અગનવર્ષાનું એપી સેન્ટર રાજકોટ: આ એપ્રિલમાં અમદાવાદની પણ સાઇડ કાપી ગયું, કાલથી ગરમી ફરી રાડ પડાવશે, બાથટબ-બરફનાં બોક્સ સાથે વોર્ડ તૈયાર

અગનવર્ષાનું એપી સેન્ટર રાજકોટ:આ એપ્રિલમાં અમદાવાદની પણ સાઇડ કાપી ગયું, કાલથી ગરમી ફરી રાડ પડાવશે, બાથટબ-બરફનાં બોક્સ સાથે વોર્ડ તૈયાર
Email :

અત્યારસુધી ગુજરાતનાં અન્ય શહેરોમાં પણ અમદાવાદમાં પડતી ગરમીની ચર્ચા થતી રહી છે. આ વર્ષની વાત કરીએ તો એપ્રિલ મહિનાના 20 દિવસમાં અમદાવાદ કરતાં રાજકોટ શહેરમાં ગરમી વધુ નોંધાઈ છે. એપ્રિલના 20માંથી 19 દિવસ રાજકોટ શહેરમાં અમદાવાદ કરતાં વધુ ગરમી નોંધાઈ છે. 1થી 20 એપ્રિલ દરમિયાન રાજકોટમાં તાપમાનનો પારો 40 ડિગ્રી કરતાં વધુ જ રહ્યો છે. અહીં મહત્તમ તાપમાન 9મી એપ્રિલે 45.2 ડિગ્રી નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં આ સમયગાળા દરમિયાન 10મી એપ્રિલે સૌથી વધુ 43.3 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.

રાજ્યમાં આજે અને આવતીકાલે હવામાનની આગાહીની વાત કરીએ તો આજે વાતાવરણમાં ખાસ ફેરફાર જોવા નહીં મળે, પણ આવતીકાલથી મહત્તમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થતાં મોટા ભાગનાં શહેરોમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ પહોંચી શકે છે. આજે વિવિધ શહેરોમાં મહત્તમ તાપમાનની આગાહી એપ્રિલના પ્રથમ 20 દિવસ અમદાવાદ કરતાં રાજકોટ વધુ ગરમ રહ્યું! સામાન્ય રીતે અમદાવાદ શહેરમાં સૌથી વધુ ગરમી નોંધાતી હોય છે. એપ્રિલ મહિનાની વાત કરીએ તો શરૂઆતના 20 દિવસ દરમિયાન અમદાવાદ કરતાં રાજકોટ વધુ ગરમ રહ્યું છે. 1થી

20 એપ્રિલના આંકડાની વાત કરીએ તો 19 દિવસ એવા છે, જેમાં અમદાવાદ કરતાં રાજકોટનું મહત્તમ તાપમાન વધુ નોંધાયું હોય. 20 એપ્રિલે વિવિધ શહેરોમાં નોંધાયેલું મહત્તમ તાપમાન આવતીકાલથી બેથી ત્રણ ડિગ્રી તાપમાન વધશે ગુજરાતીઓ હવે ફરી ગરમીમાં શેકાવા માટે તૈયાર રહેજો. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી સમયને લઈને આગાહી કરવામાં આવી છે, જેમાં આવનારા 3 દિવસ સુધી તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે તેમજ આવનારા 3 દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. ગુજરાત રીજન માટે મહત્તમ તાપમાન

40થી 43 ડિગ્રી સુધી રહેશે. આજથી લઈને 25 એપ્રિલ સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં પણ મહત્તમ તાપમાન 40થી 43 ડિગ્રી જેટલું રહેશે. આવનારા 3 દિવસમાં દરિયાકાંઠાવાળા વિસ્તારોમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે. ગરમીના કારણે સુરતમાં બપોરના સમયે ટ્રાફિક સિગ્નલો બંધ કરાયાં રાજ્યમાં સૂરજદેવતાનો પ્રકોપ દિવસે ને દિવસે વધી રહ્યો છે, એટલે કે ગરમીના કારણે રાજ્યમાં લોકો ત્રાહિ મામ્ પોકારી ઊઠ્યા છે. બપોરના સમયે ટ્રાફિક સિગ્નલોના કારણે રસ્તા પર લોકોને દોઢથી બે મિનિટ જેટલો સમય દરેક પોઇન્ટ પર ઊભા રહેવું

પડતું હોવાના કારણે ગરમીથી લોકો ત્રાહિ મામ્ પોકારી ઊઠ્યા છે. લોકોની હાલાકીને ધ્યાનમાં લઇ અને હીટવેવની આગાહીને ધ્યાનમાં લઇ લોકો લૂથી બચી શકે એટલા માટે સુરત શહેરના સિગ્નલ બપોરના સમય દરમિયાન બંધ રાખવાનો નિર્ણય સુરત શહેર ટ્રાફિક વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે, જેથી રવિવારથી તમામ સિગ્નલ બપોરે બંધ રાખવામાં આવ્યાં હતાં. આગામી અઠવાડિયા સુધી બપોરના સમયે સિગ્નલ બંધ રાખશે. સુરતમાં પાનની દુકાને ગ્રાહકોને ઠંડક આપવાનો પ્રયાસ઼ સુરત શહેરમાં તાપમાન દિવસે દિવસે વધતું જાય છે, જેને કારણે લોકો ગરમીથી બેહાલ થઇ

રહ્યા છે. એવામાં ઉધના વિસ્તારમાં આવેલી એક પાનની દુકાન આજકાલ લોકો માટે ગરમીમાંથી રાહત આપતું સ્થળ બની ગઈ છે.દુકાનદારે ગરમીથી બચવા માટે એક અનોખો અને અસરકારક જુગાડ કર્યો છે. દુકાનની બહાર પાઇપ લગાડી, તેમાં અલગ અલગ જગ્યાએ નાના ફુવારા લગાવ્યા છે, જ્યાંથી સતત ઠંડું પાણી છાંટાય છે.આ ફુવારા દ્વારા દુકાન પાસે થોડી ઠંડક છવાય છે, જેને કારણે દુકાન પર આવતા ગ્રાહકો આરામથી 10 થી 15 મિનિટ સુધી ઊભા રહી શકે છે. ફુવારાની ઠંડકથી દુકાનદારને પણ રાહત મળે છે.

Leave a Reply

Related Post