Summerમાં અનાજની સાચવણી કરવી ગૃહિણીઓ માટે માથાનો દુઃખાવો, ટ્રાય કરો આ Tips:

Summerમાં અનાજની સાચવણી કરવી ગૃહિણીઓ માટે માથાનો દુઃખાવો, ટ્રાય કરો આ Tips
Email :

ઉનાળા શરૂ થતાં જ ગૃહિણીઓની ચિંતા વધે છે. માર્ચ મહિનામાં બજારમાં મસાલા આવી જાય છે અને એપ્રિલમાં ચોખા, તુવરેદાળ તેમજ ઘઉં જોવા મળે છે. આજે પણ અનેક ભારતીય ઘરોમાં આખા વર્ષના અનાજ અને મસાલા ભરવામાં આવે છે. ઘરમાં આખું વર્ષ સ્ટોર કરતા અનાજને યોગ્ય રીતે સંગ્રહીત ના કરવામાં આવે તો તેમાં કીડા અને ધનેરા પડવા લાગે છે. કેટલાક અનાજમાં ભેજ લાગતા બાચકા બાજે છે એટલે કે સફેદસફેદ કિટાણું થવા લાગે છે. અનાજમાં જંતુઓ પ્રવેશ ના કરે અને લાંબા સમય સુધી સુરક્ષિત રાખી શકો તેને લઈને અમને તમને કેટલીક ટીપ્સ બતાવવા જઈ રહ્યા છીએ.

ગૃહિણીઓ હંમેશા પોતાના મહિનાના બજેટ પ્રમાણે જ તમામ આયોજન કરતી હોય છે. મોંઘાભાવે લીધેલા અનાજ બગડી ના જાય તેની ખાસ કાળજી રાખે છે. અને એટલે જ અમે તમને અનાજ લાંબો સમય સાચવવાની ઘરેલુ ટિપ્સ બતાવીશું જે તમારા બજેટમાં પણ ફીટ થશે અને એ સામગ્રી તમારા રસોડમાં જ ઉપલબ્ધ છે.

અનાજ સાચવવાનો ઘરેલુ ઉપાય

રસોડામાં એક એવી વસ્તુ છે જે અનાજમાં રહેલા જંતુઓની સમસ્યાનો ચોક્કસ ઉકેલ છે. ખરેખર, આપણે હિંગ વિશે વાત કરી રહ્યા છીએ. આનો ઉપયોગ કરીને તમે અનાજમાં રહેલા જંતુઓથી કાયમ માટે છુટકારો મેળવી શકો છો. હિંગની ગંધ એટલી તીવ્ર હોય છે કે અનાજમાં પ્રવેશતા જંતુઓ તેને સહન કરી શકતા નથી. આવી સ્થિતિમાં, જ્યાં હિંગ રાખવામાં આવે છે ત્યાં જંતુઓ આવતા નથી.

આવી સ્થિતિમાં, તમે તેને અનાજવાળા કન્ટેનરમાં રાખી શકો છો. આનાથી અનાજ પર કોઈ નકારાત્મક અસર થયા વિના જંતુઓની સમસ્યા હલ થઈ શકે છે. અનેક લોકો પોતાના ઘરમાં આખુ મીઠું રાખે છે. તમે જેમાં અનાજ ભરવાના હોવ તેમાં આખા મીંઠાના ગાગડા નાખી દો. મીઠાની ખારાશના કારણે તેમાં કિટાણુ પ્રવેશ કરશે નહીં અને અનાજમાં ભેજ પણ લાગશે નહીં. અનાજનું પ્રમાણ વધારે હોય તેમ મીઠાના ગાંગડો નાખો. એટલે કે 25 કિલો જેટલુ અનાજ હોય તો તેમાં એક નહીં પરંતુ બે-ત્રણ મીઠાના ગાગળા જરૂર નાખવા જોઈએ.

Disclaimer: સમાચારમાં આપવામાં આવેલી કેટલીક માહિતી મીડિયા રિપોર્ટ્સ પર આધારિત છે. સંદેશ ન્યૂઝ આ મામલે પુષ્ટી કરતું નથી. કોઈપણ સૂચનનો અમલ કરતા પહેલા તમારે સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જોઈએ. 

Leave a Reply

Related Post