​​​​​​​ઉનાળામાં વન્ય પ્રાણીઓ માટે જંગલમાં ખાસ વ્યવસ્થા: સુરત-તાપી જિલ્લામાં 90 કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવાયા; દીપડાની સંખ્યા વધીને 140 થઈ, ખોરાક માટે બ્રિડિંગ સેન્ટર શરૂ કરાયા

​​​​​​​ઉનાળામાં વન્ય પ્રાણીઓ માટે જંગલમાં ખાસ વ્યવસ્થા:સુરત-તાપી જિલ્લામાં 90 કૃત્રિમ પાણીના પોઇન્ટ બનાવાયા; દીપડાની સંખ્યા વધીને 140 થઈ, ખોરાક માટે બ્રિડિંગ સેન્ટર શરૂ કરાયા
Email :

જંગલ વિસ્તારમાં રહેતા દીપડાની અવરજવર સુરત શહેરના છેવાડે જોવા મળતા સ્થાનિકો અને વન વિભાગમાં ભારે ચિંતા છે. દીપડા અને અન્ય જંગલી પ્રાણીઓને જંગલમાં જ પૂરતું ખોરાક અને પાણી મળી રહે, તે માટે ઉનાળાની સિઝનમાં સુરત જિલ્લામાં 40 અને તાપી જિલ્લામાં 50 જેટલા કૃત્રિમ વોટર પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, દીપડાને ખોરાક મળી રહે તે માટે હર્બીવરસ (શાકાહારી) પ્રાણીઓના બ્રિડિંગ સેન્ટર પણ શરૂ કરાયા છે.

સુરત રેન્જમાં દીપડાની સંખ્યા 140 સુધી પહોંચી સુરત વન વિભાગ પાસેથી મળેલી માહિતી મુજબ, હાલમાં માત્ર સુરત રેન્જમાં 140 જેટલા દીપડા છે, જ્યારે 2016માં આ સંખ્યા માત્ર 40 હતી. દીપડાની વધતી સંખ્યાને કારણે હવે તેમની અવરજવર સુરત શહેરના નજીકના છેવાડાના વિસ્તારોમાં વધી રહી છે, જેને લઈને વન વિભાગ પણ હવે હરકતમાં આવ્યું છે. ઉનાળાની સિઝનમાં ખાસ વ્યવસ્થા ઉનાળામાં દીપડાને પૂરતું પાણી અને ખોરાક જંગલમાં જ મળી રહે

અને તે શહેર નજીક ન આવે તે માટે સુરત અને તાપી જિલ્લામાં 90 જેટલા વોટર પોઇન્ટ બનાવવામાં આવ્યા છે. ટેન્કર અને હેન્ડ પંપની મદદથી અહીં પાણી રિફિલ કરવામાં આવે છે, જેથી પાણીની શોધમાં દીપડા શહેર નજીકના વિસ્તારોમાં ન આવે. અહીં ખોરાકની વ્યવસ્થા માટે અન્ય પ્રાણીઓના બ્રિડિંગ સેન્ટર પણ શરૂ કરાયા છે, જેથી આવા પ્રાણીઓ કાળક્રમે દીપડાના ખોરાક રૂપે ઉપલબ્ધ રહે. વોટર પોઇન્ટ જૂન સુધી રિફિલિંગ કરાશેઃ

અધિકારી વન વિભાગના અધિકારી પુનિત નૈયરે જણાવ્યું હતું કે, હાલ ઉનાળાની સીઝન છે, તેથી જંગલ વિસ્તારમાં 40 વોટર પોઇન્ટ સુરત જિલ્લામાં અને 50 વોટર પોઇન્ટ તાપી જિલ્લામાં બનાવવામાં આવ્યા છે, જેથી દીપડા અને અન્ય જંગલી પ્રાણીઓને પૂરતું પાણી મળી રહે. આ લોકેશન એવાં છે, જે વન્ય પ્રાણીઓ માટે અનુકૂળ રહે. રેગ્યુલર હેન્ડ પંપ અથવા ટેન્કરથી માર્ચથી જૂન સુધી રિફિલિંગ કરવામાં આવશે. ‘દીપડાના ખોરાક માટે બ્રિડિંગ સેન્ટરનું

આયોજન’ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે દીપડાને ખોરાક જંગલ વિસ્તારમાં મળી રહે છે, પરંતુ હર્બિવોરસ પ્રાણીઓની સંખ્યા વધારવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. સુરત અને તાપી જિલ્લામાં ગ્રે જંગલ ફાઉલ માટેના બ્રિડિંગ સેન્ટરનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયું છે. ચોસિંગાના પણ બ્રિડિંગ સેન્ટર તાપી જિલ્લામાં શરૂ કરવામાં આવ્યું છે. ધીમે-ધીમે આ પ્રાણીઓને રિલીઝ કરવામાં આવશે. તાપી કિનારે દીપડો દેખાતા

ખેડૂતોમાં ભય ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલાં જ તાપી નદી કિનારે ખેતરમાં કામ કરતાં ખેતમજૂરોએ દીપડો જોયો હતો. શહેરના છેવાડે દીપડાને જોતા સ્થાનિક લોકોમાં પણ ભય ફેલાયો છે. સુરત શહેરના ભાટપોરમાં તાપી કિનારે દીપડો દેખાતા ખેડૂતોમાં ભારે ભયનો માહોલ છે. ફોરેસ્ટ વિભાગે વિવિધ જગ્યાઓએ પાંજરા પણ મૂક્યા છે. છેલ્લા એક અઠવાડિયાથી દીપડો જોવા મળી રહ્યો છે અને તે એક ગાયના વાછરડાનો શિકાર પણ કરી ચૂક્યો છે.

Leave a Reply

Related Post