં આવશે. અહીં

પૂજા-અર્ચના-આરતી બાદ હોળીમાંથી સળગતો અગ્નિ લઇને બાકીનાં વિવિધ વિસ્તારોમાં નાની - મોટી હોળીને આ જ અગ્નિ દ્વારા પ્રગટાવવામાં આવશે. આ પરંપરા આદિકાળથી ચાલી આવી છે. પહેલાં કોટ વિસ્તારમાં જ ભુજ સમાઇ જતંુ હતું તેને કારણે અહીંની તમામ હોળી આશાપુરા મંદિરે પ્રગટાવાયેલી હોળીનાં અગ્નિથી જ પ્રગટાવવામાં આવતી હતી. લોકો ડોલમાં ભરીને અગ્નિ લઇ જતા હતા. આ પ્રથા આજે પણ ચાલુ છે, પરંતુ ભુજ બહાર પણ વિસ્તરી ચૂક્યું છે ત્યારે બહારનાં વિસ્તારમાં પોતાની મેળે જ હોળી

પ્રગટાવવામાં આવે છે.

વિવિધ વિસ્તારોમાં સ્થાનિક લોકો હોળી ઉત્સવ મનાવશે
ભુજ શહેરમાં દર વર્ષે વિવિધ વિસ્તારોમાં હોળી પર્વની આસ્થા અને શ્રાદ્ધાભેર ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને શહેરનાં આશાપુરા મંદિરનાં મુખ્ય ગેટ પાસે, રઘુનાથજી મંદિર પરિસરમાં, હાટકેશ મંદિરમાં, ધિંગેશ્વર મંદિર પાસે, લાલ ટેકરી વિસ્તારમાં, આરટીઓ રિલોકેશન સાઇટમાં, સોમૈયા નગરમાં, પ્રમુખ સ્વામી નગરમાં સહિતનાં વિવિધ વિસ્તારોમાં પણ સ્થાનિક રહેવાસીઓ દ્વારા હોળી પ્રગટાવવામાં આવશે અને પૂજા-અર્ચના, દર્શનનો લાભ લઇને ધન્યતા અનુભવશે.

Related Post