Recipe : ગરમીમાં ઠંડુ ખાવાનું મન થાય તો સરળતાથી બનાવો સ્વાદિષ્ટ કુલ્ફી

Recipe : ગરમીમાં ઠંડુ ખાવાનું મન થાય તો સરળતાથી બનાવો સ્વાદિષ્ટ કુલ્ફી
Email :

ગરમીની સિઝનમાં શરીરને ઠંડુ રાખવા લોકો જુદા-જુદા પ્રયોગ કરતા હોય છે. ખાસ કરીને ગરમીમાં ઠંડા પીણાં અને આઈસક્રીમની માગમાં વધારો થાય છે. કેટલાક લોકો ઠંડા પીણાં પીવાનું ટાળતા હોય છે. પરંતુ આઈસક્રીમ બાળકોથી લઈને મોટા લોકો પણ ખાવાનું પસંદ કરતા હોય છે. આઈસક્રીમ ઉપરાંત અન્ય એક વસ્તુ પણ લોકોને વધુ પસંદ છે તે છે કુલ્ફી.

કોરોના સમયમાં લોકોએ રસોડામાં વિવિધ પકવાનો સહિત બજારમાં મળતા આઈસક્રીમ, કોલ્ડ કોફી તેમજ કુલ્ફી પણ બનાવવા લાગ્યા હતા. પરંતુ કોરોના સમય બાદ કેટલાક લોકો સ્વાસ્થ્ય મામલે સભાન બનતા હવે ઘરે જ આઈસક્રીમ અને કુલ્ફી બનાવવા લાગ્યા છે. આજે અમે તમને સરળતાથી બનાવી શકાય તેવી કુલ્ફી રેસીપી લાવ્યા છીએ. ખાસ કરીને દરેકને પરંપરાગત ઘરે બનાવેલી મલાઈ કુલ્ફી બધાને બહુ ભાવે છે.

ક્રીમી બ્રેડ કુલ્ફી બનાવવા માટે તમારે આ સામગ્રીની જરૂર પડશે.

સામગ્રી : લગભગ 3 બ્રેડના ટુકડા, દૂધ (1 લિટર), કેસરના થોડા તાંતણા, ખાંડ (અડધો કપ), 4 અંજીર (સમારેલા), સમારેલી બદામ (2 ચમચી), સમારેલા પિસ્તા (2 ચમચી), એલચી પાવડર (1/4 ચમચી) એલચી પાવડર કેટલાક લોકોને એલચી ખાવાનું પસંદ ના હોવાથી તમે તમારા સ્વાદ મુજબ એલચી પાવડરની માત્રામાં વધઘટ કરી શકો છો. .

બ્રેડ અને દૂધની કુલ્ફી કેવી રીતે બનાવવી

બ્રેડ અને દૂધમાંથી સ્વાદિષ્ટ ક્રીમી આઈસ્ક્રીમ બનાવવા માટે, પહેલા બ્રેડ લો અને તેની જાડી કિનારીઓ કાપીને બાજુ પર રાખો. હવે તેમને મિક્સર ગ્રાઇન્ડરમાં નાખો અને બારીક પાવડર બનાવવા માટે પીસી લો. હવે ગેસ પર એક તપેલી મૂકો અને તેમાં દૂધ ઉકળવા મૂકો. દૂધ ઉકળવા લાગે કે તરત જ તેમાં ખાંડ, કેસરનાં થોડા ટુકડા અને સમારેલા અંજીર ઉમેરો. હવે દૂધને લગભગ 5 મિનિટ સુધી હલાવતા રહીને રાંધો જ્યાં સુધી ખાંડ દૂધમાં સારી રીતે ભળી ન જાય.

આ પછી, દૂધમાં બ્રેડનો ભૂકો ઉમેરો અને દૂધને હલાવતા રહી રાંધો. જ્યારે દૂધ ઘટ્ટ અને રબડી જેવું થઈ જાય, ત્યારે તેમાં બારીક સમારેલી બદામ, પિસ્તા અને સ્વાદ માટે એક ચપટી એલચી પાવડર ઉમેરો. બધું હલાવતા રહો અને થોડી વાર રાંધો જેથી દૂધ ઘટ્ટ અને રબડી જેવું થઈ જાય. હવે આ મિશ્રણને કુલ્ફી મોલ્ડમાં રેડો અને તેને લગભગ 8 કલાક માટે ફ્રિજમાં મૂકો. તો, તમારી સ્વાદિષ્ટ ક્રીમી મિલ્ક અને બ્રેડ કુલ્ફી તૈયાર છે.

ઓછા સમયમાં ઝડપી બનશે કુલ્ફી

ક્રીમી બ્રેડ કુલ્ફી બનાવવાની સૌથી સારી વાત એ છે કે તેને બનાવવામાં બહુ ઝંઝટ નથી. અને તેને તૈયાર કરવામાં ભાગ્યે જ 15 મિનિટ લાગે છે. ગરમીમાં બ્રેડ અને દૂધ સાથે સ્વાદિષ્ટ કુલ્ફી બનાવો અને આખા પરિવાર સાથે તેનો આનંદ માણો. તમે દૂધ અને બ્રેડમાંથી બનેલી પરંપરાગત ક્રીમી કુલ્ફીની રેસીપી અજમાવી જુઓ પરિવારના તમામ સભ્યો વારંવાર ખાવાનું પસંદ કરશે. મલાઈ કુલ્ફી બનાવવામાં વધુ બહુ ઓછી સામગ્રીની જરૂર પડે છે. અને ઓછા સમયમાં તૈયાર થતી હોવાથી વર્કિંગ વુમન માટે આ રેસિપી તેમના કટોકટી ભર્યા સમયની બચત કરશે.

Leave a Reply

Related Post