કમલ હાસન પર માફી માગવાનું દબાણ વધ્યું: KFFC એ કહ્યું- 'જો 30 મે સુધીમાં માફી નહીં માગો તો 'ઠગ લાઈફ' કર્ણાટકમાં રિલીઝ નહીં થવા દઈએ'

કમલ હાસન પર માફી માગવાનું દબાણ વધ્યું:KFFC એ કહ્યું- 'જો 30 મે સુધીમાં માફી નહીં માગો તો 'ઠગ લાઈફ' કર્ણાટકમાં રિલીઝ નહીં થવા દઈએ'
Email :

કમલ હાસનની ફિલ્મ 'ઠગ લાઈફ'ની મુશ્કેલીઓ વધી રહી છે. કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ કોમર્સ (KFCC) એ ગુરુવારે કહ્યું કે જ્યાં સુધી એક્ટર કન્નડ ભાષા વિશેની તેમની વિવાદાસ્પદ ટિપ્પણી બદલ જાહેરમાં માફી નહીં માગે ત્યાં સુધી તેઓ 'ઠગ લાઈફ' ને કર્ણાટકમાં રિલીઝ થવા દેશે નહીં. 30મે સુધીમાં જાહેરમાં માફી માગવી પત્રકારો સાથે વાત કરતા, KFCC ના પ્રમુખ

એમ નરસિમ્હાલુએ જણાવ્યું હતું કે 'ઘણા કન્નડ સંગઠનોએ તેમની(કમલ હાસન)ની ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગ કરી છે. અમે સાથે મળીને આ બાબતે ચર્ચા કરી અને નક્કી કર્યું કે તેમણે માફી માગવી જોઈએ. ચેમ્બરના અધિકારીઓ તેમને મળવા અને વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અમે સહમત છીએ કે તેમણે જે કર્યું તે ખોટું હતું.' દરમિયાન, KFCCના

ભૂતપૂર્વ પ્રમુખ સા રા ગોવિંદુએ કહ્યું કે, 'જો એક્ટર 30 મે સુધીમાં માફી નહીં માગે તો KFCC ફિલ્મને અહીં રિલીઝ થવા દેશે નહીં. તેમણે કહ્યું, 'અમને કમલ હાસન પ્રત્યે કોઈ સહાનુભૂતિ નથી. જો તે આજે કે કાલે જાહેરમાં માફી નહીં માંગે તો અમે કન્નડ કાર્યકર્તાઓને ટેકો આપીશું અને ઉગ્ર વિરોધ કરીશું. અમે કોઈ પણ સંજોગોમાં ફિલ્મ

રિલીઝ થવા દઈશું નહીં.' કન્નડ ભાષા તમિલ ભાષામાંથી ઉદ્ભવી નથી 2008-2010 દરમિયાન KFCC ના વડા રહી ચૂકેલી એક્ટ્રેસ જયમાલાએ કહ્યું, 'જ્યારે પણ ભાષાવિવાદ હોય ત્યારે બધા કન્નડ લોકોએ એક થવું જોઈએ. આ આપણી ફરજ છે.' કમલ હાસને જાણી જોઈને કે અજાણતાં જે કંઈ કહ્યું તે ખોટું હતું. કન્નડ ભાષા તમિલ ભાષામાંથી ઉદ્ભવી નથી.' તેમણે એમ પણ

કહ્યું કે, 'ભૂલને યોગ્ય ઠેરવવાને બદલે તેના માટે દિલગીરી વ્યક્ત કરવામાં કંઈ ખોટું નથી. અમે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ કે તેમના શબ્દો કન્નડ લોકો માટે ખૂબ જ દુઃખદાયક હતા. માફી માંગવી એ તેમની નૈતિક જવાબદારી છે.' ઘટના શું હતી? 24 મેના રોજ, ચેન્નાઈમાં તેમની નવી

ફિલ્મ 'ઠગ લાઈફ'ના ઓડિયો લોન્ચ ઇવેન્ટ દરમિયાન, દક્ષિણના સુપરસ્ટાર કમલ હાસને કન્નડ એક્ટર શિવ રાજકુમાર તરફ ઈશારો કર્યો હતો અને કહ્યું હતું કે, 'શિવ રાજકુમાર મારા પરિવાર જેવા છે, તેથી જ તેઓ અહીં છે. મેં મારી વાત જીવન, સંબંધો અને તમિલથી શરૂ કરી. તમારી ભાષા (કન્નડ) તમિલમાંથી ઉદ્ભવી છે, તેથી તમે પણ અમારો એક ભાગ છો.'

Leave a Reply

Related Post