રામ ગોપાલ વર્મા ભારતીય ફિલ્મ મેકર્સ પર ભડક્યા: કહ્યું- દર્શકોને મૂર્ખ માની, ગમે તેવી ફિલ્મો બનાવવામાં આવે છે; યુઝર્સે તેમની ફલોપ ફિલ્મો યાદ કરાવી ટ્રોલ કર્યા

રામ ગોપાલ વર્મા ભારતીય ફિલ્મ મેકર્સ પર ભડક્યા:કહ્યું- દર્શકોને મૂર્ખ માની, ગમે તેવી ફિલ્મો બનાવવામાં આવે છે; યુઝર્સે તેમની ફલોપ ફિલ્મો યાદ કરાવી ટ્રોલ કર્યા
Email :

વિવાદાસ્પદ ફિલ્મ મેકર રામ ગોપાલ વર્માએ તાજેતરમાં કહ્યું હતું કે- ભારતીય ફિલ્મ નિર્માતાઓ દર્શકોને મૂર્ખ માને છે અને એક સરખી ફિલ્મો બનાવે છે, જ્યારે હોલિવૂડમાં, 'મિશન ઇમ્પોસિબલ' જેવી ફિલ્મો બને છે જે દર્શકોની બુદ્ધિમત્તાને વધારે છે. જોકે, તેમના આ નિવેદન પછી ટ્રોલ પણ થયા અને યુઝર્સે તેમને તે ફ્લોપ ફિલ્મોની યાદ અપાવી જેમાં 'આગ' જેવી ફિલ્મનો પણ સમાવેશ થાય છે, જે તેમણે પોતે બનાવી હતી. 'મિશન ઇમ્પોસિબલ: ધ ફાઇનલ રેકનિંગ' જોયા પછી, રામ ગોપાલ વર્માએ તેમના સત્તાવાર X એકાઉન્ટ પર લખ્યું, 'તેમના (હોલિવૂડ) અને અમારા વચ્ચેનો

તફાવત એ છે કે તેઓ દર્શકોને બુદ્ધિશાળી માને છે અને 'મિશન ઇમ્પોસિબલ' જેવી ફિલ્મો બનાવીને તેમની બુદ્ધિમાં વધારો કરે છે.' તેનાથી વિપરીત, આપણે દર્શકોને મૂર્ખ માનીએ છીએ અને તેમની મૂર્ખતાને ઓછી કરીએ છીએ, એવી આશામાં કે આવી ફિલ્મો બનાવીને આપણે સૌથી મૂર્ખ દર્શકો સુધી પણ પહોંચી શકીએ. રામ ગોપાલ વર્માએ તેમની પોસ્ટમાં કોઈ ફિલ્મનું નામ નથી જણાવ્યું. જોકે, અન્ય ભારતીય ફિલ્મ નિર્માતાઓ પરની તેમની કોમેન્ટ હવે તેમને ભારે પડી રહી છે. કેટલાક યુઝર્સ રામ ગોપાલ વર્માને તેમની પોતાની કેટલીક ફિલ્મોની યાદ અપાવી ટ્રોલ કરી રહ્યા છે, જે

સુપર ફ્લોપ રહી હતી. તે જ સમયે, એક યુઝરે એમ પણ લખ્યું છે કે- તમે પણ એક ફિલ્મ મેકર છો, તમે આવી ફિલ્મો કેમ નથી બનાવતા. કેટલાક લોકો ભારતીય ફિલ્મ નિર્માતાઓના બચાવમાં પણ આગળ આવ્યા છે. લોકો લખી રહ્યા છે કે- RRR અને પુષ્પા જેવી ફિલ્મો ભારતમાં બને છે. અહીં ફિલ્મો દર્શકોને શિક્ષિત કરવા માટે નહીં, પણ મનોરંજન માટે બનાવવામાં આવે છે. ટોમ ક્રૂઝ સ્ટારર ફિલ્મ 'મિશન ઇમ્પોસિબલ: ધ ફાઇનલ રેકનિંગ' 17 મેના રોજ રિલીઝ થઈ હતી. આ ફિલ્મે ભારતમાં 35 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરી છે.

Leave a Reply

Related Post