પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત નાગરિકોનો વિરોધ: એરોમા સર્કલ પર વારંવાર થતા ટ્રાફિકને લઈ લોકોએ કરી કેન્દ્ર સરકારને પોસ્ટકાર્ડ દ્વારા રજૂઆત

પાલનપુરમાં ટ્રાફિક સમસ્યાથી ત્રસ્ત નાગરિકોનો વિરોધ:એરોમા સર્કલ પર વારંવાર થતા ટ્રાફિકને લઈ લોકોએ કરી કેન્દ્ર સરકારને પોસ્ટકાર્ડ દ્વારા રજૂઆત
Email :

પાલનપુર શહેર અને હાઈવે પર છેલ્લા એક દશકથી વણઉકેલાયેલી ટ્રાફિક સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. ખાસ કરીને એરોમા સર્કલ પર અમદાવાદ, આબુરોડ અને ડીસા તરફથી આવતા વાહનોના સંગમ સ્થળે સર્જાતી ટ્રાફિક સમસ્યાએ અનેક જીવલેણ અકસ્માતોને જન્મ આપ્યો છે. તાજેતરમાં જ એક યુવતીનું આ સ્થળે અકસ્માતમાં મૃત્યુ થયું હતું. જાગૃત

નાગરિકોએ આ સમસ્યાના નિવારણ માટે જિલ્લા કલેક્ટર અને નેશનલ હાઈવે ઓથોરિટી સમક્ષ વારંવાર રજૂઆતો કરી છે. પરંતુ કોઈ ઠોસ પગલાં ન લેવાતા હવે નાગરિકોએ ધરણાનો માર્ગ અપનાવ્યો છે. સાથે જ કેન્દ્ર અને રાજ્ય સરકારને પોસ્ટકાર્ડ દ્વારા રજૂઆત કરી છે. મોટા શહેરોમાં સરકાર દ્વારા ટ્રાફિક નિયંત્રણ માટે બ્રિજ અને નવા રસ્તાઓનું

નિર્માણ કરવામાં આવે છે, પરંતુ પાલનપુરમાં આ સમસ્યા પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવી રહ્યું છે. સ્થાનિક અને આજુબાજુના ગામડાઓના લોકો રોજિંદા જીવનમાં ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જાગૃત નાગરિકોએ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી ચેતવણી આપી છે કે જો નજીકના સમયમાં આ સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.

Related Post