આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી: વલસાડ, તાપી, છોટા ઉદેપુર, ભરૂચમાં મોડીરાતે મેધરાજાની ધમાકેદાર બેટિંગ; વૃક્ષો ધરાશાયી થવાની સાથે પાણી ભરાયા

આજે ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની આગાહી:વલસાડ, તાપી, છોટા ઉદેપુર, ભરૂચમાં મોડીરાતે મેધરાજાની ધમાકેદાર બેટિંગ; વૃક્ષો ધરાશાયી થવાની સાથે પાણી ભરાયા
Email :

હવામાન વિભાગે 1 જૂન સુધી રાજ્યમાં છુટાછવાયા વરસાદની આગાહી કરી છે. આજે (27 મે) મોટાભાગના જિલ્લાઓમાં ગાજવીજ અને પવન સાથે છુટાછવાયા સ્થળે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહી સાથે 40થી 50ની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. 28 અને 29 મેએ બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મોડીરાતે વલસાડ, તાપી, છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં મિની વાવાઝોડાની અસર સાથે ભારે વરસાદ ખાબક્યો હતો. છોટા ઉદેપુરથી અલીરાજપુર નેશનલ હાઇવે 56 ઉપર અંબાલા ખાતે

રસ્તા વચ્ચે ઝાડ પડતાં એક કિલોમીટર જેટલો ટ્રાફિકજામ સર્જાયો હતો. આજે છુટાછવાયા સ્થળે ગાજવીજ સાથે વરસાદની આગાહી આજે ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરના અલગ-અલગ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના રહેલી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમ કે, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં એટલે કે, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર,

મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં વરસાદને લઈને યેલો એલર્ટ આપવામાં આવ્યું છે. મુંબઈ અને કર્ણાટક સુધી ચોમાસું પહોંચ્યું નૈઋત્યના ચોમાસાનું કેરળમાં આગમન થયા બાદ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. કર્ણાટક અને મુંબઈ સુધી ચોમાસું પહોંચ્યું છે. આગામી દિવસોમાં ગુજરાત પણ પહોંચે તેવી શક્યતા છે. હવામાન વિભાગના મતે ગુજરાતમાં સત્તાવાર ચોમાસાનું આગમન 15 જૂને થતું હોય છે. જો કે, આ વર્ષે હજી સુધી આગમનને લઈ કોઈ સંભવિત તારીખ જાહેર કરવામાં આવી નથી.

Leave a Reply

Related Post