Rose Day 2025 : નાળિયેરના ગુલાબના લાડુ બનાવો, જાણો રેસીપી

Rose Day 2025 : નાળિયેરના ગુલાબના લાડુ બનાવો, જાણો રેસીપી
Email :

વેલેન્ટાઇન વીકની શરૂઆત 7 ફેબ્રુઆરી શરુ થઈને 14મી ફેબ્રુઆરી સુધી તેને મનાવવામાં આવે છે. રોઝ ડે એ લોકો પોતાના પાર્ટનરને લાલ ગુલાબ આપીને પોતાનો પ્રેમ વ્યક્ત કરતા હોય છે. લાલ ગુલાબ ખાસ કરીને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. આવી સ્થિતિમાં, દરેક વ્યક્તિ પોતાના પાર્ટનરને ભેટ તરીકે ગુલાબ આપે છે. ઘણા લોકો ગુલાબના ફૂલ સાથે એક ખાસ સંદેશ સાથે કાર્ડ લખે છે, જેથી આ સંદેશ દ્વારા તેઓ તેમના જીવનસાથીને ખાસ અનુભવ કરાવી શકે અને પાર્ટનર ખુશ થઈ શકે ઘણા લોકો આ દિવસે પોતાના જીવનસાથીનું મનપસંદ ભોજન બનાવતા હોય છે.

જો તમારા જીવનસાથી પણ ખાવાના ખૂબ જ શોખીન હોય, તો તમે તેમના માટે કંઈક ખાસ બનાવી શકો છો. અહીં આપણે રોઝ ડે વિશે વાત કરી રહ્યા છીએ જી હા આ ખાસ દિવસે તમે તમારા પાર્ટનર માટે ગુલાબથી વાનગી બનાવી શકો છો. જો કંઈક અલગ વિચારી રહ્યા છો તો આ વાનગી ટ્રાય કરી શકો છો નાળિયેરના ગુલાબના લાડુ એક સારો વિકલ્પ રહેશે. આ ખાસ રીતે લાડુ બનાવી શકો છો.

નારિયેળ ગુલાબના લાડુ બનાવવા માટેની સામગ્રી

સૌ પ્રથમ તો 1/2 કપ સૂકું નારિયેળ, 1/2 કપ કન્ડેન્સ્ડ દૂધ, 1 ચમચી ગુલાબ ચાસણી, 2 ચમચી ગુલાબજળ, 2 ચમચી ઘી, 1/2 કપ છીણેલા મિક્સ સૂકામેવા, 1 મુઠ્ઠી શેકેલી મગફળી, મુઠ્ઠીભર બદામ અને ગુલાબની પાંખડીઓ

બનાવવની પદ્ધતિ

નારિયેળ ગુલાબના લાડુ બનાવવા એકદમ સરળ છે. લાડુ બનાવવા માટે સૌથી પહેલા એક તપેલી ગરમ કરો અને તેમાં 1 ચમચી ઘી ઉમેરી દો હવે ઘી ગરમ થવા લાગે ત્યારે તેમાં બધા સૂકા મેવા ઉમેરી લો જ્યારે સૂકામેવા બરાબર શેકાઈ જાય ત્યારપછી ત્યારે તેને પ્લેટમાં કાઢીને ઠંડા કરવા મુકી દો.

આ પછી, તે જ પેનમાં 1 ચમચી ઘી લઈ લો. ઘી બરાબર ગરમ થાય એટલે તેમાં સૂકું નારિયેળ ઉમેરો અને સારી રીતે હલાવો. નારિયેળ બફાઈ જાય ત્યારે તેમાં કન્ડેન્સ્ડ મિલ્ક, ગુલાબ શરબત અને ગુલાબજળ ઉમેરો અને બધુ જ સારી રીતે મિક્સ કરો.

વાનગી બનાવતી વખતે ધ્યાનમાં રાખો કે તમારે તેને સતત હલાવતા રહેવું પડશે જેથી આ મિશ્રણ બરાબર રંધાઈ જાય, ત્યારે તેમાં શેકેલા સૂકામેવાને ઉમેરો આ સાથે તેમાં ગુલાબની પાંખડીઓ પણ નાખો. તમારું મિશ્રણ તૈયાર છે. હવે ગેસ બંધ કરો અને તેને થોડું ઠંડુ થવા દો અને પછી તેમાંથી લાડુ બનાવી લો તમારા નારિયેળ ગુલાબના લાડુ તૈયાર છે. તમે આ તમારા જીવનસાથીને ભેટ તરીકે આપી શકો છો અને સ્વાદની પણ મજા માણી શકો છો.

Related Post