રાહુલ ગાંધીએ પ્રાંતિજમાં 2 મિનિટનું રોકાણ કર્યુું: સર્કિટ હાઉસ ખાતે કાર્યકરોનો જમાવડો શરૂ, 1200 બૂથ કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ, અરવલ્લીના નેતાઓ સાથે બેઠક કરશે

રાહુલ ગાંધીએ પ્રાંતિજમાં 2 મિનિટનું રોકાણ કર્યુું:સર્કિટ હાઉસ ખાતે કાર્યકરોનો જમાવડો શરૂ, 1200 બૂથ કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમ, અરવલ્લીના નેતાઓ સાથે બેઠક કરશે
Email :

કોંગ્રેસે ગત રાષ્ટ્રીય અધિવેશનમાં સમગ્ર દેશમાં પાર્ટીને મજબૂત કરવા માટે ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય લીધો છે. આ અંતર્ગત રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે રાહુલ ગાંધી મોડાસાની મુલાકાતે છે, જ્યાંથી તેઓ સંગઠન સૃજન અભિયાનની શરૂઆત કરશે. તેઓ અમદાવાદથી બાય રોડ મોડાસા જવા માટે નીકળી

ગયા છે. સમગ્ર દેશમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા અને જિલ્લા પ્રમુખોની સત્તામાં વધારો કરવાનો નિર્ણય કરાયા બાદ તેના પાઇલટ પ્રોજેક્ટની ગુજરાતથી શરૂઆત કરવાનો નિર્ણય કરાયો છે. રાહુલ ગાંધીના કાર્યક્રમને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. પોલીસે રાહુલ ગાંધીના રૂટનું રિહર્સલ પણ

કર્યું હતું. કાર્યક્રમ સ્થળે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. 2027 ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપને હરાવવાની ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધી અને કોંગ્રેસ હાઈકમાન્ડે ગુજરાત પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ગુજરાત કોંગ્રેસમાં રહેલા લગ્ન અને રેસના ઘોડાને અલગ તારવવા માટે રાહુલ ગાંધી સતત ગુજરાતની મુલાકાતે છે.

Leave a Reply

Related Post