ન્યુ ગુજરાતના રિપોર્ટરે ભાજપના કોર્પોરેટરને સ્થિતિ બતાવી: રાણીપના કાળીગામ ગરનાળામાં છ દિવસથી વરસાદી પાણી અને કાદવ, લોકો વાહન લઈને પસાર થતા સ્લીપ થઈને પડ્યા

ન્યુ ગુજરાતના રિપોર્ટરે ભાજપના કોર્પોરેટરને સ્થિતિ બતાવી:રાણીપના કાળીગામ ગરનાળામાં છ દિવસથી વરસાદી પાણી અને કાદવ, લોકો વાહન લઈને પસાર થતા સ્લીપ થઈને પડ્યા
Email :

અમદાવાદ શહેર સ્માર્ટ સિટી અને વર્લ્ડ હેરિટેજ સિટીની ઓળખ ધરાવે છે. ગાંધીનગર લોકસભામાં કરોડો રૂપિયાના વિકાસના કાર્યો કરવામાં આવતા હોવા અંગેની વાતો કરવામાં આવે છે, પરંતુ આ જ લોકસભાના સાબરમતી વિધાનસભામાં રાણીપ વોર્ડમાં આવતા કાળીગામ ગરનાળામાં વરસાદ બંધ થયાના છ દિવસ બાદ પણ વરસાદી પાણીનો નિકાલ કરવામાં આવ્યો નથી અને ગટરના ગંદા પાણી તેમજ વરસાદી પાણી હોવાથી જાદવ પિક્ચર થઈ ગયો છે અને આજે 13 મહિના રોજ મંગળવારે સાંજે ત્યાંથી પસાર થતાં પાંચથી વધારે લોકોના વાહનો સ્લીપ થઈ ગયા હતા. જેમાં ત્રણથી વધારે તો મહિલાઓ પોતાના એકટીવા ઉપરથી પડી હતી અને સામાન્ય

ઇજા પણ થઈ હતી. ભાજપના રાણીપ વોર્ડના કોર્પોરેટરો અને ઇજનેર વિભાગના અધિકારીઓની બેદરકારીના કારણે નાગરિકો વાહન લઇને પડ્યા હતા. એક ઇંચ વરસાદમાં ગરનાળું પાણીથી ભરાઈ જાય છે રાણીપ વોર્ડમાં કાળીગામ ગરનાળુ આવેલું છે જે વર્ષોથી પાણી ભરાવવાની સમસ્યા છે. એક ઇંચ જેટલો પણ વરસાદ પડે તો આખું ગરનાળુ પાણીથી ભરાઈ જાય છે અને ગટરના પાણી તેમજ કાદવ કિચડ થઈ જતો હોય છે. વરસાદ બંધ થયાના છ દિવસ પછી પણ આ ગરનાળામાં પાણી ભરાયેલું છે અને કાદવ થયો છે જેના કારણે આ વિસ્તારમાંથી વાહન લઈને પસાર થતાં લોકોને ખૂબ જ હાલાકી પડી હતી.

જે લોકો પોતાના વાહન લઈને ગરનાળામાંથી પસાર થયા હતા તે લોકો વાહન લઈને સ્લીપ થઈ અને પડ્યા હતા. ભાજપના કોર્પોરેટરને કાળીગામ ગરનાળાની સ્થિતિ બતાવવામાં આવી ન્યુ ગુજરાતની ટીમ જ્યારે આ ગરનાળા તેથી પસાર થયા તો તેમણે નજર સામે ચારથી વધારે લોકોને નીચે પડતા જોયા હતા. રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટર વિરલ વ્યાસને ઘટના સ્થળેથી જ ફોન કરી અને જાણ કરવામાં આવી હતી કે છ દિવસથી આ પરિસ્થિતિ છે અને અગાઉ પણ તમને જાણ કરી હોવા છતાં પણ ગરનાળામાં આવી સ્થિતિ કેમ છે અને તમે ઘટના સ્થળે આવીને જુઓ ત્યારે તેઓ પોતે ઘટના સ્થળે આવ્યા

હતા. ભાજપના કોર્પોરેટરને કાળીગામ ગરનાળામાં કેવી સ્થિતિ છે તે બતાવવામાં આવ્યું હતું. તેમની સામે પણ બે લોકો પોતાના વાહન લઇને પડ્યા હતા. આવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાનું તેમને જાણ કરવામાં આવી હતી અને તેઓ દ્વારા આમ અમને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને વોર્ડના અધિકારીઓને જાણ કરી હતી. તેઓએ બાહેધરી આપી છે કે, આવતીકાલ 14 મે સુધીમાં કામગીરી થઈ જશે. શો- કોઝ નોટિસ અને વિજિલન્સ તપાસની રજૂઆત કરાશે રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટર વિરલ વ્યાસે જણાવ્યું હતું કે, આજે રાત્રે કામગીરી શરૂ કરાવી અને આવતીકાલ સુધીમાં પૂર્ણ કરાવી દેવામાં આવશે. અન્ય કોર્પોરેટર દશરથભાઈ પટેલે

ન્યુ ગુજરાત સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ બાબતે મને જાણ થઈ છે અને જીસીબી મશીનથી રાત્રે કામગીરી કરી દૂર કરવાની કામગીરી કરવામાં આવશે. ડેપ્યુટી સિટી ઇજનેરથી લઈ અને ઇજનેર વિભાગના તમામ અધિકારીઓને શો- કોઝ નોટિસ આપવા અંગે અને કામગીરી કેમ ન થઈ તેની રજૂઆત સ્ટેન્ડિંગ કમિટીમાં કરવામાં આવશે. તમામ અધિકારીઓને શો- કોઝ નોટિસ અને વિજિલન્સ તપાસ સોંપવા અંગેની રજૂઆત કરવામાં આવશે. અધિકારીઓએ ધ્યાન ન અપાતા નાગરિકોને વાહન લઇને પડ્યા હતા રાણીપ વોર્ડમાં આવતાં કાળીગામ ગરનાળામાં વર્ષોથી પાણી ભરાય છે. વરસાદી પાણીના નિકાલ માટે મેસર્સએ એન્જિનિયર્સ નામના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે, પરંતુ

અંત મુકવાની કામગીરી કરવામાં આવી નથી. ચોમાસા પહેલા આ કામગીરી પૂર્ણ કરવાની હોય છે છતાં પણ કોઈ કામગીરી કરી નથી. રાણીપ વોર્ડના ભાજપના કોર્પોરેટર વિરલ વ્યાસ, દશરથભાઈ પટેલ, ભાવિબેન પંચાલ અને ગીતાબેન પટેલ સહિતના કોર્પોરેટરો અને પશ્ચિમ ઝોનના ડેપ્યુટી સિટી ઇજનેર મહેશ પટેલ, રાણીપ વોર્ડના આસિસ્ટન્ટ સિટી ઇજનેર કિરણ પ્રજાપતિ અને ડ્રેનેજ વિભાગના આસિસ્ટન્ટ ઈજનેર હેમાંગભાઈ મકવાણાને કાળીગામ વોટર લોગીંગ સ્પોર્ટ હોવાની જાણ હોવા છતાં પણ તેઓ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. આ તમામ અધિકારીઓ દ્વારા રાણિક વોર્ડમાં કોઈપણ પ્રકારનું ધ્યાન ન આપવામાં આવતા આજે નાગરિકોને વાહન લઇને પડ્યા હતા.

Leave a Reply

Related Post