કોડીનારમાં પ્રોહી.ની મેગા ડ્રાઇવ: 69 બુટલેગરોના ઘરે દરોડા, 25 કેસ નોંધાયા; ચૂંટણી પહેલા SP જાડેજાની કડક કાર્યવાહી

કોડીનારમાં પ્રોહી.ની મેગા ડ્રાઇવ:69 બુટલેગરોના ઘરે દરોડા, 25 કેસ નોંધાયા; ચૂંટણી પહેલા SP જાડેજાની કડક કાર્યવાહી
Email :

ગીર સોમનાથ જિલ્લાના કોડીનારમાં નગરપાલિકાની સામાન્ય ચૂંટણી પહેલા પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ શહેરમાં દારૂબંધીના અમલીકરણ માટે વિશેષ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યવાહીમાં એલસીબી, એસઓજી અને કોડીનાર પોલીસ સ્ટેશનના મળીને કુલ 100 પોલીસ કર્મચારીઓએ ભાગ લીધો

હતો. પોલીસે અલગ-અલગ ટીમો બનાવીને શહેરના 69 લિસ્ટેડ બુટલેગરોના ઘરે દરોડા પાડ્યા હતા. આ દરોડામાં 25 કેસો નોંધવામાં આવ્યા છે, જ્યારે 44 સ્થળોએથી કંઈ મળ્યું નથી. દરોડા દરમિયાન પોલીસે 86 લીટર દેશી દારૂ અને 450 લીટર આથો જપ્ત કર્યો છે, જેની કિંમત રૂ. 28,450 થાય છે.

આ ઉપરાંત રૂ. 3,400ની કિંમતનો વિદેશી દારૂ પણ જપ્ત કરવામાં આવ્યો છે. કુલ મળીને રૂ. 31,850નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ કાર્યવાહી નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે યોજાય અને દારૂના દૂષણને અટકાવવા માટે કરવામાં આવી છે. પોલીસે જપ્ત કરેલા મુદ્દામાલ અંગે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

Related Post