આજે 19 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા: અમદાવાદ, રાજકોટ સહિત 4 શહેરમાં ગરમીનો પારો 40 આસપાસ રહેશે, આગામી છ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી

આજે 19 જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા:અમદાવાદ, રાજકોટ સહિત 4 શહેરમાં ગરમીનો પારો 40 આસપાસ રહેશે, આગામી છ દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી
Email :

ગુજરાતમાં આગામી છ દિવસ સુધી છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 22 અને 23 મેએ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. આજે 19 જિલ્લામાં છૂટાછવાયાં સ્થળે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગરમીની વાત કરીએ તો આગામી છ દિવસ મહત્તમ

તાપમાનમાં ખાસ વધારો થવાની શક્યતા નથી, ત્યારે આજે અમદાવાદ, રાજકોટ, ભુજ અને ડીસામાં તાપમાનનો પારો 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા છે. આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી રાજ્યના 19 જિલ્લા અને 3 કેન્દ્રશાસિત પ્રદેશમાં વરસાદની શક્યતા હવામાન વિભાગ તરફથી આજે રાજ્યના 19 જિલ્લા, જેમ કે સાબરકાંઠા,

અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ તેમજ ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા અને નગર-હવેલીમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. 18 મેએ વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન

Leave a Reply

Related Post