Propose Day શા માટે ઉજવાય છે?, શું છે તેનો ઇતિહાસ અને મહત્વ:

Propose Day શા માટે ઉજવાય છે?, શું છે તેનો ઇતિહાસ અને મહત્વ
Email :

વેલેન્ટાઇન વીકની શરુઆત થઈ ગઈ છે. અને કાલે તેનો 2જો દિવસ પ્રપોઝ ડે ઉજવવામાં આવશે. દિલની લાગણીઓ અથવા પ્રેમ વ્યક્ત કરવા માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે. ચાલો તમને જણાવીએ કે પ્રપોઝ ડે કેમ મનાવવામાં આવે છે અને તેને ઉજવવાનું શું મહત્વ હોય છે.

વર્ષ 2025ના વેલેન્ટાઇન વીકની શરુઆત થઈ ગઈ છે અને આજે 7 ફેબ્રુઆરીએ રોઝ ડે ઉજવવામાં આવી રહ્યો છે. આ અઠવાડિયાના બીજા દિવસને પ્રપોઝ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે પ્રેમીઓ એકબીજા પ્રત્યે પોતાની લાગણીઓ અથવા પ્રેમ વ્યક્ત કરતા હોય છે. આ એક ખૂબ જ ખાસ તક છે જેને તમે પ્રેમ કરો છો તેને તમારા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બનાવવાની. પ્રેમ, સ્નેહ અને પ્રશંસા વ્યક્ત કરવાની આ એક શ્રેષ્ઠ તક હોય છે. આ ખાસ દિવસ દ્વારા લોકો તેમના સંબંધોમાં આગળનું પગલું ભરવા તરફ આગળ વધતા હોય છે. તેઓ જેને પોતાનો જીવનસાથી બનાવવા માંગે છે તેને પોતાની લાગણીઓ એક ખાસ રીતે પહોંચાડવાનો પ્રયાસ કરતા હોય છે.

ઘણા લોકો એવા પણ હોય છે કે જે લાંબા સમયથી આ દિવસોની રાહ જોતા હોય છે. કે ક્યારે વેલેન્ટાઇન આવે અને પોતાના પ્રેમને વ્યક્ત કરે. ભારતમાં આ પશ્ચિમી સંસ્કૃતિનો ટ્રેન્ટ ખૂબ જ વધી ગયો છે. લોકો કેન્ડલ લાઈટ ડિનર, બીચ લોકેશન કે પછી કંઈક બીજી એકિટવિટી કરવા માટે વિચારતા હોય છે જેના થકી તેઓ પોતાની લાગણીઓ તેમના સાથીદારને વ્યક્ત કરી શકે. ચાલો તમને જણાવીએ કે પ્રપોઝ ડેનો ઈતિહાસ શું છે અને તેનું મહ્તવ શું છે. સાથે જાણો કે તમે કંઈક અલગ કરીને તમારા જીવનસાથીને રચનાત્મક રીતે પ્રપોઝ કરી શકો છો.

કેમ મનાવવામાં આવે છે પ્રપોઝ ડે

આમ તો વર્ષોથી પ્રપોઝ ડેને વેલેન્ટાઇન વીકના બીજા દિવસે ઉજવાય છે. જો કે આની શરુઆત વર્ષો પહેલા જ થઈ ગઈ હતી. અને આજે ભારતમાં આ પશ્ચિમી સંસ્કૃતિનો ટ્રેન્ડ આજકાલ ઘણો જ વધી ગયો છે. કહેવાય છે કે 1477 માં ઑસ્ટ્રિયન આર્કડ્યુક મેક્સિમિલિયને બર્ગન્ડીની મેરીને પ્રપોઝ કર્યું હતું તેમણે તેમના આ ખાસ દિવસમાં મેરીને હીરાની વીંટી ભેટમાં આપી હતી અને આ રીતે પ્રપોઝ કર્યુ હતુ. આ રીતે પ્રપોઝ કર્યા પછીથી આ પદ્ધતિ ચર્ચામાં આવી અને ત્યારથી જ વેલેનેટાઈન વીકના બીજા દિવસે પ્રપોઝ ડે ઉજવવાનુ શરુ થયુ.

પ્રપોઝ ડેનું મહત્વ

વેલેન્ટાઇન વીકના દરેક દિવસનો એક અલગ મહત્વ હોય છે. પ્રપોઝ ડે દ્વારા, એક છોકરો હોય કે છોકરી પોતાની જીંદગીના ખાસ વ્યકિતને દિલની લાગણી વ્યક્ત કરતા હોય છે. જે લોકો પહેલીવાર પોતાના ક્રશ અને પ્રેમીને પ્રેમ વ્યક્ત કરવા માંગે છે તે લોકો માટે મુશ્કેલ હોય છે. આમ તો પ્રપોઝ ડે પ્રેમને વ્યક્ત કરવા માટે એક ખાસ તક હોયછે અને આ અનોખી રીત છે જેના દ્વારા પ્રેમ વ્યક્ત કરી શકે. આ પછી સંબંધમાં આવનાર દરેક વ્યકિત તેને જીવનભર ભૂલી શકતું નથી તેટલું ખાસ હોય છે.

આ રીતે મનાવો પ્રપોઝ ડે

પ્રપોઝ ડે પર વ્યક્તિ પાર્ટનર સમક્ષ પોતાની લાગણી વ્યક્ત કરવા માટે ઘણી રીતો અપનાવી શકે છે. લોકો તેના માટે કેન્ડલ લાઈટ ડિનર, ડેટ પર જઈને રોઝ આપીને કે પછી રીંગ કે કંઈક બીજી એકિટવિટી કે ભેટ આપીને પ્રપોઝ કરી શકો છો આમ તો પ્રપોઝ કરવાનો શ્રેષ્ઠ રીત તો રસ્તા પર ઘુંટણ પર બેસીને પ્રપોઝ કરી સૌથી રોમાંટિક રીતે લગ્ન માટે પ્રપોઝ કરી શકે છે. આ રોમાંટિક રીતથી પાર્ટનર ખૂબ જ ખાસ અનુભવ કરશે. પાર્ટનરને પ્રપોઝ કરવા માટે બીચ લોકેશન કે પછી કંઈક રોમાંટિક લોકેશન નક્કી કરીને ત્યા લઈ જઈ શકાય છે. પર્વતો પર, વાદળો અને ઠંડા પવનો વચ્ચે પ્રપોઝ કરવાની રીત પણ ખૂબ જ અનોખી-રોમાંટિક અને અલગ સાબિત થઈ શકશે. અને તમારું પાર્ટનર પણ ખુશ થઈ જશે.

Related Post