થોડીવારમાં રાહુલ-સોનિયા ગાંધી અમદાવાદ પહોંચશે: પ્રિયંકા હાલ નહિ આવે, 80 નેતા બે ચાર્ટર્ડ પ્લેનમાં આવશે; CWCની બેઠક બાદ સાંજે સાબરમતી આશ્રમ જશે

થોડીવારમાં રાહુલ-સોનિયા ગાંધી અમદાવાદ પહોંચશે:પ્રિયંકા હાલ નહિ આવે, 80 નેતા બે ચાર્ટર્ડ પ્લેનમાં આવશે; CWCની બેઠક બાદ સાંજે સાબરમતી આશ્રમ જશે
Email :

64 વર્ષ બાદ ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન મળવા જઈ રહ્યું છે. અમદાવાદમાં યોજાઈ રહેલા રાષ્ટ્રીય અધિવેશન અને CWC (કોંગ્રેસ વર્કીંગ કમિટી)ની બેઠકમાં હાજરી આપવા માટે ગતરોજ દેશભરમાંથી મોટાભાગના કોંગ્રેસીઓ ગુજરાત આવી પહોંચ્યા છે. સોનિયા, રાહુલ અને પ્રિયંકા ગાંધી પણ કોંગ્રેસના અન્ય ટોંચના નેતાઓ સાથે આજે (8 એપ્રિલ) બે ચાર્ટર્ડ પ્લેનમાં

અમદાવાદ આવી પહોંચશે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી આવવાના હોવાથી કોનવોય તૈયાર રાખવા પોલીસને સૂચના મળી છે. હાલ પ્રિયંકા ગાંધી ક્યારે આવશે તે નક્કી નથી. ગુજસેલ વીઆઈપી એરપોર્ટ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી આવવાના હોવાને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતાઓ થોડીવારમાં અમદાવાદ

એરપોર્ટ ખાતે પહોંચશે. રાહુલ અને સોનિયા ગાંધી એરપોર્ટથી હયાત હોટલ પર અને ત્યાંથી સરદાર સ્મારક ખાતે યોજાનારી CWCની બેઠકમાં હાજરી આપશે. તમામ નેતાઓના સ્વાગત માટે અમદાવાદ એરપોર્ટથી લઈ કાર્યક્રમ સ્થળ સુધી સ્વાગતની જોરદાર તૈયારી કરવામાં આવી છે. એરપોર્ટથી હોટલ અને હોટલથી કાર્યક્રમ સ્થળ સુધી સ્વાગત માટે સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે.

Leave a Reply

Related Post