રાજ્યભરમાં તોફાની પવન સાથે વરસાદ: કમોસમી વરસાદથી 8ના મોત, આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં રેડ એલર્ટ

રાજ્યભરમાં તોફાની પવન સાથે વરસાદ:કમોસમી વરસાદથી 8ના મોત, આગામી ત્રણ દિવસ રાજ્યના વિવિધ જિલ્લામાં રેડ એલર્ટ
Email :

રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સોમવારે ગાજવીજ અને તોફાની પવન સાથે હળવો વરસાદ તૂટી પડ્યો હતો. ઓચિંતા વરસાદને કારણે વડોદરામાં ત્રણ સહિત રાજ્યભરમાં 8 લોકોના મોત નિપજ્યાં હતા. અમદાવાદ નજીક હોર્ડિંગ તૂટી પડવાથી એક રીક્ષા ચાલકનું મોત થયું હતું. ગુજરાતની ફરતે 3 અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ અને ટ્રફ લાઇનના કારણે આગામી 10 મે સુધી રાજ્યમાં તોફાની વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી 3 દિવસ રાજ્યના 75% થી વધુ વિસ્તારમાં એટલે કે સાર્વત્રિક વરસાદની શક્યતા છે. આ દરમિયાન પ્રતિ કલાકે 50 થી 80 કિલોમીટરની ઝડપે

ભારે પવન ફૂંકાઇ શકે છે. મેઘગર્જના સાથે સવા 4 ઇંચ સુધીના ભારે વરસાદની શક્યતા છે. તેમજ 15 જિલ્લામાં કરા સાથેના વરસાદની શક્યતા છે. તોફાની વરસાદને લઇ રાજ્યમાં યલો અને ઓરેન્જ એલર્ટ અપાયું છે. લગભગ સાર્વત્રિક વરસાદની સ્થિતિમાં આગામી 5 દિવસમાં મહત્તમ તાપમાન 3 થી 5 ડિગ્રી ઘટી શકે છે. જેને લઇ આ દરમિયાન આકરી ગરમીથી રાહત મળશે, પરંતુ અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે. ભર ઉનાળે ચોમાસા જેવી પરિસ્થિતિ ઉભી થતાં સરકાર અને વહિવટી તંત્ર માટે વરસાદનો આ રાઉન્ડ ચોમાસા પૂર્વે

મોકડ્રિલ જેવી સ્થિતિ સર્જી શકે છે. આગામી 3 દિવસ માટે રાજ્યમાં વાતાવરણનું પૂર્વાનુમાન 6 મે : રાજ્યના 75% થી વધુ વિસ્તારમાં ભારેથી તીવ્ર ગાજવીજ વરસાદની શક્યતા. પ્રતિ કલાકે 60 થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાય, કચ્છ અને બનાસકાંઠાના કેટલાક વિસ્તારોમાં અતિભારે અને મહેસાણા, પાટણ, સાબરકાંઠા, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ અને નર્મદાના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા. કચ્છ, ઉત્તર ગુજરાત, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, આણંદ, ભરૂચ, નર્મદા, મહિસાગર, પંચમહાલ અને દાહોદમાં કરા સાથે વરસાદની શક્યતા. 7 મે : રાજ્યના 75% થી વધુ વિસ્તારમાં તીવ્ર ગાજવીજ વરસાદની

શક્યતા. પ્રતિ કલાકે 70 થી 80 કિમીના પવન વચ્ચે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા અને સુરેન્દ્રનગરના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ, બાકીના વિસ્તારોમાં 60 થી 70 કિમીના પવન વચ્ચે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. 8 મે : રાજ્યના 75% થી વધુ વિસ્તારમાં ભારે ગાજવીજ વરસાદની શક્યતા. પ્રતિ કલાકે 50 થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાય, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમરેલી-ભાવનગરના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ. બાકી વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા. વડોદરા: 80 કિમીની ઝડપે તોફાન વડોદરામાં સોમવારે સાંજે 80 કિમીની ઝડપે પવન સાથે વરસાદ તૂટી પડ્યો હતો. જેના

કારણે 100થી વધુ વૃક્ષો ધરાશાયી થયા હતા. ટ્રાન્સફરોમાં ધડાકા થતા અડધા શહેરમાં અંધારપટ છવાયો હતો. (તસવીર: સાહિલ પંડ્યા) આ સિસ્ટમના કારણે રાજ્યમાં ભરઉનાળે વરસાદની સ્થિતિ બની { દક્ષિણ પાકિસ્તાન અને નજીકના દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર સુમદ્ર સપાટીથી 1.5 કિમીની ઊંચાઇએ બનેલું અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ { ગુજરાતના દરિયાકાંઠાને અડીને આવેલા ઉત્તર-પૂર્વ અરબી સમુદ્ર પર 0.9 કિમીની ઊંચાઇએ બનેલું અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ { મરાઠાવાડા અને પડોશના ઉત્તરીય ભાગો પર બનેલું અપરએર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ ભવિષ્યમાં ચોમાસાની શરૂઆત મોડી થઈ શકે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આમ તો વર્ષભર હોય

છે. પણ શિયાળામાં તેનો રસ્તો હિમાલયના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે. તેથી સક્રિય ડિસ્ટર્બન્સની અસર અહીં રહે છે. ઉનાળામાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સામાન્યપણે હિમાલયના ઉત્તરથી પસાર થાય છે અને તેની અસર થતી નથી. હવે તેના માર્ગના વિસ્તારમાં વધારો થયો છે. તે મધ્ય ભારત સુધી સક્રિય રહે છે. જેના કારણે અરબ મહાસાગરમાં ભેજ સર્જાય છે. પર્વતીય વિસ્તારોથી લઈને મધ્ય ભારત સુધી ગાજવીજ સાથે વરસાદ થઈ રહ્યો છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિયતા ઘટવાથી આ વર્ષે માર્ચ-એપ્રિલમાં બરફવર્ષા થઈ છે. તેનાથી ભવિષ્યમાં ચોમાસુ આગળ ધકેલાઈ શકે છે.

Leave a Reply

Related Post