પોરબંદરમાં દબાણ હટાવ અભિયાન જારી: ભાજપ કાર્યાલય સામે 20 જેટલા વંડા તોડી પડાયા, પાલિકાનું કડક વલણ

પોરબંદરમાં દબાણ હટાવ અભિયાન જારી:ભાજપ કાર્યાલય સામે 20 જેટલા વંડા તોડી પડાયા, પાલિકાનું કડક વલણ
Email :

પોરબંદર મહાનગરપાલિકાએ શહેરને સ્વચ્છ બનાવવાના અભિયાન અંતર્ગત સતત બીજા દિવસે પણ દબાણ હટાવ કામગીરી હાથ ધરી હતી. ગુરુવારે ભાજપ કાર્યાલય સામેના કોલેજ રોડ પર આવેલા ગેરકાયદેસર વંડાઓને તોડી પાડવામાં આવ્યા હતા. મહાનગરપાલિકાના કમિશનર અને ડેપ્યુટી કમિશનરના નેતૃત્વમાં ચાલી રહેલા આ અભિયાન અંતર્ગત પોલીસ બંદોબસ્ત સાથે ત્રણ

JCB અને ટ્રેક્ટરની મદદથી લગભગ 20 જેટલા વંડાઓને દૂર કરવામાં આવ્યા હતા. આ વંડાઓ ફૂટપાથ પર દબાણ કરી રહ્યા હતા. ગઈકાલે ખાપટ વિસ્તારમાં પાંચ કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જેમાં રહેણાંક અને વાણિજ્યિક મિલકતોનો સમાવેશ થતો હતો. મહાનગરપાલિકાએ સ્પષ્ટ સંદેશ

આપ્યો છે કે ફૂટપાથ કે સરકારી જમીન પરના કોઈપણ દબાણને તાત્કાલિક દૂર કરવામાં આવશે. પોરબંદરના ઇતિહાસમાં પ્રથમવાર આવું વ્યાપક દબાણ હટાવ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. લોકોમાંથી માંગ ઉઠી રહી છે કે આ અભિયાન સતત ચાલુ રાખવામાં આવે અને મોટા માથાઓના દબાણો પણ દૂર કરવામાં આવે.

Related Post