શોક કે પછી દેખાડો!: રાજકોટમાં શ્રદ્ધાંજલી આપી ભાજપના મહિલા મોરચાનું સેલિબ્રેશન, કેક કાપી હસ્તા મોઢે પૂર્વ CMના પત્નીનો જન્મદિવસ ઉજવ્યો

શોક કે પછી દેખાડો!:રાજકોટમાં શ્રદ્ધાંજલી આપી ભાજપના મહિલા મોરચાનું સેલિબ્રેશન, કેક કાપી હસ્તા મોઢે પૂર્વ CMના પત્નીનો જન્મદિવસ ઉજવ્યો
Email :

સમગ્ર દેશ જમ્મુ-કાશ્મીરના આંતકી હુમલામાં નિર્દોષ ભારતીયોના મોતને લઈ શોકમાં છે, ત્યારે રાજકોટમાં ભાજપનો મહિલા મોરચો બર્થ ડે સેલિબ્રેશનમાં કરવામાં વ્યસ્ત બન્યો છે. ભાજપે કિસાનપરા ચોકમાં પહેલા મૃતકોને શ્રદ્ધાંજલી આપી અને બાદમાં મહિલા મોરચો કેક લઈને અંજલિ રૂપાણીને ત્યાં પહોંચ્યો હતો. ભાજપ અગ્રણી અંજલિ રૂપાણીના જન્મદિવસ નિમિતે મહિલા મોરચાએ કેક કાપીને ભવ્ય ઉજવણી કરી હતી. આ બર્થ ડે સેલિબ્રેશનમાં ધારાસભ્ય ડો. દર્શીતા શાહ, પૂર્વ મહિલા કોર્પોરેટરો સહિતના

હાજર રહ્યા હતા. સેલિબ્રેશનના ફોટો-વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં મુક્યાં કરુણ ઘટના બાદ અંજલિ રૂપાણી રૂપાણીએ પણ મહિલા મોરચાને ના ન પાડી અને હસતા મોઢે કેક કાપીને સેલિબ્રેશન કરી ફોટો-વીડિયો કરાવ્યા હતા. આ સાથે સોશિયલ મીડિયામાં મહિલા મોરચા દ્વારા બર્થ ડે સેલિબ્રેશનના ફોટો-વીડિયો મુકવામાં આવ્યાં હતાં. મહિલા મોરચાના કાર્યકરોએ જાણે બહાદુરીનું કામ કર્યું હોય તેમ પોતાના સ્ટેટસમાં પણ ઉજવણીના ફોટો પણ મુક્યા હતાં. કિસાનપરા ચોકમાં શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ કર્યો ગત રાત્રિના રાજકોટ

શહેર ભાજપના યુવા મોરચા દ્વારા કિસાનપરા ચોક ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ દરમિયાન દિવંગત આત્માઓને શહેર ભાજપના અને યુવા મોરચાના નેતાઓ દ્વારા મીણબત્તી પ્રગટાવી ભાવાંજલિ પાઠવી હતી. આ સાથે જ અહીં પાકિસ્તાન અને આતંકવાદના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પૂર્ણ કરી ભાજપના મહિલા મોરચાએ પૂર્વ મુખ્યમંત્રી વિયજ રૂપાણીના પત્નીના જન્મદિવસની ઉજવણી કરી હતી. મહિલા મોરચાની આ કરતૂતથી લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે.

Leave a Reply

Related Post